Abtak Media Google News

કોટડા ગેંગના સુત્રધાર માલદે રામાના પુત્ર સહિત પંદર જેટલા શખ્સોએ મચાવ્યો આંતક

હત્યાની કોશિશનો ગુનો નોંધી કુખ્યાત શખ્સોને ઝડપી લેવા પોલીસની દોડધામ

રાજકોટમાં વીસી પ્રકરણ સમયે ૨૫ વર્ષ પહેલાં હાહાકાર મચાવનાર કોટડા ગેંગના માલદે રામાના પુત્ર સહિત પંદર જેટલા શખ્સોએ ઇંડાના ધંધાર્થીં ફાયરિંગ કરી હત્યાની કોશિષ કરતા નાસભાગ મચી ગઇ હતી. પાલિકા પ્રમુખના પુત્ર સહિતના શખ્સો સામે પોલીસે ગુનો નોંધી શોધખોળ હાથધરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ કુતિયાણાના હામદપરાના પાટીયા પાસે નેશનલ હાઇ-વે પર ઇંડાની રેકડી રાખી ધંધો કરતા અનિશ આસિફ ખોખર પર પોતાની રેકડીએ હતો ત્યારે નાગા માલદે પોતાના સાગરીત સાથે ગયો હતો ત્યારે અનિશ આસિફ ખોખર સાથે અમારા દુશ્મન અસ્લમ સાથે કેમ સંબંધ રાખે છે કહી ઝાટપ મારી જતા રહ્યા હતા.

નાગા માલદે દસ પંદર મીનીટ બાદ ફરી ત્રણ કારમાં પંદર જેટલા સાગરીતો સાથે ઇંડાની રેકડીએ પહોચ્યા હતા અને પિસ્તોલ જેવું હથિયારમાંથી ચાર રાઉન્ડ ફાયરિંગ કરતા અનિશ ખોખર બચી જતા નાગા માલદેના સાગરીતોએ લાકડાના ધોકા અને બેઝબોલથી હુમલો કરી ફરાર થઇ ગયા હતા. ગંભીર રીતે ઘવાયેલા અનિશ ખોખરને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.

પોલીસ પૂછપરછ દરમિયાન અનિશ ખોખરના મિત્ર અસ્લમ જોરાવર ખોખર સાથે નાગા માલદેને અગાઉ માથાકૂટ થઇ હોવાથી ફાયરિંગ કરી હત્યાની કોશિષ કર્યાની ફરિયાદમાં જણાવ્યું છે.કુતિયાણા પોલીસે નાગા માલદે સહિતના શખ્સો સામે હત્યાની કોશિષનો ગુનો નોંધી પીએસઆઇ બી.વી.પંડયા સહિતના સ્ટાફે તપાસ હાથધરી છે.

નાગા માલદેના પિતા માલદે રામા કોટડા ગેંગનો સુત્રધાર હોવાનું અને કુત્યાણા તાલુકાના માજી તાલુકા પ્રમુખ વજશી ભુરાની હત્યામાં લાંબા સમયથી વોન્ટેડ હોવાનું તેમજ નાગા માલદેની માતા ઢેલીબેન કુતિયાણા નગરપાલિકાના પ્રમુખ હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

માલદે રામા સામે રાજકોટમાં વીસી પ્રકરણની પઠાણી ઉઘરાણી કરી અનેક વેપારીઓને ધાક ધમકી દીધા સહિતના ગુનામાં સંડોવણી હોવાનું પણ પોલીસની કડક કાર્યવાહીના કારણે છેલ્લા કેટલાક સમયથી કોટડાની મેર ગેંગ શાંત રહ્યા બાદ માલદેના પુત્રે સાગરીતો સાથે માથાકૂટ કરી કુતિયાણા પંથકમાં પોતાની ધાક ફરી જમાવવા મથી રહ્યો હોવાનું જાણકારો કહી રહ્યા છે.

 

બગોદરા પાસે જૈન દેરાસરમાં ચોકીદારની હત્યા કરી રોકડની લૂંટ

જૈન દેરાસરમાં હત્યા અને લૂંટની ઘટનાથી જૈન સમાજમાં રોષ: પાંચ ઘવાયા: લૂંટા‚ ગેંગને ઝડપી લેવા પોલીસની નાકાબંધી

બગોદરા નજીક નજીક ગુણોદયધામ જૈન દેરાસરના ચોકીદારની હત્યા કરી લૂંટા‚ ગેંગે રોકડ રકમની લૂંટ ચલાવી ફરાર થતા જૈન સમાજમાં રોષની લાગણી ફેલાઇ છે. પોલીસે હત્યા અને લૂંટ ચલાવી ફરાર થયેલી ગેંગને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે.આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ બગોદરા પાસેના ગુણોદયધામ ખાતેના જૈન દેરાસરની દેખભાળ સંભાળતા ભરવાડ પરિવાર દેરાસર ખાતે હતા ત્યારે મોડીરાતે અચાનક કેટલાક અજાણ્યા શખ્સો ઘાતક હથિયાર સાથે ધસી આવ્યા હતા.

ભરવાડ પરિવાર જાગી જતા તેના પર હુમલો કરતા ગંભીર રીતે ઘવાયેલા એકનું મોત નીપજતા બનાવ હત્યામાં પલ્ટાયો હતો. હુમલામાં અન્ય પાંચ વ્યક્તિઓ ઘવાતા તેઓને સારવાર માટે અમદાવાદ દાખલ કરાયા છે. લૂંટારાઓએ સોનાના ઘરેણા અને રોકડ મળી અંદાજે એકાદ લાખની રોકડની લૂંટ ચલાવી અંધારામાં અદ્રશ્ય બની ગયા હતા. બગોદરા પોલીસમાં લૂંટ અને હત્યાનો ગુનો નોંધાતા પોલીસે લૂટારાઓને ઝડપી લેવા નાકાબંધી કરાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.