Abtak Media Google News

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૪૦૦ સિકસર ફટકારનારો રોહિત શર્મા પ્રથમ ભારતીય બન્યો

ભારત-વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રણ ટી-૨૦ મેચની સીરીઝ ભારતે ૨-૧થી જીતી લીધી છે. જેમાં સુકાની કોહલીનાં વિરાટ જનુને વિન્ડીઝને ધુળ ચાટતુ કર્યું હતું ત્યારે બીજી તરફ ભારતીય ટીમનાં ઓપનર અને વિસ્ફોટક બેટસમેન રોહિત શર્માએ ૪૦૦ સિકસ ફટકારી પ્રથમ ભારતીય બેટસમેન બન્યો હતો. ટોસ હાર્યા બાદ વિન્ડીઝે જયારે ભારતને બેટીંગ કરવા માટેનું આમંત્રણ આપ્યું ત્યારે શ‚આતથી જ લોકેશ રાહુલ અને રોહિત શર્મા વિસ્ફોટક રમત રમી ટીમને ૨૪૦નાં સ્કોર સુધી પહોંચાડયું હતું. બેટીંગ દરમિયાન ભારતીય ટીમનાં સુકાની વિરાટ કોહલીએ માત્ર ૨૫ બોલમાં જ અર્ધ સદી ફટકારી હતી. મેચનાં અંત સુધી વિરાટ કોહલીએ ૨૯ બોલ રમી ૭૦ રન નોંધાવ્યા હતા જેમાં ૪ ચોગ્ગા અને ૭ છગ્ગાનો સમાવેશ થાય છે ત્યારે વિશાળ રનનાં લક્ષ્યાંકને ચેસ કરવા ઉતરેલી વેસ્ટ ઈન્ડિઝની ટીમ ૧૭ રનમાં ૩ વિકેટ ગુમાવ્યા બાદ સેમરોન હેટમાયર અને કેરન પોલાર્ડે બાજી સંભાળી લીધી હતી ત્યારે એક ક્ષણે એવું પણ લાગતું હતું કે, વેસ્ટ ઈન્ડિઝ ખુબ જ આસાનીથી મેચ જીતી જશે પરંતુ કુલદિપ યાદવની બે મહત્વપૂર્ણ વિકેટ અને રવિન્દ્ર જાડેજા દ્વારા કરવામાં આવેલા કેચની મદદથી ભારતીય ટીમની વાપસી થઈ હતી અને ૬૭ રને મેચ જીતી ટી-૨૦ સીરીઝ પોતાનાં નામે કરી હતી.

7537D2F3 10

લોકેશ રાહુલ, રોહિત શર્મા અને સુકાની વિરાટ કોહલીની તોફાની બેટિંગની મદદ ભારતે બુધવારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાયેલી ત્રીજી અને અંતિમ ટી૨૦ મેચમાં વેસ્ટ ઈન્ડિઝ સામે ૬૭ રને વિજય નોંધાવ્યો હતો. આ સાથે જ ભારતે ત્રણ મેચની શ્રેણી ૨-૧થી જીતી લીધી હતી. આ મેચમાં ભારતનું બેટિંગ પ્રદર્શન લાજવાબ રહ્યું હતું અને પ્રથમ બેટિંગનું આમંત્રણ મળ્યા બાદ રાહુલ, રોહિત અને કોહલીની ત્રિપુટીની આક્રમક અડધી સદીની મદદથી ભારતે નિર્ધારીત ૨૦ ઓવરમાં ત્રણ વિકેટે ૨૪૦ રનનો જંગી સ્કોર નોંધાવ્યો હતો. જેના જવાબમાં સુકાની કેઈરોન પોલાર્ડે અડધી સદી ફટકારી હોવા છતાં કેરેબિયન ટીમ ૨૦ ઓવરમાં આઠ વિકેટે ૧૭૩ રન નોંધાવી શકી હતી. ભારત માટે રાહુલે ૯૧, રોહિત શર્માએ ૭૧ અને સુકાની કોહલીએ અણનમ ૭૦ રન નોંધાવ્યા હતા. ૨૪૧ રનના કપરા લક્ષ્યાંક સામે વેસ્ટ ઈન્ડિઝની શરૂઆત ઘણી જ ખરાબ રહી હતી. ટીમે ૧૭ ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. બાદમાં શિમરોન હેતમાયર અને પોલાર્ડે આક્રમક બેટિંગ કરીને લડત આપવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ સ્કોર વધારે હોવાના કારણે તેઓની લડત નિષ્ફળ ગઈ હતી. હેતમાયરે ૪૧ રન નોંધાવ્યા હતા જેમાં તેણે એક ચોગ્ગા અને પાંચ સિક્સર ફટકારી હતી. જ્યારે પોલાર્ડે ૩૯ બોલમાં છ સિક્સર અને પાંચ ચોગ્ગાની મદદથી ૬૮ રન ફટકાર્યા હતા.

ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન અને ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્માએ બુધવારે એક મોટી ઉપલબ્ધિ મેળવી લીધી, તે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ૪૦૦ છગ્ગા ફટકારનારો પ્રથમ ભારતીય ક્રિકેટર બની ગયો છે. આ સિદ્ધિ મેળવનારો તે દુનિયાનો માત્ર ત્રીજી પ્લેયર બન્યો છે. રોહિતની પહેલા આ લિસ્ટમાં વેસ્ટ ઈન્ડીઝનો તોફાની બેટ્સમેન ક્રિસ ગેઈલ અને પાકિસ્તાનનો વિસ્ફોટક બેટ્સમેન શાહિદ આફ્રિકી આ સિદ્ધિ મેળવી ચૂક્યા છે. ગેઈલ ૪૬૨ ઈન્ટરનેશનલ મેચોમાં ૫૩૪ છગ્ગા સાથે પ્રથમ સ્થાને છે જ્યારે આફ્રિદી ૫૨૪ મેચોમાં ૪૭૬ છગ્ગા સાથે બીજા સ્થાને છે. ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ સિક્સર્સ ફટકારનારા પ્રથમ ભારતીય રોહિત શર્માએ કરિયરની ૩૫૪મી મેચની ૩૬૦મી ઈનિંગમાં આ સિદ્ધિ મેળવી છે. રોહિત અત્યાર સુધી ૩૨ ટેસ્ટ, ૨૧૮ વન-ડે અને ૧૦૩ ટી૨૦ ઈન્ટરનેશનલ મેચો રમી ચૂક્યો છે. તેણે શેલ્ડન કોટરેલની બોલિંગમાં છગ્ગો ફટકારી આ ઉપલબ્ધિ મેળવી. સીરિઝ શરૂ થયા પહેલા જ રોહિત ૩૯૯ છગ્ગા સાથે ત્રીજા સ્થાને હતો. આશા હતી કે, તે પ્રથમ મેચમાં જ ૪૦૦ છગ્ગાની ઉપલબ્ધિ મેળવી લેશે. પણ પ્રથમ બંને ટી૨૦માં નિષ્ફળ જતા તેને છેલ્લી મેચ સુધી રાહ જોવી પડી હતી. સૌથી વધુ સિક્સર્સ ફટકારવાની બાબતે રોહિત શર્મા બાદ ન્યૂઝીલેન્ડનો પૂર્વ કેપ્ટન બ્રેન્ડન મેક્કુલમ છે જેણે ૩૯૮ સિક્સર્સ ફટકારી છે. ભારત માટે હાઈએસ્ટ સિક્સર્સ ફટકારવાની બાબતે રોહિત બાદ ધોનીનું નામ આવે છે. તેણે અત્યાર સુધી ૫૩૮ મેચોમાં ૩૫૯ સિક્સર્સ લગાવી છે. ત્યારબાદ ૬૬૪ મેચોમં ૨૬૪ સિક્સર્સ સાથે સચિન તેંદુલકરનું નામ આવે છે.

7537D2F3 10

અગાઉ પ્રથમ બેટિંગનું આમંત્રણ મળ્યા બાદ ભારતીય બેટ્સમેનોએ ધમાકેદાર પ્રદર્શન કર્યું હતું. રોહિત શર્મા, લોકેશ રાહુલ અને કેપ્ટન વિરાટ કોહલીની ત્રિપુટીએ કેરેબિયન બોલર્સની મન મૂકીને ધોલાઈ કરી હતી જેની મદદથી ભારતે જંગી સ્કોર નોંધાવ્યો હતો. રોહિત અને રાહુલની ઓપનિંગ જોડીએ ટીમને શાનદાર શરૂઆત અપાવી હતી. તેમણે પ્રથમ વિકેટ માટે ૧૧.૪ ઓવરમાં ૧૩૫ રનની ભાગીદારી નોંધાવી હતી. પ્રવાસી ટીમના બોલર્સ પાસે રોહિત અને રાહુલના આક્રમણનો કોઈ જવાબ ન હતો. વેસ્ટ ઈન્ડિઝે આ ભાગીદારી તોડવા તમામ પ્રયાસ કર્યા હતા પરંતુ તેમને સફળતા મળી ન હતી. અંતે ૧૨મી ઓવરમાં વિલિયમ્સે રોહિતને આઉટ કરીને ટીમને પ્રથમ સફળતા અપાવી હતી. જોકે, તે અગાઉ રોહિતે પોતાનું યોગદાન આપી દીધું હતું. તેણે ૩૪ બોલમાં છ ચોગ્ગા અને પાંચ સિક્સરની મદદથી ૭૧ રનની ઈનિંગ્સ રમી હતી.

રોહિત આઉટ થયા બાદ ટીમે વિકેટકીપર બેટ્સમેન રિશભ પંતને ઉપરના ક્રમે બેટિંગમાં મોકલ્યો હતો. ટીમ શ્રેષ્ઠ પોઝિશનમાં હતી તેથી પંત પાસે સેટ થવામાં થોડો સમય લેવાની તક હતી પરંતુ તેણે વધુ એક વખત અપરિપક્વતા દાખવી હતી અને તે બીજા જ બોલે આઉટ થઈ ગયો હતો. તે ખાતું પણ ખોલાવી શક્યો ન હતો. ત્યારે થોડા સમય માટે ભારતની રન ગતિ ધીમી પડી હતી પરંતુ કોહલીએ રાહુલ સાથે મળીને ફરીથી તે ગતિને ઝડપી બનાવી દીધી હતી. રાહુલે પણ તાબડતોબ બેટિંગ કરી હતી તો કોહલીએ પણ દમદાર શોટ્સ ફટકાર્યા હતા. રાહુલે ૫૬ બોલમાં નવ ચોગ્ગા અને ચાર સિક્સરની મદદથી ૯૧ રન ફટકાર્યા હતા. જ્યારે કોહલીએ પણ મન મૂકીને બેટિંગ કરતા ૭૦ રનની અણનમ ઈનિંગ્સ રમી હતી. કોહલીએ ૨૯ બોલ રમ્યા હતા જેમાં ચાર ચોગ્ગા અને સાત સિક્સર ફટકારી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.