Abtak Media Google News

ભાદર ડેમમાં ૨.૨૬ ફૂટ, આજી-૧માં ૧.૪૮ ફૂટ,

૨.૯૫ ફૂટ સહિત ૨૦ ડેમમાં નવા નીરની આવક

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં શુક્રવારે પડેલા અનરાધાર વરસાદને કારણે જળાશયોમાં માતબર પાણીની આવક વા પામી છે. શહેરનું રાજાશાહી સમયનું રાંદરડા અને લાલપરી તળાવ ઓવરફલો થઈ ગયા છે. આ ઉપરાંત આજી-૨ અને આજી-૩ ડેમ પણ છલકાઈ જતાં આજે સવારે પણ ડેમના એક-એક દરવાજા  એક થી ૨ ફૂટ સુધી ફુલ્લા રાખવામાં આવ્યા હતા. છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૨૦ જળાશયમાં નવા નીરની આવક થવા પામી છે.

રાજકોટ સિંચાઈ પુર વર્તુળ એકમ હસ્તકના ૨૦ જળાશયોમાં ૨૪ કલાક દરમિયાન આવક થવા પામી છે. જેમાં ભાદર-૧ ડેમમાં નવું ૨.૨૬ ફૂટ પાણી આવતા ડેમની સપાટી ૧૫ ફૂટે પહોંચી જવા પામી છે. આજી-૧ ડેમમાં નવું ૧.૪૮ ફૂટ આવતા ડેમ ૧૭.૫૦ ફૂટ જેટલો ભરાઈ ગયો છે. ડેમમાં પણ ૨.૯૫ ફૂટ પાણી આવતા ડેમની સપાટી ૧૪.૮૦ ફૂટે પહોંચી જવા પામી છે. જ્યારે રાજકોટની જળ જરૂરીયાત સંતોષતુ અન્ય એક જળાશય લાલપરી ગઈકાલે ઓવરફલો ઈ ગયો હતો. આજે પણ સવાર લાલપરીમાં ઓવરફલો ચાલુ છે.

આજે સવારે પુરા તાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ભાદર, આજી, ન્યારી, લાલપરી ઉપરાંત આજી-૨ ડેમમાં ૦.૩૬ ફૂટ નવું પાણી આવ્યું છે. ડેમ ૮૭.૨૧ ટકા જેટલો ભરાઈ જતાં સલામતીના ભાગરૂપે ડેમના ૧૬ પૈકી ૨ દરવાજા ૧ ફૂટ સુધી ખુલ્લા રાખવામાં આવ્યા છે. આજી-૩ ડેમમાં નવું ૨.૩૦ ફૂટ પાણી આવતા ડેમ ૯૨ ટકા જેટલો ભરાઈ જતા ડેમના ૧૮ પૈકી એક દરવાજો ૧ ફૂટ ખુલ્લો કરી દેવામાં આવ્યો છે. સૂરવોમાં ૧૪ ફૂટ, ૨.૯૫ ફૂટ, ૨.૧૩ ફૂટ, લાલપરીમાં ૩.૯૪ ફૂટ, ભાદર-૨માં ૨.૪૬ ફૂટ, મચ્છુ-૧માં ૪.૯૨ ફૂટ, મચ્છુ-૨માં ૦.૧૩ ફૂટ, ૦.૨૩ ફૂટ, ૧.૬૧ ફૂટ, ઘોળાદ્રોઈમાં ૩.૨૮ ફૂટ, ૧.૩૧ ફૂટ, મચ્છુ-૩માં ૦.૩૩ ફૂટ, વઢવાણ ભોગાવો-૨માં ૦.૪૦ ફૂટ, ફલકુમાં ૦.૩૩ ફૂટ, ત્રિવેણી ઠાંગામાં ૧૦.૧૭ ફૂટ અને સાકરોલી ડેમમાં ૮.૦૭ ફૂટ પાણી આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.