Abtak Media Google News

શનિવારે કથાની પૂર્ણાહુતી: કાલે ભવ્ય સંતવાણી યોજાશે

રાજુલાના સ્વ.ભગવાનભાઈ બાલાભાઈ લાખણોત્રા પરીવાર દ્વારા રાજુલા નજીકમાં આવેલ બાલક્રિષ્ના વિદ્યાપીઠના પટાંગણમાં શ્રીમદ ભાગવત કથાનું સુંદર આયોજન કરવામાં આવેલ છે. જેના વ્યાસાસને વકતા પૂ.શાસ્ત્રી રણછોડભાઈ આચાર્ય (ભડવેલવાવ, થરાદ) દ્વારા બિરાજી સંગીતમય શૈલીમાં સુંદર રીતે કથાનું રસપાન કરાવી રહ્યા છે. આ ઉપરાંત ભાગવતજીના પાઠ સાંદિપની વિદ્યાનિકેતન પોરબંદરના ઋષિકુમારો દરરોજ ભાગવતજીના સ્લોક પઠન કરી રહ્યા છે. તેમજ વૈદિક વિવિધ પૂ.મુકેશદાદા તેમજ બળવંતરાય રામશંકરભાઈ ઓઝા દ્વારા કરવામાં આવી રહેલ છે. તેમજ શ્રીમદ ભાગવત કથા સંવત ૨૦૭૪, અધિક જેઠ સુદ-૧૨ શનિવાર તા.૨૬ થી તા.૧ જુન સુધી રસપાન કરાવવામાં આવશે.12 25આ કથા દરમ્યાન કપિલ જન્મ, નૃસિંહ પ્રાગટય, વામન પ્રાગટય, શ્રીરામ પ્રાગટય, કૃષ્ણ પ્રાગટય, ગોવર્ધન લીલા, ‚ક્ષ્મણી વિવાહ, સુદામા ચરિત્ર વિગેરે પ્રસંગોની ઉજવણી ધામધુમથી કરવામાં આવી રહેલ છે. તેમજ તા.૨ જુનને શનિવારના રોજ યજ્ઞનું પણ આયોજન રાખવામાં આવેલ છે. આ કથા દરમ્યાન પૂ.ભાઈ રમેશભાઈ ઓઝા, પૂ.રાજેન્દ્રદાસબાપુ (રામપરા-૨), ધનસુખનાથબાપુ, ભકિતરામબાપુ (માનવ મંદિર સાવરકુંડલા), પૂ.જીણામારાબાપુ તેમજ વિવિધ સંતોની પધરામણી કરીને આશીર્વાદ આપવામાં આવેલ છે. તેમજ કથા દરમ્યાન રાત્રે તા.૨૭ને રવિવાર અને ૩૧ને ગુરુવારના રોજ ભવ્ય સંતવાણી યોજાશે. જેના કલાકારો બિરજુ બારોટ અને માયાભાઈ આહીર છે તો આ સંતવાણીનો પણ સૌ લાભ લેવા તેવું હાર્દિક આમંત્રણ છે.

આ કથા દરમ્યાન રાજય મંત્રી વાસણભાઈ આહીર, જીવાભાઈ ડેર, નાથાભાઈ વાઘ તથા જીકારભાઈ વાઘ, સનાભાઈ વાઘ તેમજ વિવિધ ગામના સરપંચો અને આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહીને શ્રીમદ્ ભાગવત કથાનું રસપાન કરવામાં આવેલ છે. કથા દરમ્યાન આવનારા સૌ મહેમાનોનું સ્વાગત જીણાભાઈ ભગવાનભાઈ લાખણોત્રા, સાર્દુળભાઈ દુલાભાઈ લાખણોત્રા, કાળુભાઈ દુલાભાઈ લાખણોત્રા તથા સમગ્ર લાખણોત્રા પરીવાર દ્વારા શાલ તેમજ સ્મૃતિભેટ આપીને કરવામાં આવી રહ્યું છે અને આ ભાગવત કથાનું રસપાન મોટી સંખ્યામાં લોકો દ્વારા કરવામાં આવી રહેલ છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.