Abtak Media Google News

પ્રકાશના પર્વમાં દીપક, રંગોળી, તાંબાના સિક્કા, કળશ, શ્રીયંત્ર, કમળ-ગેંદાના ફૂલ અને નૈવૈદ્યથી કરો માતા લક્ષ્મીજીને પ્રસન્ન

દીપાવલી એ હિન્દુ ધર્મનો વર્ષ દરમયાનનો સૌથી મહત્વનો અને મોટો તહેવાર છે. મનુષ્યમાં રહેલા દુગુર્ણો ઉપર સદગુણોના વિજયના પ્રતિકરૂપે તેઓ માટીના નાનકડા કોડિયામાં રૂની દિવેટ બનાવીને દીવામાં તેલ ભરી તેને પ્રગટાવે છે. દિવાળીના પાંચ દિવસના ઉત્સવને નવા ચંદ્રના ઉદય સાથે અશ્ર્વિન મહિનાના અંતમાં અને કારતક મહિનાની શ‚આતમાં ગોઠવવામાં આવ્યો છે.

દિવાળીનો તહેવાર ‘પ્રકાશના પર્વ’ તરીકે જાણીતો છે. દિવાળી વિક્રમ સવંત પ્રમાણે વર્ષનો છેલ્લો દિવસ ગણાય છે. દીપાવલીની સંધ્યાથી જ આપણા સમાજમાં બેસતા વર્ષના આગમનને વધાવવા માટે આખા ઘરને દીપમાળાથી સજાવવામાં આવે છે. દીવડાના ઝગમગાટમાં ઉત્સાહી યુવાનો અવનવા ફટાકડા ફોડીને આખી રાત દિવાળીનો આનંદ માણતા હોય છે. ઘરનો સ્ત્રીવર્ગ આંગણામાં સુશોભિત અવનવી ભાતવાળી રંગોળી બનાવી દિવાળીને આવકારે છે. દિવાળીના શુભ દિવસે મહાલક્ષ્મીની પુજા કરવામાં આવે છે. આ પુજાની સાથે જ ઘર અને પૂજા ઘરને સજાવવા માટે કેટલીક શુભ વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે તો આવો જાણીએ આ વર્ષે કેવી રીતે માતા લક્ષ્મીજીને પ્રસન્ન કરીશું ?

દીપક

દિવાળીની પુજામાં દીવાનું સ્થાન મહત્વપૂર્ણ છે. તેમાં પણ ફકત માટીના દીવાનું જ મહત્વ છે. જેમાં પાંચ તત્વો સમાવિષ્ટ છે. માટી, આકાશ, જળ, અગિન અને વાયુ. આથી દરેક હિન્દુ પુજામાં આ પંચતત્વોની હાજરી અનિવાર્ય છે.

રંગોળી

હિન્દુ પરંપરા મુજબ વિવિધ ઉત્સવોમાં અને માંગલિક પ્રસંગોમાં ઘરના આંગણાને રંગોળીથી સજાવવામાં આવે છે. આ સજાવટમાં જ સમૃદ્ધિના દ્વાર ખોલે છે. ત્યારે દિવાળીના મહાપર્વમાં પણ લોકો અગિયારસના દિવસથી જ ઘરની સાફ સફાઈ કરીને આંગણા, ઘરની વચ્ચે કે દરવાજાની સામે વિવિધ ભાતવાળી રંગોળી બનાવે છે.

કૌડી

પીળા રંગની કૌડીને દેવી લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે. દિવાળીના દિવસે ચાંદી અને તાંબાના સિકકાની સાથે જ કૌડીની પુજા પણ મહત્વની માનવામાં આવે છે. પૂજન થયા પછી એક-એક પીળી કૌડીને જુદા જુદા લાલ કપડામાં બાંધીને ઘરની તિજોરીમાં કે ખિસ્સામાં રાખવાથી ધન સમૃદ્ધિ વધે છે.

તાંબાના સિકકા

તાંબાના સિકકામાં સાત્વિક લહેરો ઉત્પન્ન કરવાની ક્ષમતા અન્ય ધાતુઓની અપેક્ષાએ વધુ હોય છે. કળશમાં ઉઠતી લહેરો વાતાવરણમાં પ્રવેશ કરે છે. જો કળશમાં તાળાના પૈસા નાખવામાં આવે તો તેનાથી ઘરમાં શાંતિ અને સમૃદ્ધિના દ્વાર ખુલશે. આમ તો આ ઉપાય સામાન્ય લાગે પરંતુ તેની અસર ખુબ જ પ્રભાવશાળી હોય છે. આથી દિવાળીમાં તેનું મહત્વ વધુ છે.

મંગળ કળશ

દિવાળીમાં લક્ષ્મીપૂજન વખતે જમીન પર કંકૂથી અષ્ટદળ કમળની આકૃતિ બનાવીને તેના પર કળશ મુકવામાં આવે છે. એક કાસ્ય, તામ્ર, રજત કે સુવર્ણ કળશમાં પાણી ભરીને તેમાં કેટલાક પાન મુકીને તેના મુખ પર નારિયળ મુકવામાં આવે છે. કળશ પર કંકુ સ્વસ્તિકનું નિશાન બનાવીને તેના ગળા પર નાડી છડી બાંધવામાં આવે છે.

શ્રીયંત્ર

ધન અને વૈભવનું પ્રતિક લક્ષ્મીજીનું શ્રીયંત્ર આ સૌથી લોકપ્રિય પ્રાચીન યંત્ર છે. શ્રીયંત્ર ધનની પ્રાપ્તી માટે જરૂરી છે. શ્રીયંત્ર અને ધનની દેવી લક્ષ્મીને આકર્ષિત કરનારું શકિતશાળી યંત્ર છે. દિવાળીના દિવસે તેની પુજા કરવી જોઈએ.

કમળ અને ગેંદાના ફુલ

કમળ અને ગેંદાના ફુલને શાંતિ સમૃદ્ધિ અને મુકિતના પ્રતિક માનવામાં આવે છે. બધા પુજા ઉપરાંત ઘરની સુંદરતા, શાંત અને સમૃદ્ધિ માટે આ ખુબ જ જ‚રી છે.

નૈવૈદ્ય અને મીઠાઈ

લક્ષ્મીજીને નૈવૈદ્યમાં ફળ, મીઠાઈ, મેવા અને પેંડા ઉપરાંત ધાણી, પતાશા, સાકરિયા, શકકરપારા, ઘુઘરા વગેરેનો ભોગ ધરાવવામાં આવે છે. નૈવૈદ્ય અને મીઠાઈઓ આપણા જીવનમાં મીઠાશ કે મધુરતા ભેળવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.