Abtak Media Google News

૧૧ કે.વી. ટીસીમાં ચાલુ પાવરે મજૂરને કામ કરવા ચડાવતા શોર્ટ લાગી નીચે પડતા મોત નિપજયું

જેતપુર સીટી પીજીવીસીએલ માં આજે સવારે  ચાલુ વીજ પવારે એક મજુરને ટી.સી.પર કામ કરવા ચડાવતા તેને શોક લગતા નીચે પડ્યો હતો અને તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું

જાણવા મળતી વિગત મુજબ અહીંના કણકિયા પ્લોટ વિસ્તારમાં સવારના સમયે આ વિસ્તારમાં નાખવામાં આવેલ ટી.સી. ને ચાર્જ કરવાની કામગીરી ચાલુ હતી તેમજ આજ રોડ પર નવો વાયર પણ નાખવામાં આવી રહ્યાંયો હતો ત્યારે ત્યાં હાજર રહેલ આસિસ્ટન્ટ લાઈન મેન ગુજરાતી દ્વારા કોન્ટ્રાક્ટ પર કામે આવેલ મજુર લાખારામ સોમરામ સારણ ઉં.૩૩ રહે સાલકા ગામ તા.ધોરીમલા જીલો બાડમેર રાજેસ્થાન વાળને ઇલેક્ટ્રિક પોલ પર ચડી કામ કરવાની સૂચના આપવમાં આવી ત્યારે અચાનક લાખારામ ને વીજ કરંટ લગતા તે પોલ પરથી નીચે પટકાયો હતો અને તેને માથા ના ભાગે ગંભીર ઇજા પોહ્ચ્તા તેને અહીંની ખાનગી હોસ્પિટલ ખાતે લઇ આવતા  તેનું મોત નીપજ્યું હતું

આ મજૂરના મોત થતા પી.જી.વિ.સી.એલ ના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે આવી તેમની બેદરકારી અંગે ઢાંકપીછોડા કરવાનું શરૂ કરી દીધું હતું

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.