Abtak Media Google News

અકસ્માત સર્જાય છે ને વારંવાર થાય છે ટ્રાફિકજામ

શાપર વેરાવળમાં હાઈ-વે ઓવરબ્રિજ તથા સર્વિસ રોડમાં મોટા-મોટા ગાબડા પડી ગયા હોય લોકોને મોટી મુશ્કેલી પડી રહી છે. રસ્તા પર મોટા મોટા ગાબડા પડી જતાં વાહન વ્યવહાર અવાર-નવાર અટકી જાય છે. કેટલીક વખત અકસ્માતો સર્જાય છે.

શાપર-વેરાવળમાં એક માસ પહેલા બનાવેલ  રોડમાં ભ્રષ્ટાચાર‚પિ ગાબડાઓ સામે આવ્યા છે. બંને સર્વિસ રોડ માં છેલ્લા એક માસથી મોટા ગામડાઓ પડી ગયા હોય અકસ્માતની હારમાળા સર્જાઈ છે ૨૦૧૭ ની ચૂંટણી પૂર્વ તાત્કાલિક ધોરણે ઘણા વર્ષથી ચાલી આવતી શાપર વેરાવળ પારડી ટ્રાફિક સમસ્યાઓને ઉકેલ માટે ઓવર બ્રીજનું નિર્માણ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ  કરોડો ના ખર્ચ કરાવી આપ્યું હતું. પણ હાલની પરિસ્થિતિમાં મસમોટા  ખાડાઓ પડી ગયા  છે. જેના કારણે અકસ્માત ઝોન બની રહ્યા છે.

રાજ્કીય આગેવાનોને આ રોડમાં  થયેલ  ભ્રષ્ટાચારની ગંધ આવી ગઈ હોય  તેમ જણાય છે. જોકે આ ત્રણેય ઓવરબ્રિજ કોઈ જાતના ઉદ્ઘાટન  વગર જ ધમધમતા થઈ ગયા છે. આ રોડના કામમાં મોટો ભ્રષ્ટાચાર થયો  હોવાની લોક ચર્ચાઓ સાંભળવા મળે છે આ રોડ રીપેર થયાના એક માસમાં જ અનેક જગ્યાએ પડેલા મસમોટા ખાડાઓ પડ્યા છે. શાપર વેરાવળના બંને સર્વિસ રોડ પર છેલ્લા એક માસથી તથા ઓવરબ્રિજ ઉપર મોટા માસ ગાબડાઓ સરકારી બાબુઓને દેખાયા નહીં હાયે ? તેવા સવાલો લોકોમાં પુછાઈ રહ્યાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.