Abtak Media Google News

દાનકુંભમાં એકત્ર યેલા ભંડોળ વિધવાઓના પરિવાર માટે ખર્ચાશે: ૯ મેએ મહારાણા પ્રતાપ જયંતિએ બાઈક રેલીનું આયોજન

રાજકોટ શહેરમાં રહેતા જરૂરીયાતમંદ ક્ષત્રિય વિધવા પરિવારોને ક્ષત્રિય સમાજ ફાઉન્ડેશન દ્વારા ઉપયોગી વા સંસએ એક ઉમદા કામ શરૂ કર્યું છે.

જરૂરિયાતમંદ વિધવા પરિવારના દિકરા-દિકરીઓને સા‚ શિક્ષણ અપાવવા માટે તેમજ સરકાર દ્વારા મળતી યોજનાઓના લાભ માટે યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવા માટે જહેમત ઉઠાવશે. આ સો સંસ દ્વારા જરૂરી અનાજનો પણ પ્રબંધ કરવામાં આવશે.

સંસ દ્વારા ક્ષત્રિય પરિવારો કે જે આ ઉમદા કાર્યમાં પોતાનું અનુદાન આપી અને સહયોગી વા માંગતા હોય, તેઓને આ સંસ દ્વારા દૈનિક માત્ર એક રૂપિયાનું અનુદાન આપવા માટે આહવાન કરે છે. આ એક રૂપિયાના અનુદાન માટે સંસ દ્વારા ક્ષત્રિય સમાજના ઘેર-ઘેર એક દાનકુંભ આપવામાં આવશે. સંસનો આ દાનકુંભ મુકવાનો ઉદેશ્ય એ છે કે, રાજકોટ શહેરના ક્ષત્રિય પરિવારો ભાવપુર્વક અનુદાન આપી શકે તે માટે તેઓ તેમની અનુકુળતા મુજબ એક રૂપિયાી લઈને જે અનુદાન આપવામાં માંગતા હોય તે આ દાનકુંભમાં આપી શકે છે. આ દાનકુંભ વર્ષના મકરસંક્રાંતિ તહેવાર નિમિત્તે માત્ર એક જ દિવસે દાન આપનારના ઘરે રૂબરૂ જઈ દાનકુંભ ખોલવામાં આવશે. દાનકુંભમાં જમાં યેલી રકમની પાકી પહોંચ દાનકુંભમાં અનુદાન કરનારને આપવામાં આવશે. રાજકોટ શહેરમાં આ પ્રકારના દાનકુંભ મુકનાર આ પ્રમ સંસ છે. દાનકુંભ પોતાના ઘરે મુકવા ઈચ્છનાર દાતાઓ સંસના કારોબારીઓનો સંપર્ક કરી શકે છે.

આ સો સંસના પ્રમુખ દિલીપસિંહ આર.ગોહિલ દ્વારા એક ક્ષત્રિય સમાજ માટે વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. એકલિંગજી દાદાના દિવાન હિંદવા સુરજ પ્રાણવંત પૂર્વજ પ્રણવીર એવં પ્રાણપ્રિય મહારાણા પ્રતાપજીની જન્મ જયંતિ હર્ષોલ્લાસ સો ઉજવવામાં આવશે. મહારાણા પ્રતાપજીનો જન્મ તિી પ્રમાણે જેઠ સુદ-૩ અને તારીખ પ્રમાણે ૯ મે, ૧૫૪૦ના યેલ છે. કેએસએફ દ્વારા જન્મ જયંતિ તારીખ પ્રમાણે ૯ મે, ૨૦૧૮ને બુધવારના રોજ રાજકોટ ખાતે એક સંપૂર્ણ શિસ્તબધ્ધ બાઈક રેલીનું ભવ્ય આયોજન સો હૃદયપૂર્ણ ભાવ સો ઉજવવામાં આવશે.

આ બાઈક રેલીમાં જોડાવા ઈચ્છતા ભાઈઓ, યુવાનો પોતાની પુરી વિગત અને પાસપોર્ટ સાઈઝના ફોટો સો રજિસ્ટ્રેશન માટે આપ સર્વ આપણી સંસ ક્ષત્રિય સમાજ ફાઉન્ડેશન કેએસએફ રાજકોટનો સંપર્ક કરી શકો છો.શિસ્તબધ્ધ બાઈક રેલીમાં જોડાવવા માટે રજીસ્ટ્રેન ફરજીયાત છે. ઉપરોકત કાર્યક્રમને સફળ બનાવવા સંસના પ્રમુખ દિલીપસિંહ ગોહિલ, ઉપપ્રમુખ યોગરાજસિંહ જાડેજા, મંત્રી સંજયસિંહ રાણા, સહમંત્રી નવલસિંહ એ.જાડેજા, ખજાનચી નરેન્દ્રસિંહ જે.જાડેજા, સંગઠન મંત્રી અનિરુધ્ધસિંહ રાણા, સંગઠન મંત્રી ઈન્દ્રજીતસિંહ જાડેજા જહેમત ઉઠાવી રહ્યાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.