Abtak Media Google News

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સયુંકત રાષ્ટ્ર મહાસભાના ૭૩માં સત્રમાં સંબોધન કરતા ભારતના વખાણ કર્યા

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સંયુકત રાષ્ટ્ર મહાસભામાં ૭૩માં વિશ્વના નેતાઓને સંબોધિત કરતા ભારતના ‘વખાણ’ કર્યા છે. ટ્રમ્પે ભારતના લાખો લોકો ગરીબી રેખાથી બહાર આવ્યા તે અંગે ભારતના પ્રયાસોને બિરદાવ્યા છે. સંયુકત રાષ્ટ્ર મહાસભાની જનરલ ડીબેટમાં સતત બીજીવાર સંબોધન કરતા ટ્રમ્પે કહ્યું ‘ભારત એક એવો દેશ છે જયાના સમાજના લોકો મુકત રીતે રહી શકે છે અને લાખો લોકો સફળતા પુર્વક ગરીબી રેખાથી ઉપર ઉઠયા છે.

યુએન સંમેલનમાં ૩૫ મિનિટના સંબોધનમાં ટ્રમ્પે વધુમાં ઉમેર્યુ કે, વર્ષોથી સંયુકત રાષ્ટ્ર મહાસભાના હોલમાં ઇતિયાસ રચાયો છે. વિવિધ દેશોની સમસ્યાને અહી રજુ કરવામાં આવેલા લોકોએ પોતાના ભાષણ અને પ્રસ્તાવોમાં વિવિધ સવાલ ઉઠાવ્યા ટ્રમ્પે કહ્યું આપણે આપણી આવનાર પેઢીને કેવું ભવિષ્ય આપીશું? જે સપના યુએનએ હોલમાં આજે દેખાયા તે એટલા જ વિવિધ છે જેટલા અહી ઉપસ્થિત વિવિધ દેશના પ્રતિનિધિઓ ટ્રમ્પે સાઉદી અરબના સાહસિક નવા સુધારા અને ઇઝરાયલ ગણતંત્રના ૭૦ વર્ષની જંયતીનું ઉદારણ આપ્યુ. ટ્રમ્પે આ અગાઉ સુષ્મા સ્વરાજને કહ્યુ હતુ કે હું ભારતને પ્રેમ કરૂ છુ અને નરેન્દ્ર મોદીને મારૂ અભિવાદન આપજો

ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પ યુએનમાં ભારતની વિકાસ યોજનાઓને લઇ મોદી સરકારના વખાણ કર્યા અને મોદીને તેમના પરમ મિત્ર કહી અન્ય દેશોનું ધ્યાન દોર્યુ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.