Abtak Media Google News

નવા સીમાંકનથી કાશ્મીર ફરીથી જન્નત બનશે: કાશ્મીર મુદ્દે કોંગ્રેસના વલણથી નારાજ રાજ્યસભાના કોંગ્રેસી ચીફ વ્હીપકાર કાલીટાનું રાજીનામું

આઝાદીકાળથી ભારતને આતંકવાદ સહિતના મુદાઓને લઈ પીડતી કાશ્મીર સમસ્યાને બે ગુજરાતી મોદી શાહની જોડીએ કૂનેહપૂર્વક ઉકેલીને રાજકીય ઈતિહાસ સજર્યો છે. આ જોડીએ કરેલી કામગીરીએ આઝાદીની લડાઈ વખતે બે ગુજરાતી મહાત્મા ગાંધી અનેસરદાર પટેલની જોડીએ દેશને આઝાદી અપાવવા કરેલી કામગીરીની યાદ તાજુ કરાવી દીધી હતી આઝાદી બાદ જમ્મુ કાશ્મીર રાજય બંધારણની કલમ ૩૭૦ અને ૩૫-એમાં ઝકડાઈ ગયું હતુ આ બંને કલમોનાં કારણે જમ્મુ-કાશ્મીરનો વિકાસ દેશના અન્ય રાજયો જેટલો થઈ શકયો ન હતો. હવે આ કલમો રદ થતા જમ્મુ કાશ્મીરના વિકાસના દ્વારા ખૂલી જવા પામ્યા છે. મોદી સરકારે જમ્મુ-કાશ્મીર રાજયનાં બે ભાગ કરી જમ્મુ કાશ્મીર અને લદાખમાં વહેચીને બંનેને કેન્દ્ર શાસીત પ્રદેશો બનાવ્યા છે. જેની આ માસ્ટર સ્ટ્રોકથી કાશ્મીર સમસ્યાનો વીંટલો વળી જવા પામ્યો છે.

તાજેતરમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં ભારે બહુમતી બાદ ફરીથી સત્તારૂઢ થયેલી મોદી સરકારે તેના બીજા કાર્યકાળના પ્રારંભથી એક બાદ એક મહત્વપૂર્ણ નિર્ણયો લેવાની શરૂઆત કરી છે. મુસ્લિમ મહિલાઓને પીડતી ટ્રિપલ તલ્લાકની સમસ્યાનો નવા કાયદા દ્વારા ઉકેલ લાવ્યા બાદ વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહે કાશ્મીર સમસ્યા પર ધ્યાન કેન્દ્રીત કર્યું હતુ. કાશ્મીરમાં છેલ્લા થોડા સમયથી મોટી સંખ્યામાં લશ્કરી જવાનોને તૈનાત કરીને મોદી સરકારે કાશ્મીર સમસ્યાના નિરાકરણ માટે તજવીજ હાથ ધર્યાના નિર્દેશો મળી રહ્યા હતા. જે બાદ અમરનાથ યાત્રાને રદ કરીને યાત્રીકોને તુરંત કાશ્મીર છશેડી જવાની તાકીદથી આ નિર્દેશોને વધારે સમર્થન મળ્યું હતુ રવિવારે સાંજે ગૃહમંત્રી અમિત શાહે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોવાલ ગૃહસચિવ સહિત ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજયા બાદ કાશ્મીરમાં કલમ ૧૪૪ લગાવાય હતી તથા મોબાઈલ ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી હતી.

રવિવાર મધ્યરાત્રીએ કાશ્મીરી નેતાઓ મહેબુબા મુફતી, ઓમાર અબ્દુલ્લા સહિતના તેમના ઘરમાં નજર કેદ કરાયા હતા બાદ મોદી સરકારે કાશ્મીર મુદે સોમવારે મહત્વપૂર્ણ નિર્ણય લેશે તે સ્પષ્ટ થઈ જવા પામ્યું હતુ સોમવારે સવારે વડાપ્રધાન મોદીના નિવાસસ્થાને મળેલી કેબીનેટની બેઠક બાદ ગૃહમંત્રી અમિત શાહે રાજયસભામાં જમ્મુ કાશ્મીરને વિશેષ દરજજો આપનારી બંધારણની કલમ ૩૭૦ને રદ કરવાની, જમ્મુ કાશ્મીર રાજયનું વિભાજન કરીને જમ્મુ કાશ્મીર અને લદાખ બે અલગ કેન્દ્ર શાસીત પ્રદેશો બનાવવાની દરખાસ્ત રજૂ કરી હતી. કોંગ્રેસ સહિતના વિપક્ષોના ભારે વિરોધ વચ્ચે રાજયસભામાં આ મુદે ઉગ્ર ચર્ચા વિચારણા થઈ હતી. જે બાદ આ અંગે થયેલા મતદાનમાં આ ખરડાના તરફેણમાં ૧૨૫ જયારે વિરોધમાં ૬૧ મતો મળ્યા હતા આ ખરડો બહુમતીથી પસાર થઈ જવા પામ્યો હતો. રાજયસભામાં ભાજપના ૭૮ સાંસદો ઉપરાંત એનડીએના સાથી પક્ષો શિવસેનાના ૩, અકાલીદળના ૩, એઆઈએડીએમકેના ૧૧ અને લોકજન શકિત પાર્ટીના ૧ સાંસદે ખરડાની તરફેણમાં મતદાન કર્યું હતુ ઉપરાંત અન્ય પક્ષો કે જેમાં બીજુ જનતાદળનાં ૭ સાંસદો, બીએસપીનાં ૪ સાંસદો, આપના ૩ સાંસદો, વાયએસઆરસીપીના બે સાંસદો, આરપીઆઈએ, એપીએફ, અને આસામગણ પરિષદના એક એક સાંસદો તથા કેટલાક અપક્ષ અને સરકારે નિયુકત કરેલ સાંસદોએ ખરડાની તરફેણમાં મતદાન કરીને ખરડાને પસાર કરવામાં મદદ કરી હતી એનડીએનાં સહયોગી પક્ષ જનતાદળ યુ, ટીએમસી, એનસીપીના સાંસદોએ આ ખરડાના વિરોધમાં વોકઆઉટ કરીને મતદાનથી અલિપ્ત રહ્યા હતા જયારે કોંગ્રેસ, ડીએમકે, આરજેડી, સીપીઆઈ, સીપીઆઈએમ, સહિતના વિપક્ષીસાંસદોએ મતદાન દરમ્યાન ખરડાનો વિરોધ કર્યો હતો. કાશ્મીર મુદે આ ખરડાની કોંગ્રેસનું ઘર સળગ્યું જેવા ઘાટ થયો હતો. રાજય સભામાં કોંગ્રેસે ખરડાનો વિરોધ કરવાનો નિર્ણય કર્યો હતો.

જે માટે સાંસદોને વ્હીપ આપવાની જેની જવાબદારી હતી તે કોંગ્રેસના ચીફ વ્હીપકાર ભુવનેશ્ર્વર કાલીરાએ પાર્ટીના આ મુદે વલણથી નારાજ થઈને સાંસદ પદેથી રાજીનામું આપી દીધું હતુ કાલીરાએ રાજયસભાના સભાપતિ એમ.વેંકૈયાનાયડુને રાજીનામું આપીને આ મુદે કોંગ્રેસની વિચારધારા દેશનીજનભાવનાની વિરૂધ્ધ ગણાવી હતી. તેમને જણાવ્યું હતુ કે કોંગ્રેસની આ વિચારધારાની લાગે છે કે કોંગ્રેસ આત્મહત્યા કરી રહી છે. અને તેમાં હુ ભાગીદાર થવા માંગતો નથી હું કોંગ્રેસના સાંસદ પદેથી રાજીનામું આપુ છુ તેમ ઉમેયુર્ં હતુ રાજયસભામાં મોડી સાંજે કાશ્મીર મુદાના આ ખરડા બહુમતીથી પસાર થયા બાદ આજે લોકસભામાં મંજૂરી માટે રજૂ કરવામાં આવનાર છે. લોકસભામાં ભાજપ પાસે સ્પષ્ટ બહુમતી હોય આ ખરડાનો પસાર થવામાં કોઈ જ મુશ્કેલી નહી પડે તેવું રાજકીય નિરીક્ષકોનું માનવું છે.

મોદી સરકારે જમ્મુ-કાશ્મીર મુદે આ ખરડાને રજૂ કરીને દાયકાઓથી સળગતી કાશ્મીર સમસ્યાનું સરળતાથી ઉકેલ લાવ્યાનું સ્પષ્ટ થઈ જવા પામ્યું છે. જમ્મુ કાશ્મીરને રાજયમાંથી કેન્દ્ર શાસીત પ્રદેશ બનાવીને મોદી સરકારે કાશ્મીર ભારતનો અભિન્ન અંગ છે તે પૂરવાર કરી દીધું છે. જેથી કાશ્મીરથી ક્ધયાકુમારી સુધીનું ભારત એક છે તે આ ખરડો લાવીને સ્પષ્ટ કર્યું છે.જેની કાશ્મીર હવે ભારતનો એક આંતરીક ભાગ હોય તેમાં બીજા દેશ પાકિસ્તાનને ચંચુપાત કરવાની જરૂર નથી તે વિશ્ર્વ સમક્ષ મૂકી દીધું છે. જમ્મુ-કાશ્મીરને બે કેન્દ્ર શાસીત પ્રદેશમાં વહેંચીને બીજી એક રાજકીય સોગઠી પણ મારી છે. કાશ્મીર કરતા હિન્દુ બહુમતીવાળા જમ્મુ વિસ્તારમાં વધારે વિધાનસભાની બેઠકો હોય આગામી સમયમાં આવનારી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ સરળતાથી બહુમતી મેળવીને જમ્મુ કાશ્મીર પર કેસરીયો લહેરાવી શકશે. જમ્મુ-કાશ્મીરને વિશેષ રાજયનો દરજજો આપતી બંધારણ કલમ ૩૭૦ને રદ કરવાની હવે દેશનું બંધારણ, નિયમો કાયદાઓ કાશ્મીરમાં લાગુ પડશે દેશના અન્ય ભાગોના લોકો જમ્મુ કાશ્મીરમાં વસવાટ અને મિલકત ખરીદી શકશે. ધંધો રોજગાર, નોકરી કરી શકશે. કાશ્મીરની મહિલાઓ રાજય બહારના નાગરીકો સાથે લગ્ન કરે તો તેમને વારસાઈ મિલ્કતમાંથી તતી ફારગતી હવે દૂર થઈ શકશે. કાશ્મીરના બાળકોને દેશના અન્ય રાજયોની જેમ ફરજીયાત શિક્ષણ મળી શકશે. અત્યાર સુધી અહીના નાગરીકોને મળતી બેવડી નાગરીકતા રદ થશે હવે તેઓ ભારતના નાગરીક રહેશે, કાશ્મીરનો અલગ ધ્વજ અને બંધારણ રદ થશે હવે ત્યાં ત્રિરંગો ફરકશે અને ભારતીય બંધારણ અમલી બનશે. આમ, આઝાદી બાદ ગુજરાતી જોડી મોદી-શાહે આ સમસ્યાનું નિરાકરણ લાવીને રાજકીય ઈતિહાસ સજર્યો છે.

ટ્રિપલ તલાક, કલમ ૩૭૦ નાબુદ બાદ હવે મોદી સરકાર શું કરશે?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ભાજપનો સુર્વણકાળ ચાલી રહ્યો છે ત્યારે ભાજપ પક્ષની સ્થાપના કાળથી રહેલા વાયદાઓ કાશ્મીરમાંથી કલમ ૩૭૦નો ખાતમો, સમાન સીવીલ કોડ અને અયોધ્યામાં રામમંદિર હવે ધીમેધીમે ઉકેલાઈ રહ્યો છે. મુસ્લિમ મહિલૌઓને પીડતા ત્રિપલ તલ્લાકના મુદે નવો કાયદો લાવીને મોદી સરકારે દેશમાં સમાન સિવિલ કોડ લાવવા તૈયારી આદરી દીધી હતી. જે બાદ ગઈકાલે કાશ્મીરમાંથી કલમ ૩૭૦ને એકઝાટકે સરળતા પૂર્વક નાબુદ કરીને મોદી શાહની જોડીએ રાજકીય ઈતિહાસ સજર્યો છે.

હવે, મોદી સરકાર પાસે ભાજપના વાયદાઓ એવા દેશભરમાં સમાન સિવિલ કોડનો અમલ કરાવવો તથા અયોધ્યામાં રામમંદિરનો વિવાદ ઉકેલવો જેવા મુદાઓ પડતર રહેવા પામ્યા છે. અયોધ્યામાં રામમંદિર વિવાદનો કેસની હવે સુપ્રીમ કોર્ટમાં નિયમિત સુનાવણી થનારી છે. આ મુદે સુપ્રીમ કોર્ટના આખરી હુકમ સુધી મોદી સરકાર રાહ જોશે તે નિશ્ર્ચિત છે. જયારે, દેશના અલગ અલગ રાજયોમાં કાયદાઓમાં જે વિસંગતા રહેલી છે તેને દૂર કરીને દેશભરમાં સમાન સિવિલ કોડ લાવવા મોદી સરકાર આગામી સમયમાં કમર કસશે તે નિશ્ર્ચિત મનાય રહ્યું છે. મોદી સરકાર પાસે લોકસભામાં સ્પષ્ટ બહુમતિ છે જ્યારે રાજ્યસભામાં વિવિધ પ્રાદેશિક પક્ષોની મદદના કારણે ભાજપને બહુમતિ મળતી રહે છે. આગામી બે વર્ષમાં ભાજપ પોતાની તાકાતથી પણ રાજ્યસભામાં બહુમતિ મેળવી લે તેવી સંભાવના છે. આગામી દિવસોમાં મોદી સરકાર ત્રિપલ તલાક, કલમ ૩૭૦ હટાવાયા બાદ અયોધ્યામાં રામ મંદિર તથા દેશભરમાં સમાન સિવિલ કોડ લાવવાનો મુદ્દો હાથમાં લે તેવું મનાઇ રહ્યું છે.

વિશ્વના દેશો સમક્ષ ભારતના કાશ્મીર મુદ્દાને સ્પષ્ટ કરતા વિદેશમંત્રી

જમ્મુ-કાશ્મીરની કલમ ૩૭૦ને નાબુદ કર્યા બાદ વિશ્ર્વનાં દેશોને ભારતનાં કાશ્મીર મુદ્દે સ્પષ્ટતા કરવામાં આવી છે ત્યારે વિદેશ સચિવ વિજય ગોખલેએ યુ.એસ., ચાઈના, યુ.કે., ફ્રાંસ અને રશિયાને કાશ્મીર મુદ્દે માહિતગાર કરવામાં આવ્યા હતા. બીજી બાજુ પાકિસ્તાન તરફથી નકારાત્મત નિવેદનો આવવાની શરૂઆત થઈ ગઈ છે. જોકે સંયુક્ત રાષ્ટ્ર સંગઠન (યુએન)એ હાલ આ મામલે હસ્તક્ષેપ ન કરવા કહ્યું છે. યુએન મહાસચિવ તરફથી સોમવારે નિવેદન આપવામાં આવ્યું છે કે, કાશ્મીરમાં લાગેલા પ્રતિબંધોની માહિતી મેળવી લેવામાં આવી છે. આ વિસ્તારમાં તણાવની જે સ્થિતિ છે તેના ઉપર અમારી નજર છે. બંને પક્ષનો શાંતિ રાખવાની અપીલ કરવામાં આવી છે. આ દરમિયાન કાશ્મીરમાં પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલા અને મહેબૂબા મુફ્તીની ધરપકડ કરી લેવામાં આવી છે. યુએન મહાસચિવ એંટોનિયો ગુટેરેસના પ્રવક્તા સ્ટીવન દુર્જૌરિકે કાશ્મીર મુદ્દે મીડિયા સાથે વાત કરી

હતી. જ્યારે તેમને ભારત-પાકના કાશ્મીર વિવાદનો ઉકેલ લાવવા માટે સૂચન માંગવામાં આવ્યુ ત્યારે સ્ટીવને કહ્યું કે, આ મામલે મહાસચિવનો પક્ષ સ્પષ્ટ છે. જો બંને દેશો (ભારત-પાક) કહેશે તો અમે તેમની મદદ માટે હંમેશા તૈયાર છીએ. આ દરમિયાન અમેરિકાએ કહ્યું છે કે, ભારતની કલમ ૩૭૦ ખતમ થયા પછી અમારી નજર જમ્મુ-કાશ્મીરની સ્થિતિ પર છે. અમેરિકન વિદેશ મંત્રાલયના પ્રવક્તા મોર્ગન ઓર્તાગુસે કહ્યું કે, ભારત અને પાકિસ્તાન શાંતિ જાળવી રાખે. અમે ભારતનો કાશ્મીર પાસેથી વિશેષ રાજ્યનો દરજ્જો પાછો લીધો અને તેના કેન્દ્ર શાસિત પ્રદેશમાં ભાગલા કરવાનો નિર્ણય પણ જોયો. ભારતે અમને કહ્યું કે, આ તેમનો અંગત વિષય છે. અમે બંને દેશોને એલઓસી પર શાંતિ જાળવવાની અપીલ કરીએ છીએ.

કાશ્મીર મુદ્દે મોદી સરકારના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારની સંભાવના

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે ગઇકાલે જમ્મુ-કાશ્મીરને આપેલા ખાસ સ્વાયત દરજજાને ખતમ કરવાની બંધારણીયા પ્રક્રિયા બહુમતિથી રાજયસભામાં પસાર કરીને અમલી બનાવ્યો છે. ત્યારે એવું માનવામાં આવે છે કે કલમ ૩૭૦ ખતમ કરવા માટે માત્ર બંધારણીય રીતે ૨/૩ બહુમતિની જ જરુરીયાત હોય છે કલમ ૩૭૦ ના ખાતમાં અંગે રાષ્ટ્રપતિના જાહેરનામા સુપ્રિમ કોર્ટમાં પડકાર કરવામાં આવે તેવી સંભાવનો ઉભી થઇ છે. કલમ ૩૭૦ (૩) અંગે બંધારણમાં જોગવાઇ છે કે ૩૭૦ બદલવા માટે જમ્મુ-કાશ્મીર વિધાનસભાની મંજુરી જરુરી છે. હવે આ અંગે બંધારણીય વિટંબાણ એ છે કે જમ્મુ-કાશ્મીરમાં ૧૯૫૬ માં વિધાનસભા ભંગ કરી હતી અને અત્યારે તે વખતના મોટા ભાગના ધારાસભ્યોમાંથી કોઇ જીવીત પણ નથી અને આ ઉપરાંત વિધાનસભા ભંગ થયા પૂર્વે કલમ ૩૭૦ અન્વયે સ્થિતિ સ્પષ્ટ નહોતી કરાઇ કે આ જોગવાઇ કાયમી છે કે પાછળથી  તેને રદ કરી શકાશે. આ પરિસ્થિતિમાં કેન્દ્ર સરકારના મુસદ્દાને ગેરબંધારણીય ગણાવીને સુપ્રિમ કોર્ટમાં પડકાર મળે તેવી શકયતાં છે.

અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે પૂર્વ આઇએસ ફૈસલશાહના પક્ષ સાથે જોડાયેલા સહેલા રાશીદે સોમવારે જ ટવીટ ઉપર સરકારના આ નિર્ણયનો સુપ્રિમ કોર્ટમાં પડકારવાની જાહેરાત કરી દીધી હતી. સહેલાને જમ્મુ-કાશ્મીર સરકારને ગર્વનર થી અથવા કાયદા અને વિધાનસભાને બદલીને આ પગલું ભરવામાં આવ્યું છે. જે બંધારણ સાથે છેતરપીંડી છે આ માટે તેમણે તમામ પક્ષો ને એક થવા અપીલ કરી હતી.

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ દુર કરવાના સરકાર ના નિર્ણયને પડકારવાની અળચલ તેજ બની છે. ગૃહમંત્રી અમિત શાહે રજયસભામાં સોમવારે આપેલા પ્રવચન અંગે પણ બંધારણ પ્રશ્ર્ન ઉભા થયા છે. જમ્મુ-કાશ્મીરને બે ભાગમાં વિભાજન કરવાની જાહેરાતને પણ ગેરબંધારણીય ગણાવવામાં આવી છે. કલમ ૩૭૦ અન્વયે અને જમ્મુ-કાશ્મીર માટે અગાઉ ૪૫ જેટલા રાષ્ટ્રપ્રમુખનો હુકમો થઇ ચુકયા છે  બંધારણની કલમ ૨૬૦ અને ૩૯૫ ની મુળભુત રુપમાં ફેરફાર કરીને અત્યારની ૩૭૦ ની કલમ વજુદમાં આવી છે. ૩૭૦ ની કલમને ફેરફાર  કરવા માટે વિધાનસભાની બહાલી આવશ્યક ગણાવાઇ છે.

કોંગ્રેસના નેતા પી ચિંદમ્બરમે પણ જે રીતે ૩૭૦ દુર કરવામાં આવી છે તેને ગેર બંધારણીય ગણાવીને આ ખરડો બહુમતિથી પસાર થવો જોઇએ તેમ જણાવ્યું હતું. બીજી તરફ જમ્મુ-કાશ્મીરને રાજય અનજે બે કેન્દ્ર શાસિત પ્રદેશ સહીત ત્રણ ભાગમાં વિભાજીત કરવાના નિર્ણયમાં પણ વિસંગતતા હોવાની વાત બહાર આવી છે. લડાખના પ્રદેશ ખુબ મોટો હોવાથી તેની વહીવટી વ્યવસ્થા ચલાવવી મુશ્કેલ છે જો કે લડાખના લોકો ઘણા લાંબા સમયથી આ પ્રદેશને કેન્દ્રશાસિત જાહેર કરવાની માંગણી કરતાં હતાં.

કેન્દ્ર સરકાર દ્વારા સોમવારે જમ્મુ-કાશ્મીરના ખાસ સ્વાયત દરજજામાં ખાતમાં અને કલમ ૩૭૦ નાબુદીના નિર્ણયનો સરકારે જે રીતે રાજકીય ચાણકય બુઘ્ધિ અને રાજયના વિભાજનના વચલા રસ્તો દ્વારા ખાતમો કરીને દિવસે દિવસે અધરો બનતો જતો કાશ્મીર સમસ્યા નો કોયડો શાહ અને મોદી બેલડીએ જે માખણમાંથી વાળ ખેંચી લેવા તેટલી સરળતાથી પાર પાડી દીધો છે. ત્યારે આ પ્રક્રિયામાં બંધારણ રીતે રહેલી ખામીઓને લઇને સુપ્રિમ કોર્ટમાં જંગ મંડાય તેવું દેખાય રહ્યું છે.

રાજ્યસભાએ જે કર્યું તે લોકસભા આજે પૂર્ણ કરશે

ભારતને લાંબા સમયથી પીડતા કાશ્મીર સમસ્યાનાકાયમી નિરાકરણ માટે મોદી શાહની સરકારે જે હિંમતપૂર્વક નિર્ણય લીધો છે તે અભૂતપૂર્વ મનાય રહ્યો છે. ગૃહમંત્રી અમિત શાહે વડાપ્રધાન મોદીના નિવાસ સ્થાને મળેલી કેબીનેટની બેઠકમાં થયેલા નિર્ણય મુજબ રાજયસભમાં સવારે આ ખરડો રજૂ કર્યો હતો. જમ્મુ કાશ્મીરમાંથી બંધારણની કલમ ૩૭૦ અને ૩૫ એ રદ કરવાની સાથે જમ્મુ-કાશ્મીર રાજયનો બે ભાગોમાં વહેંચીને જમ્મુ કાશ્મીર અને લડાખને કેન્દ્ર શાસીત પ્રદેશ બનાવવાના ખરડા પર રાજયસભામાં દિવસભર ભારે ઉગ્ર ચર્ચા વિચારણા થઈ હતી જે બાદ સાંજે તેના પર મતદાન થતા આ ખરડો ૧૨૫ વિરૂધ્ધ ૬૧ મતોની બહુમતીથી પસાર થયો હતો.

રાજયસભામાં ભાજપના ૭૮ ઉપરાંત એનડીએના સાથી પક્ષો એવા શિવસેનાના ૩, અકાલી દળના ૩ એઆઈએડીએમકે, એલજેપી, આરપીઆઈ, બીપીએફ અને એજીપીના એક એક સાસંદે ખરડાની તરફેણમાં મતદાન

કર્યું હતુ જયારે, એનડીએના સાથી પક્ષ એવા બિહારના જનતાદળ યુ એનસીપી અને ટીઅમેસીનાં સાંસદોએ ખરડાનો વિરોધ કર્યા બાદ મતદાન પહેલા વોકઆઉટ કરીને મતદાનનો બહિષ્કાર કર્યો હતો. જયારે કોંગ્રેસની આગેવાનીમાં ડીએમકે, આરજેડી, સીપીઆઈ, સીપીઆઈ એમ સહિતના વિપક્ષોએ ખરડાના વિરૂધ્ધમાં મતદાન કર્યું હતુ, વિપક્ષ એવા બીજેડીના સાત, બીએસપીનાં ચાર, વાયએસઆરસીપીના બે, આપના ત્રણ સાંસદોએ ખરડાના સમર્થનમાં મતદાન કરતા આ ખરડો બહુમતીથી પસાર થયો હતો.

આજે આ ખરડો લોકસભામાં રજૂ થનારો છે. લોકસભામાં ભાજપ પાસે સ્પષ્ટ બહુમતી કરતા વધારી ૩૦૩ સાંસદો છે ઉપરાંત તેને વાયએસઆરસીપીના ૨૨, શિવસેનાના ૧૮, બીજેડીના ૧૨, બીએસપીનાં ૧૦, એલજેએસપીનાં ૫, અકાલીદળના બે તથા અન્ય નાની પ્રાદેશિક પાર્ટીઓનું આ ખરડામાં સમર્થન મળનારૂ છે. જેથી આ ખરડો આજે લોકસભામાં પણ વિપક્ષોના ભારે વિરોધ અને ઉગ્ર ચર્ચા વિચારણા બાદ આસાનીથી પસાર થશે તે નિશ્ચિત છે. મોદી સરકારેકુનેહપૂર્વક આ ખરડાને પોતાની બહુમતી જયાં નથી તેવા રાજયસભામાં પ્રથમ પસાર કરાવીને વિપક્ષોને એક થવાની કે વિચારવા તક આપી ન હતી લોકસભામાં ભાજપ પાસે સ્પષ્ટ બહુમતી હોય આ ખરડા સાંજ સુધીમાં બહુમતીથી પસાર થઈ જઈને કાયદાનું સ્વરૂપ લેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.