Abtak Media Google News

સરદાર પટેલ યુવા સંગઠનનું આયોજન: કેમ્પમાં તમામ તકેદારીનાં પગલા લેવાશે

કાલાવડમાં બુધવારે સ્વ. વિઠ્ઠલભાઇ રાદડીયાની પૂણ્યતિથી નિમિતે સરદાર પટેલ યુવા સંગઠન-કાલાવડ દ્વારા ‘મેગા બ્લડ ડોનેશ કેમ્પ’નું આયોજન કરાયુ છે.

સૌરાષ્ટ્રના સાવજ અને છોટે સરદારના નામથી જાણીતા સોના લોકપ્રિય ખેડૂત નેતા સ્વ. વિઠલભાઇ રાદડિયાની પ્રથમ વાર્ષિક પૂણ્યતિથી નિમિતે સરદાર પટેલ યુવા સંગઠન-કાલાવડ દ્વારા આગામી તા.૨૯ને બુધવારના રોજ લેઉવા પટેલ સમાજ કાલાવડ શહેર ખાતે સવારના ૮થી ૩:૩૦ વાગ્યા સુધી ‘મેગા બ્લડ ડોનેશન કેમ્પ’નું આયોજન કરેલ છે તો સર્વ કાર્યકર્તાઓ સહિત સૌ કોઇ આ બ્લડ ડોનેશેન કેમ્પમાં પધારી આયોજનને વધુ સફળ બનાવવા આયોજકો દ્વારા ભાવભર્યુ આમંત્રણ પાઠવેલ છે કોવિડ-૧૯ના નિયમાનુસાર સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરવું ફરજીયાત છે. જેનું સૌ કોઇએ પાલન કરવા જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.