Abtak Media Google News

કેરળના ઈડુક્કી જિલ્લાના રાજમલામાં ભૂસ્ખલનથી 13 લોકોના મોત થયા છે. કેરળના સ્વાસ્થ્ય મંત્રીએ જણાવ્યું હતું કે ઘટનાસ્થળે મોબાઈલ ટીમ અને 14 એમ્બ્યુલન્સ મોકલાઈ છે. અત્યાર સુધીમાં 10 લોકોને બચાવી લેવાયા છે. આ વિસ્તાર પર્યટન સ્થળ મુન્નારથી 25 કિમી દુર છે.

કેરળના ઘણા વિસ્તારોમાં ત્રણ દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે. સ્થાનિક તંત્રના જણાવ્યા પ્રમાણે આ ઘટનામાં 70થી વધારે લોકો ફસાયા હોવાની આશંકા છે. બચાવ કામગીરી ચાલું છે.

જે જગ્યાએ ભૂસ્ખલન થયું તે ચાના બગીચામાં કામ કરતા મજૂરોની કોલોની હતી. લેન્ડ સ્લાઈડથી આખો વિસ્તાર સંકજામાં આવી ગયો. કાટમાળમાં મજૂરોના 20થી વધુ ઘર વહી ગયા. મળતી માહિતી પ્રમાણે, મોટાભાગના મજૂર તમિલનાડુના રહેવાસી હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.