“સ્ત્રી ઘરની લક્ષ્મી, કુળની શાન, કુટુંબનો પ્રાણ, સમાજની માર્ગદર્શિકા અને રાષ્ટ્ર ચેતનાનું પ્રતિક છે

116

“પોલીસ કોન્સ્ટેબલ શૈલેન્દ્રએ લવમેરેજ કરેલા આથી લાગવગ કે ચાપલુસીથી નોકરી સાદા કપડા વાળી અને ખાસ તો પોલ બ્રાંચમાં જ કરતો !

સ્ત્રિનું મન

ફોજદાર જયદેવના અમરેલી જિલ્લા ટાસ્ક ફોર્સમાં એક કોન્સ્ટેબલ શૈલેન્દ્ર હતો જેણે સ્નાતક સુધીનો અભ્યાસ કરેલો હતો તેનો સ્વભાવ પોલીસ ને બદલે માસ્તર જેવો વધારે હતો અગાઉ તે સ્ટેટ આઈબીમાં ફરજ બજાવતો હતો અને લગભગ લાગવગ, સાંધા દગડા કરીને સાદા કપડાની અને પોલ વાળી નોકરી જ વધુ કરતો આ શૈલેન્દ્રએ આંતર જ્ઞાતીય પ્રેમ લગ્ન કર્યા હતા. આવા કે પછી કોઈ અગમ્ય કારણોસર શૈલેન્દ્રને હવે આ ટાસ્ક ફોર્સની રઝળપાટ અને રખડપટ્ટીની ફરજ વાજ આવતી નહતી અને ટાસ્ક ફોર્સમાં દિવસો કાઢતો હોય તે રીતે નોકરી કરતો હતો.

એક દિવસ એક જૂના ગુન્હાની તપાસમાં સાંગળપૂર (જી.અમદાવાદ) જવાનું થયું તમામ જવાનો સવારે સાત વાગ્યે સરકારી વાહનમાં ગોઠવાયા તમામ ચુપચાપ બેઠા હતા તેવામાં શૈલેન્દ્ર વાહનમાં પાછળ બેઠો હતો ત્યાંથી ઉભા થઈ આગળની સીટમાં બેઠો જેમાં સૌથી આગળ ડ્રાઈવર બાજુની સીંગલ સીટમાં જયદેવ બેઠો હતો. ત્યાં આવીને શૈલેન્દ્રએ જયદેવને પુછયું કે ‘સાહેબ તમારી પાસે અધ્યાત્મિક જ્ઞાન ઘણુ છે. મને એક પ્રશ્ર્ન પૂછવાનું કેટલાય સમયથી મન થાય છે. પરંતુ આજે લાંબો પંથ કાપવાનો છે તો થયું કે મારા મનના એ પ્રશ્ર્નનું નિરાકરણ તમારી પાસેથી લઈ જ લઉ.’ જયદેવે કહ્યું ‘હું નિષ્ણાંત નથી હું વિદ્યાર્થી જ છું છતા તુ પુછે તેનો જવાબ મને જેવો આવડશે તે પ્રમાણે કહીશ પણ સત્ય તે જ કહીશ અને નહિ આવડે તો આ બીજા બેઠા તેમનાથી જાણી લઈશુ.’

શૈલેન્દ્ર થોડીવાર વિચાર કરતો બેસી રહ્યો અને પછી ધીમેથી ગણગણ્યો’ સ્ત્રીનું મન કેવું હોય છે નહિ?’ પછી મોટેથી બોલ્યો ‘સાહેબ આજે તમે મને સ્ત્રિના મન વિશે કાંઈક જણાવો’ જયદેવને થયું કે આ મોર્ડન જવાન કાંતો મા‚ મન વાંચવા ઈચ્છે છે અથવા તો મારી પરીક્ષા લેવા ઈચ્છે અથવા તો તેને તેની કાંઈક પ્રેમ લગ્નની બબાલ ને કારણે પુછતો હશે. જયદેવે શૈલેન્દ્ર સામે જોયું તો તેનો ચહેરો નિસ્તે જ અને  મુંઝાયેલો હોય તેમ લાગ્યું. કોન્સ્ટેબલ ગફારે વ્યંગમાં હંસીને મોઢુ બીજી દિશામાં ફેરવી લીધું કદાચ તેનો ઈશારો પ્રેમ લગ્ન અને કૌટુંબીકબબાલ તરફ હતો તે વાત તો પાછળથી જાણવા મળેલી.

શૈલેન્દ્ર ભણેલો ગ્રેજયુએટ હતો તેથી તેની વ્યકિતગત વ્યથાનું નિરાકરણ તે આરીતે સ્ત્રિનું મન ‘એ રીતે વિષય આપીને કરવા માગતો હતો. આથી જયદેવે પણ અજબ સવાલનો ગજબ જવાબ દેવાનું નકકી કર્યું. જયદેવે મૂળમાંથી જ વાત ઉપાડી સમયનો તો કોઈ પ્રશ્ન ન હતો. સમય જ પસાર કરવાનો હતો. આથી જયદેવે કહ્યું ‘ઋગ્વેદમાં જણાવ્યું છે કે‘પ્રારંભમાં નતો અસ્તિત્વ હતુ કે ન હતુ અનસ્તિત્વ સમગ્ર વિશ્ર્વ એક અદ્રશ્ય ઉર્જા હતુ. તેમજ પ્રારંભમાં તો ફકત ઈચ્છા જ હતી, જે મનનું પ્રથમ બીજ હતુ… આ ઉર્જા (શકિત)નું ઈચ્છા થકી ‚પાંતરણ થતા આ બ્રહ્માંડો સર્જાયા અને તે સર્જનની ઉત્તરોતર પ્રગતી થતા થતા હાલ છેલ્લે આ કોન્સ્ટેબલ શૈલેન્દ્રએ અને આ આખા ટાસ્કફોર્સનું પણ સર્જન થયુંછે અને કુદરતી ક્રમ મુજબ તેનું નિશ્ચિત પણે એક વખત વિસર્જન પણ થશે જ !’ જયદેવનો આ જવાબ સાંભળી શૈલેન્દ્ર કોઈ પ્રતિભાવ નહિ આપતા ટાસ્કફોર્સનાં અન્ય સભ્યોએ શૈલેન્દ્ર તરફ હંસીને કહ્યું ‘તું સમજી ગયો?’

પરંતુ શૈલેન્દ્રને આ વાત ગળે ઉતરતી નહતી પછી સંતોષ થવાની વાત કયાં હતી! જો કે જયદેવને હવે સમય જ પસર કરવાનો હતો તો પછી સત્સંગ ‚પે જ સમય પસાર થાય તો ઠીક કારણ કે રસ્તામા તિર્થસ્થાન ગઢડા (સ્વામી) આવતું હતુ અને વળી જવાનું પણ હતુ તિર્થસ્થાન સાળંગપુર હનુમાનજી તેથી તે રીતે ચર્ચા ચાલુ કરી અને સ્ત્રિના મનની ચર્ચાના ઓઠા તળે માતૃ મહિમા ચાલુ કર્યો અને તમામને વચ્ચે વચ્ચે પ્રશ્નો પૂછવાની છૂટ આપી જયદેવે કહ્યું ‘જો શૈલેન્દ્ર આ વાત ક‚ છું તે સત્ય અને વાસ્તવિક હકિકત છે.પણ ભૌતિકવાદની દ્રષ્ટીએ એ જ વિચારીશ તો નહિ સમજાય તેથી આધ્યાત્મિક અને આપણી સાંસ્કૃતિક દ્રષ્ટીએ આ મારો દ્રષ્ટીકોણ મુલવીશ અને જોઈશ તો સમજી જઈશ અને તારા મનના શંસયતો ઠીક પણ કોઈ પ્રશ્ર્નો હશે તો તેનું પણ આપોઆપ નિરાકરણ થઈ જશે. વિદ્વાનોએ જે શાસ્ત્રોમાં જણાવેલ છે કે ‘યત્ર નાર્યસ્તુ પૂજયન્તે તત્ર રમન્તે દેવતા: ॥તેના કારણો હું જણાવું તે પ્રમાણેના કદાચ હોઈ શકે !!

જયદેવે વિગતવાર વાત ચાલુ કરી અને કહ્યું કે કોઈ પણ સમાજમાં કુટુંબમાં સ્ત્રિઓનું શું સ્થાન અને સન્માન છે તેના ઉપરથી જ જે તે દેશની સભ્યતા સંસ્કૃતિ અને સમાજ સુરક્ષાનું મુલ્યાંકન થઈ શકે આમ સ્ત્રિનો મોભો જ તે સમાજની સભ્યતા અને સંસ્કૃતિનું પ્રતિબિંબ છે. સ્ત્રિ ઘરની લક્ષ્મી, કૂળની શાન, કુટુંબનો પ્રાણ, સમાજની માર્ગદર્શિકા અને રાષ્ટ્ર ચેતનાનું પ્રતિક છે અને સંસ્કાર તથા સદભાવની જનેતા છે. ત્યાગ સમર્પણની મૂર્તિ છે. તેમજ ભાવનાત્મક એકતા અને માનવ કલ્યાણની શિક્ષીકા છે.

જગત આખાને વહાલ અને મમતાથી જકડી રાખે તેવી ચુંબકીય પ્રતિભા છે. એટલે જ સ્ત્રિ રાષ્ટ્રની અણમોલ શકિત અને સંપત્તિ છે. જે એક જ એવી શકિત છે આજની યુવા પેઢીને દુષિત મનોભાવોમાંથી ઉગારીને કર્તવ્યાભિમુખ બનાવી શકે અને તોજ સમાજનું ભવિષ્ય ઉજળુ બની શકે અને યુવાનો રાષ્ટ્રની શકિત અને સંપત્તિ બની શકે આ સ્ત્રિમાં જ ધરતી જેવું ધૈર્ય, સમુદ્ર જેવી ગહનતાને વિશાળતા, ચંદ્ર જેવી શીતલતા, જલ જેવી પવિત્રતા વૃક્ષ જેવી પરોપકારીતા સમાયેલી છે આ સ્ત્રિ શકિત જ પવિત્ર કલા છે. જેના દ્વારા આ સૃષ્ટિમાં જે કાંઈ સર્વશ્રેષ્ઠ રૂપે દ્રષ્ટીગોચરા થાય છે. તે બધુ જ છે તે અન્નપૂર્ણા કામઘેનું તો છેજ પરંતુ માનવ પ્રાણીના તમામ અભાવો, કષ્ટો દુ:ખો અને સંકટોનું નિવારણ કરવા માટેની સમર્થતા પણ છે.

સ્ત્રિના અનેક રૂપો છે જેમકે મા, બહેન, પત્ની, પુત્રી દાદી વિગેરે સમર્પણની મૂર્તિઓ છે પરંતુ તેમાં સૌથી શ્રેષ્ઠ સ્વ‚પ ‘માં’નું છે. જેનું સર્વાધિક મહત્વ તેના માતૃપદમા રહેલું છે. આથી જ કહેવત પડેલ છે કે !‘માં તે માં બીજા વગડાના વા’ જો માં ન હોય તો સૃષ્ટીનું સર્જન કયાંથી હોય? તો પછી આ પૃથ્વી, રાષ્ટ્રો અને સમાજોની રચના કયાં થવાની હતી? જો આ માં અને તેના સંસ્કારો ન હોત તો આ સંસારમાં અનિતી અને અત્યાચાર નષ્ટ કરવા ધરતી ઉપર અન્ય કઈ તાકાત હોત? જો માં ન હોત તો આ મોટા મોટા મહાત્માઓ, પ્રતિભાવાન પુ‚ષો અપ્રતિમ સાહિત્યકારો, મોટા મોટા વિજ્ઞાનીકો, દાર્શનીકો , પ્રકાંડ પંડિતો અને મનિષીઓ આ ધરતી ઉપર કોના ખોળા ખૂંદીને ઉત્પન્ન થાત ? સ્ત્રિ એ વ્યકિત, સમાજ અને રાષ્ટ્રની જ માતા નથી પરંતુ સમગ્ર જગતની જનની છે.

દુનિયાના દરેક સંબંધમાં સ્વાથૅ ભરેલો હોય છે. પણ માં ના સંબંધમાં કોઈ જ સ્વાર્થ હોતો નથી. તેથી જ કવિ પ્રેમાનંદે કહ્યું છે કે ‘ગોળ વગર મોળો કંસાર, માતા વિના સૂનો સંસાર’.આપણી સંસ્કૃતિ મુજબ અને માનવતાના ધોરણે પણ સ્ત્રિ પત્ની સ્વ‚પમાં સહધર્મિણી હોવાના નાતે રાષ્ટ્ર અને સમાજની ઉન્નતિ માટે તેને યોગ્ય સન્માન આપવું જ જોઈએ પત્નિ ગુલામનથી સાથી છે. અર્ધાંગિનિ, સહકારિણી અને મિત્ર પણ છે. તેનો અધિકાર પતિ (પુરૂષ) જેટલો જ છે આથી અન્યોન્ય તેમજ સમાજ પ્રત્યે, કુટુંબ પ્રત્યે જવાબદારી એક સરખી જ હોવી જોઈએ.

સ્ત્રિ ધરતી છે અને પુરૂષ આકાશ છે. બંનેની અનિવાર્યપણે જ‚રત છે. પરંતુ માણસ ઉત્પન્ન થઈ પળી પોષીને ધરતી ઉપરા જ મોટો થાય છે. જીવન જીવે છે. અને આખરે તેમાં જ સમાય જાય છે. આજ રીતે સ્ત્રિ પણ મનુષ્ય જીવનનો મુખ્ય આધાર સ્થંભ છે.

જીવનના ઘટનાક્રમ જોઈએ તો, માણસ બાળક સ્વ‚પે જન્મતા જ માતાના સંપર્કમાં હોય છે. તેનું જીવન જ માં હોય છે. મોટુ થતા રમવામાં અને અભ્યાસામં સ્ત્રિ બહેન રૂપે ભાઈનું પડછાયાની જેમ ધ્યાન રાખતી હોય છે. લગ્ન બાદ સ્ત્રિ પતિનું સર્વસ્વ બની જાય છે. અને માનવવંશ વેલો આગળ ધપાવવા માટે પોતાની જીંદગી પણ સમર્પિત કરી દે છે. મા-બાપને દિકરો જેટલુ હેત પ્રેમ અને લાગણી આપે તેના કરતા દિકરીને મા-બાપ પ્રત્યે અનેક ગણી લાગણી અને પ્રેમ હોય છે. દિકરી હંમેશા સમર્પણ જ કરતી હોય છે. આમ તમામ દ્રષ્ટીએ જોતા એ સ્પષ્ટ છે કે, ‘સ્ત્રિ એ ત્યાગનો પર્યાય છે’

જયદેવે આ સિવાય પણ આજ બાબતે જુદા જદા મુદો ઉપર ચર્ચા કરી દરમ્યાન ગઢડા આવ્યું શૈલેન્દ્રએ કહ્યું સાહેબ અહિ ચા પાણી કરી લઈએ તો ઠીક આથી જયદેવે કહ્યુંના ગઢડાએ સ્વામિનારાયણ ભગવાનની પવિત્ર તિર્થ ભૂમિ છે. તેમણે સ્પષ્ટ પણે ઉપદેશ ‚પે આદેશ આપેલો છે કે ‘વ્યસન માત્ર ત્યજવા’ આથી આ ગઢડા ગામ પૂરતા તો તેમના આદેશ ને શિરોમાન્ય ગણી માન આપીએ આગળ જતા બોટાદ આવે ત્યારે વિચારીશું.

કારણ ગમે તે હોય કાં તો ચા મળી ન હોય તે અથવા તે ઘરનો દાઝેલો હોય તેમ શૈલેન્દ્રએ જયદેવને પ્રશ્ર્ન કર્યો કે ‘સાહેબ, સમાજમાં સામાન્ય રીતે એવું જોવા મળે છે કે સ્ત્રિ જાત લુચ્ચાઈ પૂર્વક મોટી સ્વાર્થિ જાત છે કેમકે સ્ત્રિ દિકરી તરીકે જન્મે અને સમજણી થાય ત્યાં દિકરી તરીકે બાપાને વહાલી થઈ માખણ પટ્ટી કરતી હોય છે. બહેન તરીકે ભાઈને ભલુ મનાવતી હોય છે. લગ્ન પછી તે પત્ની તરીકે પતિને ભલુ મનાવતી ફરી તેની વફાદારી કરી ભાઈ અને બાપને ભૂલી જતી હોય છે. અને તેજ જયારે વૃધ્ધ થતા પતિને ભૂલીને દિકરાને માં તરીકે વહાલી થતી હોય છે આમ સ્ત્રિ પોતાનો સ્વાર્થ સાધવા જુદી જુદી રીતે પુ‚ષને બનાવતી હોય તેવું નથી જણાતું?

આ સાંભળીને જયદેવ આશ્ર્ચર્ય તો પામી જ ગયો પણ તેના મનમાં જાણે તેજાબ રેડાયો હોય તેવી ચરચરાટી ઉપડી કે આ હાહા કેટલી અજ્ઞાનતા કે ગેર સમજ, જેને કુસંગનો સ્પર્શ થયો હોય અને નસીબમાં નર્ક લખાયું હોય તેને જ આવા વિચારો આવે આથી જયદેવે તેના પ્રશ્નનો ટુંકમાં જવાબ દીધોકે ‘જો ભાઈ જેને કમળો હોય તે પીળુ ભાળે’ એવી આપણે ત્યાં કહેવત છે તે તો તે સાંભળી જ હશે, અને તેનો અર્થ અને કહેવાનો મતલબ પણ તું સમજી ગયો હોઈશ, અને ન સમજાયો હોય તો સાથેના મિત્રોને પૂછી લે.’ આથી ટાસ્ક ફોર્સના તમામ જવાનો હંસી પડયા અને એક જણે શૈલેન્દ્રને કહ્યું ‘એલા મુરખ, ભાન ન પડતી હોય તો મુંગો રહેતો હોત તો?’

હવે જયદેવને થયું કે આ ભટકી ગયેલા આત્માને સત્ય શું છે તેતો કબુલાવવું જ પડશે આથી તેણે વાત આગળા ચલાવીને શૈલેન્દ્રને કહ્યું ‘તું સમાજમાં દ્રષ્ટિ કરી જો તેં કહ્યું તે પ્રમાણેના ઉદાહરણ દાખલા કેટલા? અને બીજી તરફ મેં કહ્યું તે પ્રમાણેના સ્ત્રિ સમર્પણનાં ઉદાહરણ કેટલા ? પરંતુ શૈલેન્દ્ર એ કોઈ જવાબ આપ્યો નહિ આથી જયદેવે વાત આગળ ધપાવી કે કયાંક એકાદ એવો અપવાદ ‚પ કિસ્સો કે જે કોઈ ખાસ સંજોગો કે પરિસ્થિતિ ને કારણે બન્યો હોય તો તેને સમગ્ર નારી જાતી માટે લાગુ પાડી શકાય નહિ તમામ ધર્મો તમામ શાસ્ત્રો અને લગભગ તમામ સમાજોમાં સ્ત્રિની બહુજ મહત્વતા દર્શાવેલી છે તેને આવા અપવાદ‚પ કિસ્સાથી ખોટી પાડી શકાય નહિ હવે તનેએક પ્રશ્ન પુછું તેનો તું તારી રીતે વિચારીને જવાબ આપ.

જો દિકરી પરણીને સાસરે જાય ત્યારે તારા માનવા અને કહ્યા મુજબ સ્ત્રિ કે દિકરી લગ્ન પછી પત્ની તરીકે પતિને ભલુ અને સા‚ લગાડવા તેની વફાદારી પતિને ભલુ અને સારૂ લગાડવા તેની વફાદારી કરી તેની મીઠી ભાષાથી ચાપલુસી કરતી હોય છે તો જયારે સાસરે ચાલતા ચાલતા ઠેસ લાગે ત્યારે તેના મોઢામાંથી શું ઉદગારો નીકળે છે? ‘શૈલેન્દ્રએ તુરત જવાબ આપ્યો કે એ તો ‘ખમ્મામારા વિરાને જ બોલેને?’ આથી જયદેવે કહ્યું ‘જો પતિની ચાપલુસી જ કરવી હોય તો તેના પતિ કે દિયરની ખમ્મા કેમ બોલતી નથી?’ શૈલેન્દ્ર ફરી ચૂપ થઈ ગયો.

જયદેવે કહ્યું સોના ને પિતળ કહેવાથી જ માત્ર સોનાની કિંમત કાંઈ ઓછી થઈ જતી નથી પરંતુ આવો અપવાદ‚પ કોઈ કિસ્સો બન્યો હોય તો જો તેનું પણ તમામ દ્રષ્ટીએ વિશ્લેષણ કરવામાં આવેતો એ સ્પષ્ટ જ થશે કે તે પરિસ્થિતિ ઉભી થવાનું કારણ, કુસંગ અને પશ્ચિમીકરણની રહેણી કરણી હશે જે ‘સંગ તેવા રંગ’નું પરિણામ હશે.’

એ હકિકત પણ સત્ય છે કે આવો કોઈ અપવાદ‚પ કિસ્સો કુછંદે ચડેલી સ્ત્રિ દ્વારા બને તો તે કુટુંબના સભ્યો માટે માહોલ નર્ક સમાન બની જાય છે. આવી સ્ત્રિનું મન જ આ પશ્ર્ચિમીકરણ અને ગ્લોબલાઈઝેશન વૈશ્ર્વીકરણના પ્રતાપે સ્વતંત્રતાના નામે સ્વચ્છંદતા અને મર્યાદાહીન વ્યવહાર અને લાગણીના નામે મૂકતાચાર ને કારણે ઘણા કુટુંબોમાં ભયંકર કલેશ નો પલિતો ચંપાય છે.

તેથી જ હાલના સમયનાં આ મુકત સંદેશા વ્યવહાર એસ.એમ.એસ. ઈન્ટરનેટ, ફેસબૂક, વોટસએપ વિગેરેના આ સ્વતંત્રતાના યુગમા કુટુંબે, સમાજ અને ભવિષ્યના હિતમાં દરેક માતા પિતા અને વડીલો એ એ ખાસ ખ્યાલ રાખવો પડશે કે દીકરીઓ એકવીસ વર્ષની થાય ત્યાં સુધીતેનું જીવનઘડતર ભારતીય સંસ્કૃતી મુજબ ખૂબ પ્રેમ અને લાગણીસભર રીતે થાય અને બીજા કોઈ ખોટા ખરાબ કુછંદે ચડે નહિ તો જ સમાજમાં આવા અપવાદ ‚પ બનતા કિસ્સાઓનું પણ નિવારણ થાય આથી જ કુટુંબના વડીલોએ દિકરીઓને પૂરતો પ્રેમ અને લાગણી અને સમય આપીને કુણા મનને સાચો ઘાટ આપવો જ‚રી છે. કેમકે હાલમાં પ્રચાર માધ્યમો કે જે વાસ્તવીક જીવનની વિપરીત રીતે અને કપોળ કલ્પીત રીતે ફીલ્મી જીવન કે ટીવી સીરીયલો દ્વારા મનઘડત, સ્વચ્છંદ સંસ્કૃતિનો મારો ચલાવે છે.

જે કોમળ માનસ ઉપર ગંભીર અસર ઉભી કરી તે કાલ્પનીક જીવનની વાતો સાચી માની કલ્પનાઓમાં રાચી આ ભૌતિકવાદી વિચારોને બાહ્ય રીતે રંગીન ચિત્રામણ કરી સૂર સંગીત સાથે પીરસેલી આ કપોળ કલ્પીત વાતોને સાચી માની લે છે. અને ભૌતિકવાદી વિચારો જ સાચા માનીને આ બાહ્ય દેખાવ દેખાદેખી, સંપત્તિ ફેશન ફેલ ફતુરને જ જીંદગીનું સર્વસ્વ માનીને ગમે તેની સાથે સંબંધ બાંધી દે છે. અને જયારે જીંદગીની વાસ્તવિકતા સામે આવે છે. ત્યારે તે કૃત્રિમ દેખાવ વાળા સંબંધીઓના સ્વભાવ, રહેણીકરણી ખોરાક પાણી અને આંતરીક મનોભાવો, સંસ્કારીતા સાથે પનારો પડે છે. ત્યારે કાંઈ તેવું કલ્પના કરેલુ ન જણાતા પસ્તાવાનો પાર રહેતો નથી. પરંતુ તે સમયે ઘણું જ મોડુ થઈ ગયું હોય છે. આથી જ હાલના સમયમાં આત્મહત્યાના બનાવો સ્ત્રિ અત્યાચારની ફરિયાદો, કુટુંબ કલેશો ખાધા ખોરાકીના દાવા અને છૂટાછેડા અને વ્યભીચાર સહિતના બનાવોની હારમાળા સર્જાય છે.

અને અમૂલ્ય માનવ જીંદગી વેરણ છેરણ બની દોઝખ બની જતી હોય છે. તેથી જ સમજુ મા-બાપોએ દિકરીના સતત સંપર્કમાં રહી તેના અભ્યાસ, વાંચન, મિત્ર મુલાકાત અને આચાર વિચાર ઉપર પૂરતો સમય આપી ધ્યાન આપી સાથ સહકાર આપવામાં આવે તો જ જે પ્રશ્ન શૈલેન્દ્રે કહ્યો તેવો અપવાદ‚પ કિસ્સો પણ ઉભો થાય નહિ આથી જ કહેવત પડી છે કે ‘એકલે હાથે તાળી પણ પડે નહિ’ આવા કિસ્સામાં દીકરીનો એકલીનોજ વાંક નથી હોતો પણ તેની આજુબાજુના સમગ્ર માહોલમા પણ વાંક હોય છે.એ હકિકત વાસ્તવીક છે કે જે ઘરમાં દિકરીઓનાં મનનું ઘડતર ભારતીયસંસ્કૃતિ મુજબ થયું હોય તેવા કુટુંબો માં ધરતી ઉપરના સ્વર્ગ જેવું વાતાવરણ ચોકકસ હોય છે. કુટુંબના દરેક સભ્યો એક બીજા પ્રત્યે આદર ભાવ, લાગણી, માન, પાન એક બીજા માટે ત્યાગ સમર્પણ અને એકબીજાની ઉંડી સમજણ અને મદદ તથા સહકારનું અને સહાનૂભૂતી હોય ઘરમાં આનંદ કિલ્લોલનો માહોલ હોય છે.

પરંતુ જયાં સ્ત્રિઓમાં અગાઉ જણાવ્યા પ્રમાણેના પશ્ર્ચિમીકરણ, સ્વતંત્રતાના નામે સ્વચ્છંદતા અને મુકતાચાર વાળુ મન હોય તો એ નિશ્ર્ચિત હકિકત છે કે તે ઘરમાં નર્ક જેવું વાતાવરણ હશે અને તેના સભ્યોમાં મારૂ , તારૂ, અવિશ્વાસ, અબોલા, ઈર્ષા, ઝઘડા અને કુટુંબ કલેશ જ હશે તેમાં કાંઈ નવાઈ જેવું નથી.

આમ ધરતી ઉપરનું સ્વર્ગ કે નર્ક બનાવવું તે સ્ત્રિના મનની જ વાત છે. સ્ત્રિનું મન કઈ રીતે તે કુટુંબમાં પ્રગટ થાય છે તેનો આધાર જો કે આજુબાજુનાં માહોલ ઉપર પણ રહેલો જ છે.દરમ્યાન પોલીસ વાહન ઝાટકો મારીને ઉભુ રહ્યું શૈલેન્દ્ર એ જોયું કે બોટાદ નગર આવી ગયું છે. તેજ સૌ પ્રથમ ઉભો થઈને નીચે ઉતર્યો અને નજર દોડાવી હોટલ ઉપર ચા પીવા પહોચી ગયો.

Loading...