ક્રિષ્ના સ્કૂલનું ‘રંગતરંગ’ પર્યાવરણને બચાવવા બનશે અનોખી પહેલ

એન્યુઅલ ફંકશનમાં ‘ગો ગ્રીન, સેવ અર્થ’ થીમ ઉપર વિવિધ કાર્યક્રમો રજૂ થશે

ક્રિષ્ના સ્કૂલ દ્વારા આગામી તા.૫ના રોજ બુધવારે હેમુગઢવી હોલ ખાતે બપોરે ૩ થી ૧૧ દરમિયાન રંગતરંગ એન્યુઅલ ફંકશનનું આયોજન કરાયું છે. આ કાર્યક્રમની થીમ ‘ગો ગ્રીન, સેવ અર્થ’ રહેશે. પર્યાવરણ બચાવવાનો સંદેશો આ કાર્યક્રમના માધ્યમી અપાશે તેવું ‘અબતક’ની મુલાકાતે આવેલા આયોજકોએ કહ્યું હતું.

તેમણે જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં પ્રદૂષણને લગતી ઘણી સમસ્યાઓ ઉદભવી રહી છે. પ્રદુષણ જેવા કે હવાનું, પાણીનું, અવાજનું વગેરે આવા પ્રદૂષણી ભારતને મુક્ત કરવા માટે સરકારે વૃક્ષો વાવો, પાણી બચાવો, નો ટુ પ્લાસ્ટીક, સ્વચ્છતા અભિયાન વગેરે જેવા અભિયાનોી લોકોને જાગૃત કર્યા છે. સરકારના આ અભિયાનને સપોર્ટ કરવા ક્રિષ્ના સ્કૂલ્સ દર વર્ષની જેમ આ વર્ષે પણ લાવી રહ્યાં છે. રંગતરંગ ૨૦૨૦ એન્યુઅલ ફંકશન.

આ વ ર્ષે ‘ગો ગ્રીન, સેવ ર્અ’ની થીમ રાખવામાં આવી છે. માત્ર પ્રદૂષણ નહીં પરંતુ બીજા ઘણા સામાજિક મુદ્દાઓનો આ એન્યુઅલ ફંકશનમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જેમ કે સર્વધર્મ સમભાવ તા વસુધૈય કુટુમ્બકમના સંદેશને પ્રસ્તુત કરતી વસુંધરા સ્તુતિી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવશે. ૫૦૦થી વધુ વિર્દ્યાીઓ આ કાર્યક્રમમાં ભાગ લઈ પોતાનું હુન્નર બતાવશે. તેમજ વિર્દ્યાીઓના મમ્મીઓ પણ પોતાના બાળકો સો એક ખાસ કૃતિ રજૂ કરશે. આ કાર્યક્રમમાં પ્રસ્તુત કૃતિઓમાં ‘દિકરી વ્હાલનો દરિયો’ કે જે થીભૃણ હત્યાને રોકવા તા બેટી બચાવોના સંદેશ સો રજૂ શે. તેમજ પ્રવર્તમાન સમયમાં યુવાનોમાં વધી રહેલા મોબાઈલના ઉપયોગી સર્જાતી સમસ્યાઓને દર્શાવતી કૃતિ ‘મોબાઈલ એન એડિકશન’ રજૂ કરવામાં આવશે.

તેમજ જીવનના દરેક રસની અનુભૂતિ કરાવતા ‘નવરસ’ કે જેમાં શાંત, રસ, હાસ્ય રસ, ભયાનક રસ, શ્રૃંગાર રસ, વીર રસ, કરુણ રસ, આનંદ રસ, અદભુત રસ અને રૌદ્ર રસનો સમાવેશ થાય છે. નાના ભૂલકાઓ દ્વારા ‘દિલ હે છોટા સા, છોટી સી આશા’ ગીત પર સરસ મજાનો ડાન્સ પર્ફોમ કરવામાં આવશે. આજના રીમીકસના યુગમાં બાળકો ૮૦’એસ અને ૯૦’એસના સોંગ સો રેટ્રો ટુ મેટ્રો કૃતિ પ્રસ્તુત કરવામાં આવશે. તેમજ સ્કેટીંગ ડાન્સ દ્વારા વિર્દ્યાીઓ દેશભક્તિ રજૂ કરશે. ભારતના વિવિધ રાજ્યોનો પરિચય આપતી કૃતિ ‘ઈન્ક્રેડિબલ ઈન્ડિયા’ પણ પ્રસ્તુત કરવામાં આવશે.

આ ઉપરાંત શાળાની શિક્ષિકાઓ પણ આ પાર્યક્રમમાં ભાગ લઈ રાધા અને શ્યામના જીવન પ્રસંગને પ્રસ્તુત કરતી કૃતિ રજૂ કરશે. આ કાર્યક્રમમાં સદ્ભાવના વૃદ્ધાશ્રમના ટ્રસ્ટી તેમજ વન પંડિત વિજયભાઈ ડોબરીયા તા ઓજસ્વીની ફાઉન્ડેશનના સંચાલક હેમલબેન દવેને ઉત્કૃષ્ટ સમાજ સેવાના કાર્ય બદલ તેમનું સ્વાગત કરવામાં આવશે.

Loading...