Abtak Media Google News

કોઈપણ રાષ્ટ્ર ત્યારે વિકાસને આંબી શકે જ્યારે તેના વડાપ્રધાન તન અને મનથી સશક્ત હોય: સાગઠીયા

આજના ભારતમાં ભારતીય જનતા પાર્ટીએ દરેક નાગરિકને સામાજિક, શૈક્ષણિક અને આર્થિક સાથો સાથ શારીરિક સક્ષમ પણ બનાવ્યો છે. લોકસભા ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ફરીથી જંગી બહુમતિ સાથે વિજયી બનાવવા છે

રાજકોટ વોર્ડ નં ૧૨ના  મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું  ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. વોર્ડ નંબર ૧૨ના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે ધારાસભ્ય  લાખાભાઈ સાગઠીયાએ સંબોધન  કરતા જણાવ્યું કે કોઈ પણ રાષ્ટ્ર વિકાસને ત્યારે  આંબી શકે જ્યારે દેશના પ્રધાનમંત્રી તન મન અને ધનથી સશકત હોય આજના ભારતમાં ભારતીય જનતા પાર્ટીએ દરેક નાગરિકને સામાજિક, શૈક્ષણિક અને આર્થિક સાથો સાથ શારીરિક સક્ષમ પણ બનાવ્યો છે. લોકસભા ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદી ફરીથી જંગી બહુમતિ સાથે વિજયી બને અને ભારતીય જનતા પાર્ટીની સરકાર બને તેમ જ લોકો રાજકોટ  લોકસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મોહનભાઈ કુંડારીયા પહેલા કરતાં પણ  વધુ લીડથી વિજય બને તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

આ પ્રસંગે લોકસભા ઇન્ચાર્જ ધનસુખભાઇ ભંડેરી,ગોવિંદભાઈ પટેલ, ભાનુબેન બાબરીયા રાજુભાઈ બોરીચા, રાજુભાઈ માલધારી, યોગીરાજ સિંહ જાડેજા, મૌલિક દેલવાડીયા, સુરેશભાઈ રામાણી, દિનેશભાઈ લીમ્બાચીયા, સંજયસિંહ રાણા, પ્રકાશ જાડેજા, મીનાબેન ધાંધલિયા, શૈલેષભાઈ, નરસિંહભાઈ કાંકરિયા, પ્રદીપભાઈ ડવ, જે.ડી. ધનસુરા, કિસાન ટીલાળા, રાકેશ રાદડિયા, હિતેન ધોલરિયા, જય ગજ્જર, સુરેશ ભોજાણી, દેવાયતભાઈ ડાંગર, દયાબેન તેમજ બહોળી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.