Abtak Media Google News

કરાંચીથી 1600 કરોડની કિંમતના ડ્રગ્સના જથ્થા સાથે નિકળેલા પાકિસ્તાની શખ્સોએ ભારતની સુરક્ષા એજન્સીની ચુંગાલમાં ફસાતા પહેલાં 136 પેકેટ દરિયાની અંદર ફેંકી દીધા હતા. આ પેકટ શોધવા માટે દરિયાઇ વિસ્તારમાં જારી મથામણ ચાલી રહી છે. ત્યારે દરિયામાં ફેંકાયેલા પેકેટોને શોધવા માટે પોલીસ, કોસ્ટ ગાર્ડ અને બીએસએફ દ્વારા જોઈન્ટ સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે.

દરિયામાં ડ્રગ્સ શોધી કાઢવા માટે જોઈન્ટ સર્ચ ઓપરેશનમાં 10 ટીમો બનાવાઈ છે. 10 ટીમો ક્રિકના 5થી 7 કિમીના વિસ્તારો વિભાજિત કરીને શોધખોળ કરી રહ્યા છે. છેલ્લા 4 દિવસથી ડ્રગ્સના પેકેટ મળી રહ્યા છે

દરિયામાં 130 જેટલા પેકેટ હોવાની શક્યતા સેવાઈ રહી છે. તાજેતરમાં જ કોસ્ટ ગાર્ડે ઝડપેલા એક હજાર કરોડના ડ્રગ્સ ઉપરાંત અન્ય જથ્થો પાકિસ્તાની શખ્સોએ દરિયામાં પધરાવી દીધો હતો. જે છેલ્લા 4 દિવસથી દરિયામાં મળતા હતા. ત્યારે બાકીના જથ્થાને પણ કબજામાં લેવા માટે જોઈન્ટ સર્ચ ઓપરેશન દ્વારા કવાયત હાથ ધરાઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.