Abtak Media Google News

સ્વ. ભીખાભાઇ વસોયાના સ્મરણાર્થે

જયોતિ કોમ્પ્લેક્ષ, મવડી ચોકડી પાસે સવારના ૯ થી કેમ્પની શરૂઆત

સ્વ. રતીભાઇ રામભાઇ બોરીચા પરિવાર સાથે સ્વ. ભીખાભાઇ વસોયાનો પારીવારિક નાતો જગજાહેર છે અને સ્વ. ભીખાભાઇ વસોયાના અકાળ અવસાન થી વસોયા પરિવારની સાથે સ્વ. રતીભાઇ રામભાઇ બોરીચા  પરિવારના રાજુભાઇ બોરીચા તથા વૈભવભાઇ બોરીચા પણ ઉડા શોકમાં ગરકાવ છે. ત્યારે સ્વ. રતિભાઇ રામભાઇ બોરીચા પરિવાર દ્વારા છેલ્લા ચાર દિવસથી  અલગ અલગ સેવાકીય સંસ્થાઓને દાન કરીને સ્વ. ભીખાભાઇ વસોયાને શ્રઘ્ધાંજલી આપવામાં આવી રહી છે જે મા જય સરદાર ગૌ સેવા ટ્રસ્ટ, બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ, શ્રીજી ગૌ શાળા, કરુણા ફાઉન્ડેશન વગેરે સંસ્થા ઓને ફુલ નહી તો ફૂલની પાખડી રૂપે સહાય ફંડ આપીને સ્વ. ભીખાભાઇ વસોયા સાથેના પારીવારિક સંબંધોને ઉજળા કર્યા છે. ત્યારે તા. ૧૪/૧૦/૨૦૨૦ ને બુધવારના રોજ ‘જયોત કોમ્પ્લેક્ષ’ મવડી મેઇન રોડ, મવડી ચોકડી પાસે સવારના ૯ થી ૧ વાગ્યા સુધી સીવીલ હોસ્પિટલની બ્લડ બેંકના સહયોગથી થેલેસેમીયા રોગથી પીડીત બાળકો માટે રકત દાન કેમ્પનું આયોજન રાખેલ છે. આ રકતદાન કેમ્પમાં દરેક રકતદાતાને બોરીચા પરિવાર તરફથી સારી કવોલીટી નું નાસ લેવા માટેનું ઇલેકટીક ઇન્સ્ટયુમેનટ સાથે તુલસીના છોડ, માસ્ક તથા સ્વ. ભીખાભાઇ વસોયાના નામની નોનવુવન બેગ, માસ્ક ભેટ આપવામાં આવશે.

હાલની કોરોના મહામારી સાથે બ્લડ બેંકમાં લોહીની અછત હોવાથી આ સમાજલક્ષી કાર્ય કરવા પ્રેરણા આપેલ છે. આ રકતદાન કેમ્પને સફળ બનાવવા અને વધુમાં વધુ લોકો સ્વ. ભીખાભાઇ વસોયાને શ્રઘ્ધાજલી આપવા રકતદાન કરે એવા પ્રયાસો વૈભવભાઇ રાજુભાઇ બોરીચા, અમિતભાઇ બોરીચા, સંજયભાઇ પીપળીયા, સંજયભાઇ બોરીચા, પ્રવીણભાઇ પાઘડાર, આયદાનભાઇ ખાદા, જયભાઇ બોરીચા, વિજયભાઇ નાથાભાઇ વાંક,  ભુપતભાઇ બસીયા, વિકમભાઇ વાંક, વિનોદભાઇ સભાયા, દિપકભાઇ ભાલાળા, તરંગભાઇ રૂપાપરા, હાર્દિકભાઇ ગઢીયા, ગોવિંદભાઇ વિરડીયા, વિરાજભાઇ વાંક, જે.પી. સોરઠીયા (ગ્રીન પાર્ક) પ્રભાતભાઇ સબાડ વગેરે યુવાનો જહેમત ઉઠાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.