Abtak Media Google News

શેરહોલ્ડરોનું હિત જાળવવા આરબીઆઇ તત્પર: મર્જરની સમય મર્યાદા દસ દિવસ પાછળ ઠેલી

૯૪ વર્ષ જૂની લક્ષ્મી વિલાસ બેન્ક અને મૂળ સિંગાપોરની ડીબીએસ વચ્ચે થનારુ મર્જર શેર હોલ્ડરો અને પ્રમોટરો માટે અવસર લઈ આવે તેવી શક્યતા છે. વર્તમાન સમયે આ બંને બેંકના મર્જર મુદ્દે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા રેગ્યુલેશન ઘડવા તત્પર છે. પરિણામે મર્જરની સમય મર્યાદા દસ દિવસ પાછળ ઠાલવવામાં આવી છે.

લક્ષ્મી વિલાસ બેન્ક દેશની સૌથી જૂની બેંક પૈકીની એક બેંક છે આ ઉપરાંત સ્ટ્રક્ચર કો-ઓપરેટીવ સમાન હોવાના કારણે અનેક ફેરફાર સંચાલનમાં થઈ શકે છે. બીજી તરફ વ્યાપ પણ અસરકારક હોવાના કારણે સિંગાપોરની મહત્વની ડીબીએસ બેન્ક સાથે લક્ષ્મી વિલાસ બેન્ક નું મર્જર થવા તખ્તો ઘડાયો છે. આવા સમયે એક મહત્વનો મુદ્દો પણ સામે આવ્યો છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા લક્ષ્મી વિલાસ બેન્કના મર્જરમાં દેશહિત જોવામાં આવશે. ડીબીએસ બેન્કને લક્ષ્મી વિલાસ બેન્કનું સંચાલન સોંપતા પહેલા શેરહોલ્ડરનું હિત જોવામાં આવશે.

વર્તમાન સમયે લક્ષ્મી વિલાસ બેન્કનો શેર રૂ નવ સુધી પહોંચી ગયો છે એક સમયે લક્ષ્મી વિલાસ બેન્કના શેરની કિંમત વધુ હતી. તે સમયે લક્ષ્મી વિલાસ બેન્કના પચાસ ટકા શેર લઈ સંચાલન કરવાની તૈયારી ડીબીએસ બેન્કએ બતાવી હતી. પરંતુ તે સમયે લક્ષ્મીવિલાસના પ્રમોટરોને માત્ર રોકાણકારો જોઈતા હતા સંચાલકો નહીં.

દરમિયાન લક્ષ્મી વિલાસ બેન્કને ડીબીએસ બેન્ક સાથે જોડવાની તૈયારી થઈ રહી છે. અત્યારે શેરના ભાવ નીચા છે ત્યારે ભારતીય બેંકનું હીત જોઈને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ લક્ષ્મી વિલાસ બેન્કમાં રૂપિયા ૨૫૦૦ કરોડ ઠાલવવા માટે ડીબીએસ બેન્કને કહ્યું છે.

લક્ષ્મી વિલાસ બેન્કની મુખ્ય તકલીફ તરલતા છે. થાપણો અને વ્યવહાર વચ્ચે તરલતા ન હોવાથી બેંક ત્રણ વર્ષથી તકલીફમાં ચાલી રહી હતી. હવે બેંકમાં મોટું ભંડોળ ઠલવાતા તરલતાનો પ્રશ્ન ઉકેલાઈ જશે.

નોંધનીય છે કે વર્ષ ૨૦૧૮માં લક્ષ્મી વિલાસ બેન્ક દ્વારા જેપી મોર્ગનને રોકાણકારોના માધ્યમથી કેપિટલ વધારવાની જવાબદારી સોંપવામાં આવી હતી. તે સમયે રૂ ૧૦૦થી રૂ ૧૫૦ની કિંમતના શેર રોકાણકારોને ઑફર થયા હતા. તે સમયે ડીબીએસ જેપી મોર્ગન પાસે પહોંચ્યું હતું અને રૂ૧૦૦ની કિંમતના ૫૦ ટકા શેર ખરીદવાની તૈયારી દર્શાવી હતી અલબત્ત આ સોદા માટે અનુકુળ સ્થિતિ ન હતી રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા નો ૧૫ ટકાનો નિયમ પણ હતો. ત્યારબાદ હવે છેક હવે મર્જર માટે સંજોગો ઊભા થયા છે લક્ષ્મી વિલાસ બેન્ક અને ડીબીએસ વચ્ચેનું મર્જર આફત નહીં પર અવસર બની જશે.

ડીબીએસ બેન્કના વ્યાજ દર ખૂબ નીચા છે. જેનો ફાયદો પણ લક્ષ્મી વિલાસ બેન્કને થશે અત્યારે ઇન્ડિયાબુલ્સ હાઉસિંગ દ્વારા લક્ષ્મી વિલાસ બેન્કમાં ૨૦% સ્ટોક છે. હજુ સુધી ભજન માટે સોદા ને આખરી જ્ઞર આપવામાં આવ્યો નથી ત્યારે નજીકના ભવિષ્યમાં જ્યારે બંને બેંકોનું મર્જર થશે ત્યારે રોકાણકારો શેર હોલ્ડરો અને પ્રમોટરો નું હિત રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા જશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.  નોંધનીય છે કે વર્ષ ૨૦૦૮માં ટાઈમ્સ બેંક દ્વારા એચડીએફસી બેંક સાથે મર્જરની દરખાસ્ત થઇ હતી. આ ઉપરાંત વર્ષ ૨૦૧૧માં આઈસીઆઈસીઆઈ અને બેન્ક ઓફ રાજસ્થાન વચ્ચે મર્જર થયું હતું દરમિયાન તાજેતરમાં જ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ યસ બેન્કને મર્જરથી બચાવી લીધી હતી હવે ફરીથી લક્ષ્મી વિલાસ બેન્ક અને ડીબીએસ બેન્કનું મર્જર બેન્કિંગ સેક્ટરમાં નવા સિમાચિહ્ન મુકશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.