Abtak Media Google News

હયાત ૬૧ x ૨૪ મીટરના સર્કલને ટૂંકાવી ૨૨ ડાયામીટરનું કરાશે: બે માસમાં સર્કલ ટૂંકાવાની કામગીરી આટોપી લેવાશે

શહેરના ગૌરવપ એવા કાલાવડ રોડ પર કોટેચા ચોકમાં આવેલા મહાકાય સર્કલના કારણે દિન-પ્રતિદિન ટ્રાફિકની સમસ્યા વકરી રહી છે. આ સર્કલની લંબાઈ તા પહોળાઈ ઘટાડવી જોઈએ તેવી માંગણી છેલ્લા ઘણા સમયી વાહન ચાલકોમાંી ઉઠી રહી છે. ત્યારે મહાનગરપાલિકા દ્વારા આગામી દિવસોમાં કોટેચા ચોક સર્કલની લંબાઈ તા પહોળાઈ ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આટલું જ નહીં સર્કલ ટૂંકાવી ત્યાં ભારતીય એરફોર્સનું વિશ્ર્વ પ્રસિધ્ધ મીગ-૨૭ વિમાન મુકવામા આવશે.

6964385363આ અંગે મહાપાલિકાના વિશ્ર્વસનીય સૂત્રો પાસેી પ્રાપ્ત તી વધુ વિગત મુજબ હાલ શહેરના કાલાવડ રોડ પર કોટેચા ચોકમાં આવેલા સર્કલની હયાત લંબાઈ ૬૧ મીટર અને પહોળાઈ ૨૪ મીટરની છે. સર્કલ લંબગોળ અને મહાકાય હોવાના કારણે સતત ટ્રાફિકી ધમધમતા એવા આ રાજમાર્ગ પર દિવસ દરમિયાન અનેકવાર કોટેચા ચોકમાં ટ્રાફિકજામની સમસ્યાના સર્જાય છે. કોટેચા ચોકનું સર્કલ ટૂંકાવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ માટે સીવીલ વર્ક કરવા ટેન્ડર પ્રસિધ્ધ કરી દેવામાં આવ્યું છે જેની મુદત આજે પૂર્ણ ઈ રહી છે. ૧૦ લાખના ખર્ચે હયાત સર્કલને તોડી નવું સર્કલ બનાવવામાં આવશે. ટ્રાફિકના નિયમ મુજબ સર્કલ કે આયલેન્ડની સ્ટાર્ન્ડડ સાઈઝ ૨૧ ી ૨૨ ડાયામીટરની હોય છે. કોટેચા ચોકના હયાત સર્કલને ટૂંકાવી ૨૨ ડાયામીટરનું કરવામાં આવશે અને તેમાં એરફોર્સનું મીગ-૨૭ વિમાન મુકવામાં આવશે. જેના માટે સર્કલમાં ૯ મીટર પહોળુ એક પ્લેટફોર્મ બનાવવામાં આવશે. મીગ-૨૭ની પહોળાઈ આશરે ૯ મીટર અને લંબાઈ ૧૬ મીટર જેટલી રહેલી છે. ભારતીય એરફોર્સ દ્વારા દેશના અલગ અલગ શહેરોમાં વિનામુલ્યે મીગ-૨૭ વિમાન મુકવામાં આવી રહ્યું છે. રાજકોટમાં પણ આ વિમાન મુકવા એરફોર્સ તૈયારી દર્શાવી છે.

આગામી દિવસોમાં સર્કલ ટૂંકાવાની કામગીરી શ‚ કરવામાં આવશે. મીગ-૨૭ વિમાન જોધપુરી આવશે જે અહીં ઈસ્ટોલ કરવામાં આવશે. આજે ટેન્ડરની મુદત પૂર્ણ યા બાદ વર્ક ઓર્ડર આપી કામગીરી શ‚ કરવામાં આવશે અને કોટેચા ચોક સર્કલ ટૂંકાવાની કામગીરી સંભવત: ૨ માસમાં પૂર્ણ કરી દેવામાં આવશે. મહાપાલિકા દ્વારા હાલ શહેરના અલગ અલગ રાજમાર્ગો પર આવેલા સર્કલ અને આયલેન્ડ જનભાગીદારીી ડેવલોપ કરવામાં આવી રહ્યાં છે. જે અંતર્ગત અત્યાર સુધીમાં ૧૯ સર્કલને ડેવલોપ કરી દેવામાં આવ્યા છે અને વધુ ૧૧ સર્કલોને ડેવલોપ કરવા માટે ટેન્ડર પ્રસિધ્ધ કરી દેવામાં આવ્યા છે જેની મુદત આજે પૂર્ણ ઈ રહી છે. બીજી તરફ મ્યુનિ.કમિશનર બંછાનિધિ પાનીએ તાજેતરમાં એવી જાહેરાત કરી હતી કે, જનભાગીદારીી સર્કલ ડેવલોપ કરવા માટેની પોલીસીમાં પણ ફેરફાર કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.