Abtak Media Google News

૧૮૫૬માં મેવાડના કુંભાજી રાણાએ સ્વયંભૂ મહાદેવનું દેવાલય બંધાવ્યું હતું

દામનગર શહેર થી દક્ષિણ દિશા એ અગસ્ત ઋષિ ના અનુષ્ઠાન થી સયંભુ પ્રાગટય  કુંભનાથ સ્થાપત્ય યુગ ત્રેતા માં કુંભ જન્મ્યા ઋષિ થકી વિસ્તર્યું ત્યાર થી જ રહી કૈક વર્ષો ગયા વીતી થવા લાગી ધીમે ધીમે વસ્યો મનુષ્ય નેસ તહીં ધારેશ્વરી કરી ગ્રામ દૈવી ની પ્રતિષ્ઠા આપતી અને અતિ વૃષ્ટિ થી નેસ થયો નાબૂદ તહીં લક્ષ્મણાનંદજી નામે આવ્યા યાત્રાને પુંજન કરી ભક્તિભાવે દેરૂ નિર્માણ કર્યું અનુષ્ઠાન તહીં મીરા પરણ્યો મેવાડ દ્વારકા જતા રસ્તે લક્ષ્મણાનંદજી એ રોક્યો રાણોજી રિજિયો અને શ્રી કુંભનાથ મહાદેવ નું ભવ્ય દેવળ બંધાવ્યું  અવધૂત ને કુંભો રાણો વળી લઈ કીર્તિ લખલૂંટ પંથે પોતા ને પાળ્યો નજીક માં બાંધ્યો સભાડ નેસ

સૌપ્રથમ  કુંભનાથ દેવાલય મેવાડ પતિ એ બંધાવ્યું અને બાજુ માં સભાડ નેસ લાઠી ઠાકર ની ક્ધયા ને દામોજી ગાયકવાડ પરણ્યા તેથી સભાડ નેસ સહિત ૧૮ ગામ પહેરામણી માં મળતા સંવત ૧૮૫૬ માં વાવાઝોડા અને મુશળધાર વર્ષા થી દેવાલય ઉપર વીજળી પડતા મૂળ દેવાલય નાશ પામતા દેવાલય નો પુન: જીર્ણોદ્ધાર સંવત ૧૮૫૬ માં ત્યાર બાદ વહારે આવ્યો વડોદરા નો રાજવી પ્રજા વત્સલ્ય નો રાજીપો થતા દુષ્કાળ માં રિલીફ કાર્ય રાહત કામ શરૂ થતાં એક વિશાળ સુંદર સરોવર અને નયન રમ્ય સુંદર સરોવર ના કાંઠે દેવાલય નું નિર્માણ થયું પાંડુર્શગાશ્ય પુરી પાંડરી નાગ તે હાલ નું પાડરશીંગા ગામ સ્વ આપા શુરા ગોલણ તેમની શિવ ભક્તિ એ સાક્ષાત સિંહ સ્વરૂપે દર્શન આપી વરદાન આપી ચપટી જુવાર કોઠી માં નાખી હોણ થી કાઢી ને નિર્વાહ ચલાવો યુગો યુગ જીવન પર્યન્ત રહ્યો અન્ન અવરીત ભંડાર ચાલ્યા કરે માંગી લે શુરા આવો લાગ નહિ મળે ધમે ને આજે પરિપૂર્ણ ફળે ભક્ત તું જેહલ નો કાવે ભોળો શંભુ તેજ હું કુંભ નો નાથ હું તારી ભક્તિ થી પ્રસન્ન છું તેવી રીતે વરદાન આપી તે પાડરશીંગા ના શુરા ભક્ત નું દેવળ પાડરશીંગા ગામે હાલ માં દર્શનીય છે શુરા ભક્ત ને નાગ રૂપે અને સિંહ સ્વરૂપે સાક્ષાત પરચો આપી વરદાન માં ચપટી જુવાર આપી યુગો યુગતર ચાલ્યા કરી અને દામનગરના મોઢ ચાતૃર્વેદી બ્રાહ્મણ સળગત દીક્ષિત નરોત્તમભાઈ માધવજીભાઈ ના પરિવાર ને સરકાર શ્રી તરફ થી શિવજી ની સેવા અર્થે વર્ષાસન ચૂકવાતું શ્રી કુંભનાથ મહાદેવ દામનગર શહેર ની દક્ષિણ દિશા એ ભવ્ય નયન રમ્ય મંદિર તેના અપાર સૌંદર્ય માં શ્રી મંત સરકાર ગાયકવાડે ગળાવેલ તળાવ દક્ષિણે કુદરતી વન્યસંપદા ટેકરી શિવ મંદિર ની શોભા માં અભિવૃદ્ધિ કરે છે પક્ષી ઓ નો કલરવ અને કુદરત નું અપાર ઐશ્ચર્ય ધરાવતું શ્રી કુંભનાથ મંદિરે વારે તહેવારે મેળા ઓ માં માનવ મેદની ઉમટી પડે છે લાખો ભાવિકો ના હદય માં સ્થાન ધરાવતા શ્રી કુંભમથ મહાદેવ ની દર વર્ષે શ્રાવણ માસ ના કોઈ પણ એક સોમવારે પાલખી યાત્રા નું સેવક સમુદાય દ્વારા આયોજન કરાય છે શહેર ની મુખ્ય બજારો માં દર્શનીય નજરા સાથે નગર ચર્યા કરતા શ્રી કુંભનાથ મહાદેવ ની વેજનાથ મંદિર થી કુંભનાથ જતી પાલખી યાત્રા ના દર્શન કરવા જીવન માં  અમૂલ્ય  લ્હાવો છે  કુદરતી વરસાદ થી સરોવર ભરતા તેમાં નૌકા વિહાર પણ થતો

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.