Abtak Media Google News

કેબિનેટ મંત્રી, સાંસદો, શહેર ભાજપના આગેવાનો, આહિર સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે

પ્રખર ધારાશાસ્ત્રી, સમાજ સેવક, રાજ્ય સભાના સાંસદ સભ્ય સ્વ. અભયભાઈ ભારદ્વાજની પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિતે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા મહા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું છે.

રાધે યુવા ગ્રુપ-ભગવતીપરા દ્વારા અનેકવિ સેવાકીય પ્રવૃત્તિઓના ભાગ‚પે આગામી તા. ૧-૧-૨૦૨૧ ને શુક્રવારના સવારે ૯ થી ૪ કલાક સુધી ભગવતીપરા શેરી નં. ૧૯, આહિર સમાજની વાડી ખાતે મહા રક્તદાન કેમ્પ સ્વ. અભયભાઈ ભારદ્વાજની પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિતે યોજાશે. હાલમાં કોરોના મહામારીના કારણે થેલેસેમીયા પીડિતો, અને અનેક દર્દીઓને રક્તની તાતી જરૂરિયાતને પહોંચી વળવા રક્તદાન કરી સમાજ સેવક અભયભાઈને શ્રદ્ધાંજલી અર્પિત કરવામાં આવશે. ત્યારે શહેરીજનોએ રક્તદાન કરી આ સત્કાર્યમાં જોડાવવા રાધે યુવા ગ્રુપ – ભગવતીપરા એ અનુરોધ કર્યો છે. આ કેમ્પમાં અંદાજે ૭૦૦થી ૮૦૦ બોટલ રક્ત એકત્ર થનાર છે

અનેક વિધ સેવાકીય પ્રવૃત્તિ કરનાર રાધે યુવા ગુ્રપના મહા રક્તદાન કેમ્પમાં જવાહરભાઈ ચાવડા કેબીનેટ મંત્રી ગુજરાત રાજ્ય, પૂનમબેન માડમ સાંસદ જામનગર, મોહનભાઈ કુંડારીયા સાંસદ રાજકોટ, નિતીનભાઈ ભારદ્વાજ પ્રદેશ ભાજપ અગ્રણી, અંજલીબેન રૂપાણી ભાજપ મહિલા અગ્રણી, અંશભાઈ ભારદ્વાજ, ધનસુખભાઈ ભંડેરી ચેરમેન મ્યુ. ફાયનાન્સ બોર્ડ તથા ધારાસભ્યો ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, કમલેશભાઈ મિરાણી શહેર ભાજપ પ્રમુખ, ભાજપ અગ્રણીઓ બીનાબેન આચાર્ય, અશ્વિનભાઈ મોલીયા, પરેશભાઈ પીપળીયા તથા આહીર સમાજના અગ્રણીઓ લાભુભાઈ ખીમાણીયા, ઘનશ્યામભાઈ હેરભા, ઉદયભાઈ કાનગડ, નાગદાનભાઈ ચાવડા, ભાનુભાઈ મેતા, હરિભાઈ ડાંગર, પ્રદિપભાઈ ડવ તથા આહીર સમાજની વિવિધ સંસ્થાના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહેશે.

આ રક્તદાન કેમ્પમાં રકતદાન કરવા રક્તદાતાઓને રાધે યુવા ગુ્રપના દિલીપભાઈ આહીરે હાંકલ કરી છે.

રાધે યુવા ગૃ્રપના આયોજનને સફળ બનાવવા  રમેશભાઈ ચાવડા, રણજીતભાઈ ચાવડા, રમેશભાઈ બૌવા, સંદીપભાઈ ડાંગર, જીજ્ઞેશભાઈ સોનારા,  સુભાષાભાઈ ખટારીયા, ભાનુભાઈ મકવાણા, શૈલેષભાઈ સોનારા, મોહિતભાઈ આગરીયા, દિપકભાઈ મિયાત્રા તથા અમિતભાઈ બોરીચા જહેમત ઉઠાવી રહ્યા છે તેવું પ્રકાશભાઈ છૈયાની યાદીમાં જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.