કચ્છ : મધ્યમ સિંચાઇના 9 ડેમો અને નાની સિંચાઇના 77 ડેમ છલકાયા

કચ્‍છમાં હવે મેઘરાજા બરાબર જામ્‍યા છે. ગઈકાલે રાત્રે લોકોને વીજળીના ડરામણા કડાકા ભડાકાનો અનુભવ થયો હતો. ભુજમાં તો રાત્રે ૯ થી ૧૦ વાગ્‍યા દરમ્‍યાન વીજળીની આતશબાજી જાણે જામી હતી તો તેની સાથે ડરામણા ગડગડાટ સાથે કડાકા ભડાકા એ લોકોને ડરાવી દીધા હતા.

કચ્છ જિલ્લા પર આ વર્ષે મેઘરાજા મહેરબાન બનતા જિલ્લામાં સરેરાશ 123 ટકા વરસાદ નોંધાયો છે. કચ્છના તમામ તાલુકામાં સચરાચર વરસાદને કારણે તમામ ડેમમાં નવા નીરની આવક થઇ છે. જેના કારણે કચ્છવાસીઓ અને જગતના તાતમાં ખુશીનો માહોલ છવાઇ ગયો છે. સતત વરસાદને કારણે મધ્યમ સિંચાઇના 20 પૈકી 9 ડેમો છલકાઇ ગયા છે.

ભુજમાં ભારે પવન વચ્‍ચે જોરદાર ઝાપટા સાથે વરસાદ તો પડ્‍યો પણ થોડી જ વારમાં બંધ થઈ ગયો હતો. વરસાદી માહોલ દરમ્‍યાન ક્‍યાંક ઝરમર તો ક્‍યાંક ધોધમાર વરસાદ પડ્‍યો હતો.

Loading...