Abtak Media Google News

જુના મેન્યુ મુજબ રસોઈ બનાવવાની પરવાનગી આપવા માંગ કરાઈ

લોધીકા તાલુકાના ૪૨ કેન્દ્રોમાં મધ્યાહન ભોજન યોજના ચાલે છે. જેમાં ૧૨૬ જેવા કર્મચારી માનદ વેતનથી કામ કરે છે.જેમાં ૧૨૦૦થી લઈને ૧૬૦૦ સુધીનું માનદ વેતન મળે છે. આ સમયમાં આ વેતનમા ધર ચાલે નહી તેવું કર્મચારીઓ કહે છે. બીજુ જુના મેનુમાં અનાજ કઠોળ તેલનો વપરાશ ૧૦૦ ગ્રામ ૧૫૦ ગ્રામ ૧૦ ગ્રામ તેમજ ૨૦૦ ગ્રામ ૩૦ ગ્રામ હતો જે નવા મેનુમાં ૭૫ ગ્રામ ૧૧૦ ગ્રામ અનાજ અને ૫ ગ્રામ તેલ ૧૦ ગ્રામ કઠોળ કરીન ખેલ છે. અને આ અનાજમાંથી બપોરે બે વાગ્યાની રિસેસમાં નાસ્તો પણ આપવાનો તો અશકય નથી અને વેતન પણ ઓછુ છે કામ વધુ છે કામ વધુ છે તો કોઈ રસાયા મદદનીશ કામ કરવા તૈયાર થતા નથી આટલા ટુકા પગારમાં કોઈ કામ કરે તેઓ પ્રશ્ર્ન ઉપસ્થિત થાય છે. તો આ વિષે રાજકોટ ગ્રામ્ય ૪ના ધારાસભ્ય લોધીકા તાલુકા મધ્યાહન ભોજન પ્રમુખ કિશોરભાઈ ખીમસુરીયા, વલ્લભદાસ ગોડેશ્ર્વર રાજુભાઈ મહેતા વિગેરેએ રજુઆત કરેલ અને તા.૯ થી કેન્દ્રમાં હડતાલનું એલાન કરેલ છે.જેનું આવેદન મામલતદાર લોધીકાને આપવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.