Abtak Media Google News

નોકરી પરથી પરત ઘરે ફરી રહેલા યુવાનને કાળ મુખી ટ્રક ભરખી ગયો

શહેરના કીયાનગર-૪ માં રહેતો અને શાપરમાં મશીન ઓપરેટરની નોકરીમાંથી પરત ફરી રહેલા યુવાનને કોઠારીયાનગરના પાટીયા પાસે કાળમુખી ટ્રક ચાલકે હડફેટે લેતા યુવાનનું ઘટના સ્થળ પર જ મોત નિપજયું હતું.

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેરના કડીયાનગર-૪ માં રહેતો અને શાપર-વેરાવળના કારખાનામાં મશીન ઓપરેટરની નોકરી કરતો યુવાન પ્રકાશ લક્ષ્મીદાસ કારીયા (ઉ.વ.૩પ) પોતાનું જીજે ૩ કેબી ૫૦૩૬ વાળુ બાઇક લઇ ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે ગોંડલથી રાજકોટ નેશનલ હાઇવે કોઠારીયા ગામના પાટીયા પાસે સર્વિસ રોડ પર સામેથી પુરપાટ ઝડપે આવતા આરજે ૧૪ ઝેડજી ૮૩૫૬ નંબરના ટ્રક ચાલકે હડફેટે લેતા યુવાન ફંગોળાઇ રોડ પર પડયો હતો.

પ્રકાશને હડફેટે લઇ ટ્રક ચાલક નાશી છુટયો હતો યુવાનને માથાના ભાગે ગંભીર ઇજા થતા ઘટના સ્થળ પર જ તેનું મોત નિપજયું હતુ બે ભાઇઓમાંના નાના ભાઇનું અકાળે મૃત્યુ થવાથી પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ શરુ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.