Abtak Media Google News

લોકસભામાં માત્ર ૧૯ મિનિટ જયારે રાજયસભામાં ૨.૫ કલાક જેટલું જ કામ થયું

બેંકના ગોટાળા તેમજ એસસી/એસટી એકટ મામલે ધમાલના કારણે બન્ને ગૃહોના ૨૫૦ કલાક બગડયા

લોકસભા અને રાજયસભામાં છેલ્લા થોડા દિવસોમાં યેલી કાર્યવાહીથી દુર્દશા ર્અતંત્રની દુર જોવા મળી રહી છે. લોકોએ ચૂંટીને મોકલેલા પ્રતિનિધિઓ બન્ને ગૃહોમાં ધમાલ મચાવવાી ઉંચા આવતા નથી. વિરોધ પક્ષની નારેબાજી અને સત્તાધારી પક્ષની આપખુદશાહીના કારણે લોકસભા અને રાજયસભાનો કિંમતી સમય વ્યસ્ત ગયો છે. લોકસભા માત્ર ૧ ટકો જ કાર્યરત રહી છે જયારે રાજયસભામાં ૬ ટકા કામ જ યું છે.

પંજાબ નેશનલ બેંકના કૌભાંડ તેમજ એસસી/એસટી એકટના વિવાદના કારણે બન્ને ગૃહોમાં માત્ર હંગામો જ જોવા મળ્યો છે. બજેટ સત્રને ર્અતંત્ર માટે મહત્વનું માનવામાં આવે છે. પરંતુ આ સત્ર દરમિયાન જ સાંસદોની ઉત્પાદકતા તળીયે પહોંચી ગઈ છે. અપર હાઉસમાં સરકારના મહત્વના બીલ મામલે માત્ર ત્રણ મિનિટની ચર્ચા ઈ છે. જયારે અન્ય સમય પ્રાઈવેટ મેમ્બર બિલને લઈને સમય વેડફાયો છે. લોકસભામાં ૧૯ મિનિટ લેગીસ્લેટીવ બિઝનેશ પાછળ ખર્ચવામાં આવી છે. જયારે માત્ર ૧૪ મિનિટમાં સરકારના બીલ પાસ કરવામાં આવ્યા છે. લોકસભામાંથી પાંચ બીલ અને રાજયસભામાંથી એક બીલ પારીત કરવામાં આવ્યું છે. આ ઉત્પાદકતા ૨૦૧૪ી સૌથી નીચી રહી છે.

નોટબંધી, બેંકના કૌભાંડ, જીએસટી અને હવે લોકસભા ચૂંટણી નજીક છે ત્યારે છેલ્લુ બજેટ હોય આ બજેટ સત્ર મહત્વનું હતું. પરંતુ આ સત્ર દરમિયાન ગંભીર ચર્ચાની જગ્યાએ વિપક્ષ અને સરકાર વચ્ચે આક્ષેપબાજીનો દૌર ચાલ્યો છે. બન્ને ગૃહોમાંથી ૨૫૦ કલાકનું અધધધ… નુકશાન થયું છે. લોકસભામાં ૧૯ મિનિટ અને રાજયસભામાં ૨.૫ કલાકની જ ચર્ચા ઈ છે.

વર્ષ ૨૦૦૦થી અત્યાર સુધીમાં લોકસભા અને રાજયસભામાં સરેરાશ ૫૩ કલાક અને ૨૩ કલાક કામ થયું છે. જો કે, આ વખતે માત્ર ૧૫ કલાક અને ૧૧ કલાકની ચર્ચા જ બજેટ માટે જોવા મળી છે. બજેટ સત્રનો પ્રમ હિસ્સો પ્રોડકટીવ રહ્યો હતો. પરંતુ દ્વિતીય હિસ્સો સદંતર વેડફાઈ ગયો છે. ટીઆરએસ, વાયઆરએસ કોંગ્રેસ, ટીડીપી અને અન્ના ડીએમકે દ્વારા લોકસભા અને રાજયસભામાં વિરોધ કરતા મોટાભાગે બન્ને ગૃહ સ્ગીત રહ્યાં છે.

બજેટ સત્રના દ્વિતીય ભાગમાં ફાયનાન્સ બીલ માત્ર ૧૮ મિનિટમાં પારિત થઈ ગયું હતું. આ સમયે કોઈપણ સાંસદે ભાગ લીધો ન હતો. વર્ષ ૨૦૧૨ પ્રમ વખત એવું બન્યું હતું કે, ફાયનાન્સ બીલ ઉપર આટલી ઓછી ચર્ચા થઈ હોય. ૨૦૦૩માં ફાયનાન્સ બીલ ઉપર ૧૨.૪૮ કલાકની ચર્ચા થઈ હતી. ફાયનાન્સ બીલ ચર્ચા વગર જ પારીત થયા બાદ ર્અતંત્રની દુર્દશા દેખાઈ આવે છે. મહત્વના ગણાતા બીલને ટૂંકા સમયમાં ચર્ચા વિના પારીત કરી દેવાતા અનેક પ્રશ્ર્ન ઉઠયા હતા.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.