Abtak Media Google News

વેલેન્ટાઈન ડે નિમિત્તે

આ વર્ષે નવી વેરાયટીઓ જેમાં મેજીક કલર ચેઈન્ઝીંગ હાર્ટ, એલઈડી લાઈટીંગ આઈટમો, ગોલ્ડ પ્લેટેડ લાઈટીંગ ફલાવર, ટેમ્પરેચર વાળી બોટલો મન મોહી લેશે

સંત વેલેન્ટાઈનની યાદમાં પોતાના પ્રિય પાત્રને પ્રેમ અભિવ્યકત કરવાનો અવસર આવી રહ્યો છે. આગામી ૧૪મી ફેબ્રુઆરીના રોજ વેલેન્ટાઈન દિવસની વિશ્ર્વભરમાં ઉજવણી થાય છે.આ અવસરે ખાસ કરીને ગીફટ, કાર્ડસ, ચોકલેટ, ફલાવર વી. આપવાનું ચલણ છે.

રાજકોટમાં ડો. યાજ્ઞીક રોડ ઉપર આવેલ બાવન વર્ષથી બીઝનેશ કરતા જોહરકાર્ડસવાળા યુસુફઅલીભાઈ તથા હસનેનભાઈએ વેલેન્ટાઈન ડેની સ્પે.ગીફટો, પર્સનલાઈઝ ગીફટો, અંગે જણાવ્યું કે હવે વેલેન્ટાઈન ડે ને ગણત્રીનાં જ દિવસો બાકી રહ્યા છે. બહારગામ મોકલવા માટેની ઘરાકી ચાલુ થઈ ગયેલ છે. અમારા જોહરકાર્ડસમાં વેલેન્ટાઈન ડે માટે એક દમ આધુનીક રીતે ગ્રીફટોથી સજાવેલ છે.

મેજીક હાર્ટ અલગ અલગ સાઈઝના ગોલ્ડ પ્લેટેડ ફલાવર લાઈટીંગ સંખ્યાબંધ કલરોમાં મગ તથા ટેડી તથા હાર્ટ સાથેના સ્પે. ગીફટ બોકસ એલ.ઈ.ડી.વાળા શોપીસ, મેસેજ બોટલહાર્ટ લાઈટ લેમ્પ સ્નો ફલો વાળા લાઈટીંગ મ્યુઝીકલ કપલ ડામ, લાઈટીંગ ડોમ વિવિધ સાઈઝ મેસેજ બોટલો જેમાં લાઈટીંગ વાળી બોટલો કેપ્સ્યુલની અંદર મેસેજ લખવા માટે પેપર હોય છે.

ટ્રેમ્પ્રેચર બોટલો જે હાથની ગરમીથી લાલ કલરનુ પાણી ઉપર હાર્ટમાં ભરાય છે. અને ફાઉન્ટનની જેમ પાણી બોટલમાં ઉડે છે. વેલેન્ટાઈન સ્પે. કોલાર્જ હાર્ટ વાળી ફ્રેમો સંખ્યા બંધ વેરાયટીઓમાં ટેડીબીયર ૨ ઈંચથી લઈને છ ફૂટ સુધીના સંખ્યાબંધ વેરાયટીઓમાં આવેલ છે.

શોફટ હાર્ટ મ્યુઝીકલ તથા લાઈટીંગવાળુ હાર્ટ બે ઈંચથી ચાર ફૂટના આવેલ છે. જોહરકાર્ડસ વાળા યુસુફઅલી તથા હસનેનભાઈએ વધુમાં જણાવ્યું કે અમારે ત્યાં સ્પે.વેલેન્ટાઈન ડેની સ્પે.ગીફટો રેડીયમ કપલ શોપીસ, સીલ્વર, રેડ, વાઈટ કપલ શોપીસ, ટેડી બીયર બુકે ફલાવર સાથે, રેડહાર્ટવાળા કર્ટન (પરદા) કપલમગ, લવ મગ વીથ ગીફટ સેટ, કોમ્બોગફટ સેટ આવેલ છે. જે બોયઝ અને લેડીઝ માટે અલગ અલગ આવેલ છે.

બ્લુટુથથી ચાલતુ સ્પીકર વેલેન્ટાઈન સ્પે.કપલ મગ વીથી પીલોસેટ, એલઈડી મેસેજ ફ્રેમ વેલેન્ટાઈન ડે ના કાર્ડસ અંગે જોહરભાઈએ જણાવ્યું કે એસ.એમ.એસ. ઈ-મેઈલ, વોટસઅપના માધ્યમથી દરરોજ મેસેજ વાતચીત થતી હોવા છતાં આ આધુનિક ટેકનોલોજી કદી કાર્ડનું સ્થાન ન લઈ શકે.કાર્ડ એ પ્રેમ લાગણીનું પ્રતિક છે. તેમાં તમારા ખુદના હસ્તાક્ષર હોય છે. તમા‚ લખાણ પણ ઉમેરી શકો અને કાર્ડ કોઈ પણ સ્થળે લઈ જઈ શકાય. સાચવી શકાય, આપની લાગણીની અભિવ્યકિત થઈ શકે તેવા કાર્ડસ આવેલ છે.

જેવા કે બોકસ ટાઈપ કાર્ડસ, વીડીયો રેકોર્ડીંગ કાર્ડસ, વાઈફ અને હસબન્ડ માટે સ્પે.કાર્ડસ, મ્યુઝીકલ બોકર્સ કાર્ડસ, જેમ્બો કાર્ડસ, પોપ્પ કાર્ડસ જે ખોલતા સંખ્યાબંધ લવ કોટેશન લખેલ કાર્ડસ લવ મેમોરીઝ કાર્ડસ, લવ બુક લેટ ઘણા જ ડીઝાઈનોની આવેલ છે.લવ સ્ટોરી વાળી બોકસ બુકલેટ, સ્ક્રોલ વાળુ કાર્ડસ, મલ્ટી ફોલ્ડ કાર્ડસ, સ્ક્રોબુક, એકસ પ્લોર કાર્ડસ, ફલાવર તથા હાર્ટવાળુ બુકકાર્ડસ, ૧૦૧ રીઝન વાળુ કાર્ડસ સંખ્યાબંધ ડીઝાઈનો કાર્ડસ આવેલ છે. જોહર કાર્ડમાં વેલેન્ટાઈન ડેની ખરીદી ફકત યુવા વર્ગ જ આવે છે.તેવું નથી સીનીયર સીટીઝનનો પણ ખરીદી કરવા આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.