Abtak Media Google News

રાજકોટ જિલ્લામાં ‘ગુજરાત દિન’ થી શરૂ નારા સુજલામ સુફલામ જળઅભિયાનના એકશન પ્લાનની સમીક્ષા કરતા મંત્રી

વર્તમાન ગ્રિષ્મ ઋતુ દરમિયાન ખાલી યેલા જળાશયોમાંથી માટી કાઢી તેની જળ ક્ષમતા વધારવા માટે આગામી ૧ મે એટલે કે ગુજરાત સપ્ના દિનની શરૂ નારા સુજલામ સુફલામ જળ અભિયાનના રાજકોટ જિલ્લાના એકશન પ્લાનની પ્રભારી મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ સમીક્ષા કરી હતી. તેમણે જમીનને પાણીની બેંક ગણાવી, આ અભિયાન સફળ બનાવવા સામાજિક, સ્વૈચ્છિક અને ધાર્મિક સંસઓને સો જોડવા આહવાન કર્યું હતું.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવસૈયાએ વિગતો આપી હતી કે રાજ્ય સરકાર દ્વારા જળ સંચયની કામગીરીને સોમાસા પૂર્વે જ વેગ મળે અને વધુમાં વધુ જળ સંચયની કામગીરી કરી શકાય તે ઉપરાંત પાણીનો ખોટો વ્યય અટકે તેવા શુભાશયી ઉક્ત અભિયાન હાથ ધરવામાં આવનાર છે. જેમાં ગ્રામકક્ષાએ આવેલા તળાવોઉંડા ઉતારવા, હયાત ચેકડેમો, નાના અને મોટા જળાશયોમાંથી માટી કાંપ કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત નદીઓમાં ઠતું પ્રદૂષણ અટકાવાની કામગીરી, નદી કાંઠા ઉપર વૃક્ષારોપણ, વનતલાવડીને પુનજીર્વિત, કેનાલ સફાઇ, પાણી પુરવઠાની પાણીની લાઇનમાં લિકેઝ દૂર કરવા, વાલ્વ મરામતની કામગીરી આ અભિયાન હેઠળ આવરી લેવામાં આવશે. પાણીના કરકસરપૂર્ણ ઉપયોગ માટે જનજાગૃત્તિ અભિયાન પણ સાથે હાથ ધરવામાં આવશે.

પ્રભારી મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પોતાના અનુભવો વર્ણવી ઉપસ્તિ અધિકારીઓને માર્ગદર્શન આપતા કહ્યું કે, આ અભિયાનમાં સામાજિક, સ્વૈચ્છિકઅને ધાર્મિક સંસથાઓને પણ જોડવી પડશે. ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં એક તબક્કો એવો હતો કે જેમાં જળસંચયના વ્યાપક કામો કરવામાં આવ્યા હતા અને ત્યારે સ્વૈચ્છિક સંસઓનો સુંદર સહયોગ પ્રાપ્ત થયો હતો. તેના પરિણામ સ્વરૂપ સૌરાષ્ટ્રમાં ગામેગામ જળ સંચયના કામો કરવામાં આવ્યા હતા. આ વખતે પણ એવો સહયોગ મળે એ જરૂરી છે. તેમણે પાણી ચોરીની પ્રવિૃ્ત અટકાવવા ઉપર પણ ભાર મૂક્યો હતો.

આ અભિયાનમાં જળ સંપત્તિ વિભાગ, ગ્રામ વિકાસ વિભાગ, શહેરી વિકાસ વિભાગ, વન અને પર્યાવરણ વિભાગ, પાણી પુરવઠા વિભાગને આવરી લેવામાં આવ્યા છે અને એના દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવશે. પ્રભારી મંત્રી, પ્રભારી સચિવ આ કામગીરી ચાલતી હોય ત્યારે મુલાકાત લેશે.

આ બેઠકમાં સાંસદ મોહનભાઇ કુંડારિયા, ધારાસભ્ય અરવિંદભાઇ રૈયાણી, અગ્રણીઓ  ડી. કે. સખિયા, ભરતભાઇ બોઘરા, જયંતિભાઇ ઢોલ, ભાનુભાઇ મેતા, પ્રભારી સચિવ હારિત શુક્લા, કલેક્ટર ડો. રાહુલ ગુપ્તા, નિવાસી અધિક કલેક્ટર હર્ષદ વોરા, રૂડાના સીઇઓ પંડ્યા, કાર્યપાલક ઇજનેર કાપડી, સુશ્રી ધરા વ્યાસ,નાયબ કલેક્ટરઓ ઉપસ્તિ રહ્યાં હતા.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.