Abtak Media Google News

ફાઈનલ નિહાળવા મહાનુભાવો ઉમટયા

ઉપલેટામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ક્રિશ્ર્ના ગ્રુપ દ્વારા નવરાત્રી ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવેલ હતુ.

ફાઈનલ રાઉન્ડમાં પ્રિન્સ અને પ્રિન્સેસને વિજેતા ઈનામો આપવામાં આવ્યા હતા.

ગતરાત્રે અંતિમ રાઉન્ડમાં ભારે રસાકસી બાદ નિર્ણાયકોએ પ્રીન્સ અને પ્રિન્સેસના નામની જાહેરાત કરતા ઉપસ્થિત ખેલૈયાઓ શહેરીજનોએ તાળીઓનાં ગડગડાટથી વધાવી લીધા હતા. ક્રિશ્ર્નાગ્રુપના ગ્રાઉન્ડમાં ખીચોખીચ મેદની વચ્ચે પ્રિન્સ અને પ્રિન્સેસ સહિતના વિજેતાઓને ધારાસભ્ય લલીતભાઈ વસોયા, દ્વારકા જીલ્લા પંચાયતના પ્રમુખ રેખાબેન ગેરીયા, નગરપાલીકાના પ્રમુખ રાણીબેન ચંદ્રવાડીયા, તાલુકા પંચાયતના પ્રમુખ જયાબેન ડાંગર, આહિર અગ્રણી દાનભાઈ ચંદ્રવાડીયા, લાખાભાઈ ડાંગર સ્કુલ બોર્ડના પૂર્વ ચેરમેન નિતિનભાઈ અધેરા, પ્રદિપભાઈ જોષી, નગરશેઠ અમિતભા, શેઠ, લોહાણા સમાજના પ્રમુખ જગદીશભાઈ ગણાત્રા, ડી.ડી. જવેલર્સ વાળા દેવેનભાઈ ધોળકીયા, યાર્ડના ડિરેકટર નિકુલભાઈ ચંદ્રવાડીયા, પરેશભાઈ ઉચદડીયા, વોર્ડના ઉપપ્રમુખ રામભાઈ સુવા, ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ ભરત રાણપરીયા ધારાજીના હરેશભાઈ કાકડીયા, ઉદ્યોગપતિ ધરણાંતભાઈ સુવા આર.ડી.સબિંકનાં ડિરેકટર હરીભાઈ ઠુમર, નગરપાલીકાના ઉપપ્રમુખ ધવલભાઈ માકડીયા, કારોબારી સમિતિના ચેરમેન હરસુખભાઈ સોજીત્રા સુધરાઈ સભ્યો જયેશભાઈ ત્રિવેદી, કનુભાઈ સુવા, રાકેશભાઈ કપુપરા, મનોજભાઈ નંદાણીયા, આયોજકો ભાવેશભાઈ સુવા, મયુરભાઈ સુવા, જગુભાઈ સુવા, રાજનસુવા, વિક્રમસિંહ સોલંકી તેમજ નવ નવ દિવસ પોતાની આગવી વાણીમાં એલાઉન્સ કરનાર નાદાનકાન દિવ્યેશ ઉપલેટા સહિતનાઓના હસ્તે વિજેતા ખેલૈયાઓને લાખેણા ઈનામો અપાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.