Abtak Media Google News

વ્યાજ માફી યોજનાની મુદત વધાર્યાની સ્ટે.ચેરમેનની જાહેરાત બાદ ટેકસ બ્રાન્ચે લેખીતમાં જાણ ન કરતા ઈડીપી બ્રાન્ચે સોફટવેર અપડેટ ન કર્યો: કરદાતાઓને ત્રણ દિવસથી ધરમધક્કા

રાજકોટ મહાનગરપાલિકામાં ચૂંટાયેલી પાંખ અને વહીવટી પાંખ વચ્ચે સંકલનનો અભાવ હોવાનું વધુ એકવાર પુરવાર યું છે. વેરામાં વ્યાજ માફી યોજનાની મુદતમાં એક માસનો વધારો કરવામાં આવ્યો હોવાની જાહેરાત સ્ટે.કમીટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલ દ્વારા ચાર દિવસ પૂર્વે જ કરી દેવામાં આવી હતી. આ અંગે ટેકસ બ્રાન્ચે લેખીતમાં જાણ ન કરતા ઈડીપી શાખાએ સોફટવેર અપડેટ કર્યો ન હતો. જેના કારણે આજે ચોા દિવસે સ્ટેન્ડિંગ ચેરમેનની કડક સુચના બાદ માંડ-માંડ બપોરે વ્યાજ માફી યોજના શ‚ ઈ શકી હતી.

વર્ષોી બાકી નિકળતી ‚ા.૪૯૪ કરોડની લેણી રકમ વસુલવા માટે મહાપાલિકા દ્વારા વન ટાઈમ સેટલમેન્ટ અંતર્ગત વેરામાં વ્યાજ માફી યોજના અમલમાં મુકવામાં આવી છે. જેની મુદત ગત ૩૦મી એપ્રિલના રોજ પૂર્ણ ઈ ગઈ હતી. દરમિયાન સ્ટે.કમીટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલે ૧લી મેના રોજ ગુજરાત રાજયના સપના દિનની ભેટ આપતા વ્યાજ માફી યોજનાની મુદતમાં ૧ માસનો વધારો કર્યો હોવાની જાહેરાત કરી હતી. સામાન્ય રીતે કોઈપણ યોજના મુદત વધારવામાં આવે તો સ્ટેન્ડિંગ કમીટી સમક્ષ અને જનરલ બોર્ડમાં ઠરાવ કરવો પડે છે. શાસકોએ વહીવટી પાંખને વિશ્ર્વાસમાં લીધા વિના જ વ્યાજ માફી યોજનાની મુદતમાં વધારો કરી દીધો હોય તેમ આ યોજનાની મુદતમાં વધારો કરવામાં આવ્યો હોવાની જાણ ટેકસ બ્રાન્ચે ઈડીપી શાખાએ કોમ્પ્યુટરના સોફટવેર અપડેટ કર્યા ન હતા જેના કારણે કરદાતાઓને વ્યાજ માફીનો લાભ મળતો ન હતો. મ્યુનિ.કમિશનર બંછાનિધિ પાનીના આદેશ બાદ પણ ઈડીપી શાખાના અધિકારીઓએ એવો આગ્રહ રાખ્યો હતો કે, લેખીતમાં સુચના આપવામાં આવશે પછી જ સોફટવેર અપડેટ કરવામાં આવશે. જેના કારણે વ્યાજ માફીની મુદતમાં વધારો કરવામાં આવ્યો હોવાની સ્ટે.કમીટી ચેરમેનની જાહેરાત બાદ ૪ા દિવસે પણ યોજનાનો લાભ લોકોને મળ્યો ન હતો.

દરમિયાન આ અંગે સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલને જાણ તા તેઓએ ટેકસ બ્રાંચ અને ઈડીપી શાખાને એવી કડક સુચના આપી હતી કે, કોઈપણ ભોગે આજી વ્યાજ માફી યોજના શ‚ ઈ જવી જોઈએ. ચેરમેનની સુચના બાદ ઈડીપી શાખાને ટેકસ બ્રાંચે લેખીતમાં જાણ કરતા આજે બપોરે ૧ વાગ્યાી વેરામાં વ્યાજ માફી યોજનાનો વિધિવત આરંભ ઈ ગયો છે. છેલ્લા ૩ દિવસી વેરો ભરવા આવનાર લોકોને વ્યાજમાં કોઈ જ પ્રકારની રાહત મળી ન હતી અને ધરમના ધકકા યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.