Abtak Media Google News

IPL ની  ધમાકેદાર શરૂઆત થઇ ગઇ છે અને દરેક ટીમ ટોપ પર રહેવા માટે સખત મહેનત કરી રહી છે અને પોતાના દબદબો યથાવત રાખવા માટે પણ પ્રયાસ કરી રહી છે. ઇન્ડિયન પ્રીમિયર લીગમાં લેગ સ્પિનરોને નોંધપાત્ર સફળતા મળી છે અને દરેક ટીમમાં રિસ્ટ સ્પિનરનું એક વિશિષ્ટ સ્થાન છે તેમ લેજન્ડરી ક્રિકેટર કપિલ દેવ માની રહ્યો છે. કપિલ દેવે કહ્યું કે, ઈંઙકમાં રિસ્ટ સ્પિનરોની સફળતાને જોઈને જ અશ્વિન જેવા ઓફ સ્પિનરે પણ લેગ બ્રેક બોલિંગ પર હાથ અજમાવવાનો શરૃ કર્યો છે. કપિલ દેવે કહ્યું કે, દરેક ફ્રેન્ચાઈઝીનું બોલિંગ આક્રમણ અત્યંત ભિન્ન છે. તેઓ પીચને અનુકૂળ બોલિંગ કોમ્બિનેશન પર ભાર મૂકે છે.

જોકે આઇપીએલના અત્યાર સુધીના ઈતિહાસ પર નજર કરીએ તો સૌથી સફળ બોલર તરીકે તો લેગ સ્પિનરો જ ઉભરી આવ્યા છે. મુંબઈમાં એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે આવી પહોંચેલા કપિલ દેવે કહ્યું કે, દરેક ટીમની પાસે એક લેગ સ્પિનર છે. અશ્વિન જેવો ટોચનો ઓફ સ્પિનર પણ લેગ  સ્પિન બોલિંગને વધુ પસંદ કરી રહ્યો છે. આ જ દર્શાવે છે કે આઇપીએલમાં અન્ય બોલરો કરતાં લેગ સ્પિનરો કેટલા સફળ છે. લેગ-સ્પિનર્સ વિકેટ ટેકર સાબિત થયા છે આઇપીએલમાં લેગ સ્પિનર્સ જ કેમ સફળ રહ્યા છે, તે અંગે કપિલ દેવે કહ્યું કે, આ માટે કોઈ એક કારણ તો આપી શકાય તેમ નથી, પણ સામાન્ય રીતે એવું જોવા મળ્યું છે કે લેગસ્પિનર વિકેટટેકર્સ હોય છે. જેના કારણે તેમને પ્રાથમિકતા મળે છે.

કપિલે ઉદાહરણ રજુ કરતાં કહ્યું કે,  રાજસ્થાન રોયલ્સની મેચમાં જ અનુભવી હરભજન બહાર બેઠો હતો, જ્યારે લેગ સ્પિનર કર્ણ શર્માને ચેન્નાઈની ટીમે મેદાન પર ઉતાર્યો હતો. ઈંઙક ૧૧ના પ્રભાવશાળી લેગ સ્પિનર્સ IPL ૧૧માં પ્રભાવ પાડનારા લેગ સ્પિનર્સમાં સૌથી પહેલું નામ મુંબઈ ઈન્ડિયન્સના મયંક માર્કન્ડેનું લેવું પડે. આ ૨૦ વર્ષીય સ્પિનરે ચેન્નાઈ સામે કારકિર્દીની પ્રથમ આઇપીએલ મેચ રમતાં ધોની સહિતના ત્રણ ધુરંધરોને માત્ર ૨૩ રન આપીને પેવેલિયનમાં પહોંચાડયા હતા. જ્યારે તે પછીની મેચમાં તેણે ૨૩ રન આપીને સાહા, ધવન, મનીષ પાંડે અને શાકીબ જેવી મેજર વિકેટ ઝડપી હતી. હૈદરાબાદની ટીમમાં અફઘાનિસ્તાનનો સુપરસ્ટાર લેગ સ્પિનર રાશિદ ખાન  છે. કોહલીની આગેવાની હેઠળની બેંગ્લોરની ટીમમાં યઝવેન્દ્ર ચહલ જેવો અનુભવી લેગ સ્પિનર છે. જ્યારે કોલકાતા નાઈટ રાઈડર્સમાં પિયુષ ચાવલા તેમજ ચેન્નાઈની ટીમમાં ઈમરાન તાહીરની સાથે કર્ણ શર્મા જેવા લેગ સ્પિનર્સ છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.