Abtak Media Google News

ખનીજ ચોરી કરતા પકડાયેલી રેતીની જાહેર હરાજી કરાય

ઉપલેટા તાલુકામાં ખનીજ ચોરી માટે ભૂમાફીયાઓ માટે સ્વર્ગ ગણાય  છે પણ છેલ્લા  ત્રણ-ચાર માસ થયા મામલતદાર અને પોલીસની ભીંસ વધવા ભૂમાફીયામાં ફફડાટ વ્યાપી ગયો છે ગઇકાલે મામલતદારની હાજરીમાં ખનીજ ચોરી રેતીની જાહેર હરાજી કરતા રપ લાખ જેવી રકમ ઉપજતા એક પ્રમાણીક અધિકારી ધારે તો શું ન કરી શકે તેનું ઉદાહરણ ઉપલેટાના મામલતદારે પૂરુ પાડેલ હતું.

તાલુકા વિસ્તારમાં ભાદર, વેણુ અને મોજ એમ ત્રણય મોટી નદીઓ આવેલ હોવાથી છેલ્લા પાંચ વર્ષ થયા આ ત્રણેય નદીઓ ઉ૫ર ભૂમાફીયા ઓની નજર લાગી ગઇ છે ત્યારે છેલ્લા ચાર માસ થયા મામલતદાર અને પોલીસની ભીંસ વધતા ઘણી જગ્યાએ ખનીજ ચોરીની રેતી ઝડપી સીલ કરી દેવાયેલ હતી.હજુ થોડાક દિવસ પહેલા રાજકોટના નવ નિયુકત જીલ્લા કલેકટર રાહુલ ગુપ્તાએ ચાર્જ સંભાળતાની સાથે જ ઉપલેટામાં ચાલતી ખનીજ ચોરીની વિગતો મેળવી સીલ કરેલી રેતીના તાત્કાલીન હરરાજથી નિકાલ કરવા સુચના આપતા તેનો અમલ તાત્કાલીક ઉ૫લેટાના મામલતદારે કરી ગઇકાલે નાગવદર ગામે ખનીજ ચોરીમાં જુદા જુદા જગ્યાએથી ઝડપાયેલી ૧૧૯૦૦ મેટ્રીક ટન રેતીની રાજકોટ ભુસ્તર શાસ્ત્રીની હાજરીમાં નાગવદર ગામ પંચાયતે હરાજી કરતા ર૫ લાખ ૭૦ હજાર નવસો નવાણું ‚પિયાની જાહેર હરાજીમાં બોલાયા હતા. આમ આ લાખો ‚પિયાની રેતીની એક પ્રમાણીક અધિકારીની હાજરીમાં હરાજી કરવામાં આવે તો તે શું ન કરી શકે તેનું ઉદાહરણ ઉપલેટાના નિષ્ઠાવાન મામલતદાર ભડાણીએ પુરુ પાડેલ હતું.આ સાથે ઉપલેટા વિસ્તારમાં ખનીજ ચોરો ઉપર તુટી પડી આકરી કાર્યવાહી કરવા મામલતદારને જીલ્લા કલેકટર રાહુલ ગુપ્તા એ આપતા ખનીજ ચોરો ફફડી ઉઠયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.