કચ્છ જિલ્લા કોંગ્રેસના સ્વ. માજી પ્રમુખની ૫૩મી જન્મજયંતિ નિમિતે રકતદાન કેમ્પ

૬૦ જેટલા યુવાનોએ રકતદાન કરી સ્વ. નરેશભાઈ મહેશ્ર્વરીને આપી શ્રધ્ધાંજલિ

કચ્છ જિલ્લા કોંગ્રેસના માજી પ્રમુખ સ્વ. નરેશભાઈ મહેશ્વરીના ૫૩માં જન્મ જયંતિ નિમિતે ભૂજની જી.કે.જનરલ હોસ્પિટલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતુ તથા હોસ્પિટલમાં દર્દીઓને ફ્રુટ વિતરણ કરાયું હતુ જેમાં ૬૦ જેટલા યુવાનોએ રકતદાન કરી શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા. તેમજ સવારે અબોલાજીવો પશુ પક્ષીમાટે ચણ અને ઘાસચારાનું વિતરણ કરવામાં આવ્યું હતુ.

આ પ્રસંગે દીપ પ્રાગટય કરી કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા, પૂર્વ પ્રદેશમંત્રી નવલસિંહ જાડેજા, વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજા, પ્રવકતા ગનીભાઈ કુંભાર, પ્રદેશમંત્રી રફીક મારા, રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના પ્રમુખ નરેશભાઈ ફુલિયા, ભૂજ તાલુકા મહેશ્વરી સમાજના પ્રમુખ મંગલભાઈ ફમ્મા, એપીએમસી ડાયરેકટર રમેશ ધુઆ, દશરથસિંહ જાડેજા, મહેશ્વરી વિકાસ મંચના પ્રમુખ રાજુભાઈ દાફડા, રજાકભાઈ ચાકી, હરીસિંહ, શકિતસિંહ ચૌહાણ, પુષ્પાબેન સોલંકી, હરેશભાઈ આહિર, દિપક ડાંગર, ઈલીયાસભાઈ ઘાંચી, મધુભાઈ જોષી, ડો. કતિરા,માનસી શાહ, જયરાજસિંહ જાડેજા, રવિભાઈ લાંબા, રમેશ આહિર, હિતેશ મહેશ્વરી, રઝાક ચાકી, કપિલભાઈ જોષી, વિજય સંઘાણી, બકિમભાઈ ઈકબાલ જત હાજર રહ્યા હતા.સમગ્ર આયોજન ભુપેન્દ્ર મહેશ્વરી, વાલજીમહેશ્વરી, અમૃતલાલ મહેશ્વરી, વિનોદ મહેશ્વરી તથા સ્પોર્ટ કલબના યુવાનો, પાર્ટીનાં કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી. તેમ યાદીમાં જણાવ્યું હતુ.

Loading...