Abtak Media Google News

નિયમિત સાફ સફાઈ, બંદીવાનોની ટેમ્પરેચર ગનથી ચકાસણી, ઉકાળો, સેનિટાઈઝેશનની વ્યવસ્થા

પર્વ.કચ્છની ગળપાદર જીલ્લા જેલ કોરોના વાયરસથી સંક્રમીત ન થાય તે હેતુસર તકેદારીના ભાગ રૂપે ગળપાદર જીલ્લા જેલ ગાંધીધામમાં જેલ અધિક પોલિસ મહાનદેશક જેલ અને સુધારાત્મક વહિવટની કચેરી ગુજરાત રાજ્ય અમદાવાદથી ડો.કે.એલ.એન.રાવ તથા નાયબ પોલીસ

મહાનિદેશક ડો. એસ. કે. ગઢવીએ વિડીયો કોન્ફરન્સની મિટીંગ દ્વારા સરકાર તથા સુપ્રિમ કોર્ટની ગાઇડ લાઈન મુજબ માર્ગદર્શન અને સુચનો આપેલ હતા તેનું ચુસ્તપણે પાલન કરી અમલવારી કરવાથી ગળપાદર જીલ્લા જેલમાં આજદીન સુધી કોઇપણ બંધીવાન ભાઇઓ/બહેનો તથા સ્ટાફ કર્મચારી કોરોના વાયરસથી સંક્રમીત થયેલ નથી. ગળપાદર જીલ્લા જેલ ગાંધીધામ ખાતે કોરોના વાયરસનો ફેલાવો ન થાય અને કોઇપણ કેદી સંક્રમીત ને થાય તે હેતુસર કેદીઓની રૂબરૂ મુલાકાત તથા ઘરના ખોરાક નેે કચેરીના સુચન મુજબ પ્રતિબંધ મુકવામાં આવેલ છે પરંતુ તેના સ્થાને કેદીઓને ઇ – મુલાકાત અને ટેલીફોન દ્વારા તેઓના પરીવારજનોને મુલાકાત કરાવવાનો એક સફળ પ્રયાસ કરેલ છે.તકેદારીના ભાગ રૂપે જેલમાં પ્રવેશતા તમામ નવા બંદીવાનોને ટેમ્પરેચર ગનથી ચકાસણી કરવામાં આવે છે તેમજ કોવિદ -૧૯ રીપોર્ટ કરાવ્યા બાદ જેલમાં પ્રવેશ આપવામાં આવે છે તથા સેનેટાઇઝેશન માટે સેનેટાઇઝફેનની પણ વ્યસ્થા કરવામાં આવેલી છે નિયમીત સાફ સફાઈ કરવામાં આવે છે નગરપાલીકા ગાંધીધામના સહયોગ થકી સમયાંતરે જંતુનાશક દવાનો છંટકાવ તથા ફયુમીગેશન કરવામાં આવે છે.જેલ પરીસર જેલ બેરેકો,જેલ હોસ્પિટલ તેમજ સ્ટાફ કવાર્ટરને સોડીયમ હાઇપોક્લો રાઇદે ગળપાદર જીલ્લા જેલમાં વાવેલ તુલશી,લીમડો તથા તમામ ઔષધીઓની પેસ્ટ બનાવી રોજે – રોજ કેદીઓના આવાસ સ્થાને( બેરેક )માં છંટકાવ કરવામાં આવે છે. કેદીઓની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય તે હેતુસર સિવીલ હોસ્પિટલ રામબાગ આદિપુરના સહયોગથી બંદીવાનોને રોજ ઉકાળો બનાવીને પીવડાવવામાં આવે છે. ૬૦ વર્ષથી ઉપરની ઉંમરના તથા બિમાર કેદીઓને વધારાની ડાયટ સ્વરૂપે દુધ,સફરજન,કેળા વગેરે પુરૂ પાડવામાં આવે છે.

પેરોલ/વચગાળા જામીન પર મુક્ત થયેલ કેદીઓને લોકડાઉન હોઇ ગળપાદર જીલ્લા જેલ દ્વારા કેદીઓ પોતાના ઘર સુધી પહોંચે તે હેતુસર વાહનની વ્યવસ્થા કરવામાં આવેલ હતી તેમજ રાશન કીટ આપવામાં આવેલ હતી તથા ગળપાદર જેલના જેલર એમ જે ચૌહાણ. તથા સ્ટાફ દ્વારા સરસ કામગીરી નિભાવવામાં આવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.