Abtak Media Google News

ધોરાજી-ઉપલેટાનાં ધારાસભ્ય લલીત વસોયાએ પોરબંદર લોકસભા બેઠક ઉપર કોઈ પણ કડવા પાટીદાર સમાજનાં ઉમેદવાર માટે પોતાની ઉમેદવારી જતી કરવાની તૈયારી બતાવી

છેલ્લા ચાર વર્ષ થયા પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા લેઉઆ અને કડવા પાટીદાર સમાજ રાજકિય અને તમામ રીતે સંગઠીત બનીને સમાજમાં જે ખોટા દુષણો ઘર કરી ગયા છે તેને તિલાંજલી આપી અને સમાજ વ્યસન મુકત બંને તેવા પ્રયત્નો હાથ ધરાઈ રહ્યા છે ત્યારે ધોરાજી-ઉપલેટાના ધારાસભ્ય લલીત વસોયાએ પાટીદાર સમાજની એકતા માટે પોરબંદર લોકસભા બેઠકની દાવેદારી જતી કરવાનું કહી સમાજને સંગઠીત રહેવા ઉપર ભાર મુકયો હતો.

છેલ્લા ઘણા સમયથી ખેડુત નેતા તરીકે ઉપસી રહેલા ધોરાજી-ઉપલેટાના લડાયક કોંગી ધારાસભ્ય લલીત વસોયાએ જણાવેલ કે છેલ્લા એક માસથી ગુજરાતના રાજકારણમાં કોંગ્રેસ-ભાજપ પક્ષમાં આયારામ-ગયારામની મોસમ ચાલી રહી છે. ત્યારે કોંગ્રેસ પક્ષ હરીફ ભાજપને પુરી રીતે લોકસભાની ચુંટણીમાં હરાવી શકે તે માટે એક કોંગ્રેસના સૈનિક તરીકે કોંગ્રેસ પાર્ટી માટે જે કરવું પડે તે તૈયાર હોવાનું જણાવી કોંગ્રેસ પક્ષ દ્વારા રાજકોટ લોકસભા બેઠક ઉપર લેઉઆ પટેલ સમાજના દિગ્ગજ નેતા નરેશભાઈ પટેલના પુત્ર શિવરાજભાઈ પટેલને લડાવવા માગે તો પોતે પોરબંદર લોકસભા બેઠકની દાવેદારી જતી કરી રાજકારણમાં જ્ઞાતિના સમીકરણો ખુબ જ અગત્યના હોય છે ત્યારે વ્યકિત નહીં પાર્ટી મહાન હોય છે. આવા સમયે પાર્ટીના એક સૈનિક તરીકે પાર્ટીને વધુ સંગઠિત કરવા મારી પણ એક ફરજનો ભાગ છે.

ત્યારે પોરબંદર લોકસભા બેઠક ઉપર કોઈપણ કડવા પાટીદાર સમાજના ઉમેદવાર માટે પોતે પોતાની ઉમેદવારી જતી કરવાનું જણાવેલ હતું. વધુમાં આ લડાયક ધારાસભ્ય લલીત વસોયાએ જણાવેલ કે પાટીદાર સમાજ જો રાજકિય રીતે સંગઠીત થતો હોય તો મારા માટે લોકસભાનીદાવેદારીનો ધારાસભ્ય પદ ઠુકરાવવાની તૈયારી છે. ધારાસભ્ય લલિત વસોયાના પોરબંદર બેઠક ઉપર કડવા પાટીદાર સમાજ ઉમેદવાર માટે પોતાની ઉમેદવારી જતી કરવાના નિવેદનથી સમગ્ર સૌરાષ્ટ્રમાં આ નિવેદનથી રાજકીય સમીકરણો બદલાઈ રહ્યા હોવાનું રાજકીય પંડિતો માની રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.