Abtak Media Google News

રાજય સરકાર દ્વારા ખેડુતોના હિતમાં આગામી ખરીફ સિઝનની પૂર્વ તૈયારી માટે વધુ અનુકુળતા રહે તેવા હેતુસર ‘‘કૃષિ મહોત્‍સવ-૨૦૧૯‘‘ની ઉજવણી કરવાનું નકકી કરેલ છે. જે અંતર્ગત સુરેન્‍દ્રનગર જિલ્‍લામાં દરેક તાલુકામાં તાલુકા કક્ષાએ કૃષિ મહોત્‍સવ-૨૦૧૯નો કાર્યક્રમ તા.૧૬/૬/૨૦૧૯ના રોજ સવારે ૯-૦૦ કલાક થી સાંજના ૫-૦૦ કલાક દરમ્‍યાન યોજાશે.

જે અન્‍વયે પાણી પુરવઠા, પશુપાલન, ગ્રામ ગૃહનિર્માણ મંત્રી કુંવરજી બાવળીયાના અધ્‍યક્ષસ્‍થાને, સાંસદ મહેન્‍દ્રભાઈ મુંજપરા અને ધારાસભ્‍યોઓ તેમજ મહાનુભાવોની પ્રેરક ઉપસ્‍થિતિમાં નવા એ.પી.એમ.સી. આણંદપુર રોડ, ચોટીલા ખાતે કૃષિ મહોત્‍સવ કાર્યક્રમ યોજાશે.

ઉપરાંત જિલ્‍લાના અન્‍ય તાલુકાઓમાં પણ તા.૧૬/૬/૨૦૧૯ના રોજ કૃષિ મહોત્‍સવ કાર્યક્રમ યોજાશે જેમાં વઢવાણ તાલુકામાં એ.પી.એમ.સી. વઢવાણ, મુળી તાલુકામાં એ.પી.એમ.સી. મુળી, ધ્રાંગધ્રા તાલુકામાં ઔદિત્‍ય બ્રાહ્રમણ ભોજન શાળા ધ્રાંગધ્રા, થાનગઢ તાલુકામાં શ્રી મ્‍યુનિસિપલ હાઈસ્‍કૂલ થાનગઢ, સાયલા તાલુકામાં એ.પી.એમ.સી. સાયલા, લખતર તાલુકામાં એ.પી.એમ.સી. લખતર, લીંબડી તાલુકામાં એ.પી.એમ.સી. લીંબડી, ચુડા તાલુકામાં શ્રીજી વિદ્યાલય, શ્રી સ્‍વામીનારાયણ ગુરૂકુલ કરમડ અને દસાડા તાલુકામાં કડવા પાટીદાર હોલ પાટડી ખાતે કૃષિ  મહોત્‍સવ કાર્યક્રમ યોજાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.