Abtak Media Google News

રાજકોટ મુસ્લિમ સમાજ વિરુદ્ધ અભદ્ર ટીપ્પણી કરનાર સોનુ ડાંગરનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. નવા વીડિયોમાં સોનુ ડાંગરે વડાપ્રધાન ઉદ્દેશીને બનાવ્યો છે જેમાં તેણીએ વડાપ્રધાનને અપીલ કરી કે મોદીજી તમે મારા માટે માય બાપ છો, હું હિન્દુત્વની તરફેણમાં જ બોલી છું એમાં ખોટું શું છે, જો મને મદદ નહીં કરવામાં આવે તો દેશમાં અન્ય હિન્દુઓનો અવાજ પણ દબાઇ જશે, મને અને મારા પરિવારને ધમકી ભર્યા વીડિયો મળી રહ્યાં છે તો મને મદદ કરવા હું અપીલ કરું છું.

થોડા સમય પહેલા સોનુ ડાંગરે મુસ્લિમ સમાજના ધર્મગુરુ વિરુદ્ધ ટિપ્પણી કરતો વીડિયો સોશિયલ મીડિયા સાઇટ્સ પર અપલોડ કર્યો હતો. ત્યારબાદથી સોશિયલ મીડિયા પર સોનુને ગાળો અને ધમકી ભર્યા વીડિયો મળ્યા હતા. ત્યારે ફરી સોનુ ડાંગરે એક નવો વીડિયો બનાવી પોસ્ટ કર્યો છે, જેમાં તેણે વડાપ્રધાન મોદીને અરજી કરી કે તેને અને તેના પરિવારની સુરક્ષાને ખતરો છે, આથી તેઓ તેની મદદ કરે, વધુમાં તેણે જણાવ્યું કે તેણે કોઇ સમાજની લાગમી દુભાવતી ટિપ્પણી કરી નથી, છતા જો કોઇને ખોટું લાગ્યું હોય તો તે માફી માગે છે.

સોનુ ડાંગરે સોશ્યલ મીડીયામાં પયગંબર સાહેબ તેમજ મુસ્લીમ સમાજ વિરૂદ્ધ અભદ્ર ઉચ્ચારણ કર્યું હતું અને વિડીયો વાયરલ થયો હતો, જેને પગલે મુસ્લીમ સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સોનુ ડાંગરના ઉચ્ચારણને લઈને ગુજરાતભરમાં મુસ્લીમ સમાજના લોકોએ મોટી સંખ્યામાં એકત્રીત થઇ આવેદનપત્ર પાઠવ્યું હતું, તથા મુસ્લીમ સમાજ તેમજ પયગંબર સાહેબ વિરૂદ્ધ કરાયેલા ઉચ્ચારણને લઈને સોનુ ડાંગર સામે પગલા લેવાની માંગ કરી હતી. મુસ્લીમ સમાજે એવું જણાવ્યું હતું કે, સોનુ ડાંગર સામે અનેક ગુન્હાઓ નોંધાયેલા છે અને તેમના દ્વારા જે ઉચ્ચારણો કરાયા છે તે ગેરવ્યાજબી છે તેમની સામે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.