ગવરીદળ પાસેથી રૂા.૫.૧૮ લાખનો વિદેશી દારૂનો જંગી જથ્થો પકડાયો

52

બામણબોરના શખ્સનો વિદેશી દારૂ હોવાનું ખુલ્યુ: વાડીની ઓરડીમાં દારૂ છુપાવ્યો’તો: ક્રાઇમ બ્રાન્ચની ટીમને મળી વધુ એક સફળતા

શહેરની ભાગોળે આવેલા મોરબી રોડ પરના ગવરીદળ પાસે વાડીની ઓરડીમાં વિદેશી દારૂનો જંગી જથ્થો છુપાવવામાં આવ્યાની બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે દરોડો પાડી રૂા.૫.૧૮ લાખની કિંમતની ૧૭૨૮ બોટલ વિદેશી દારૂનો જંગી જથ્થો પકડી તપાસ કરતા વિદેશી દારૂનો જથ્થો બામણબોરના શખ્સોનો હોવાનું બહાર આવતા પોલીસે તેની શોધખોળ હાથધરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગવરીદળ મેપા લાલજી જાદવની ટીડાબાપા સુરાપુરાની ડેરી પાસે ઓરડીમાં વિદેશી દારૂ છુપાવ્યાની બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચ એસીપી જે.એચ.સરવૈયા, પી.આઇ. એચ.એમ.ગઢવી, એએસઆઇ બલભદ્રસિંહ જાડેજા,હેડ કોન્સ્ટેલ મહિપાલસિંહ, કોન્સ્ટેબલ ચેતનસિંહ ગોહિલ, વિરેન્દ્રસિંહ જાડેજા, કુલદીપસિંહ રાણા સહિતના સ્ટાફે વિદેશી દારૂ અંગે દરોડો પાડયો હતો.

વાડીની ઓરડીમાં છુપાવેલો રૂા.૫.૧૮ લાખની કિંમતની પાર્ટી સ્પેશ્યલ બ્રાન્ડની ૧૭૨૮ બોટલ વિદેશી દારૂ મળી આવતા પોલીસે વિદેશી દારૂ કબ્જે કરી તપાસ કરતા વિદેશી દારૂ બામણબોરના અજય દિનેશ ચાવડા નામના શખ્સે છુપાવ્યાનું બહાર આવતા ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા અજય ચાવડાની શોધખોળ હાથધરી છે.

Loading...