કોહલી કે સચિન,‘વિરાટ’ કોણ?

સચિન કરતા વિરાટની રન માટેની ‘દોડ’ વધુ: માસ્ટર બ્લાસ્ટરે ૧૨ હજાર રન પુરા કર્યા ત્યારે ૧૨૪૯ ચોગ્ગા અને ૧૩૫ છગ્ગા જ્યારે કોહલીએ ૧૧૩૦ ચોગ્ગા અને ૧૨૪ છગ્ગા ફટકાર્યા છે

વર્તમાન સમયમાં ફિટનેસ પ્રત્યે ખેલાડીઓની વધુ જાગૃતિના કારણે ‘રનીંગ બિટવીન ધ વિકેટ’ સ્ટ્રોંગ બન્યું

વન-ડેમાં સચિનની સ્ટ્રાઈક રેટ ૮૬.૬૫ જ્યારે કોહલીની ૯૩.૨૪

ક્રિકેટ જગતમાં ભાગ્યે જ એવો કોઈ વ્યક્તિ હશે કે જેણે સચિન તેંડુલકર અને વિરાટ કોહલીનું નામ ન સાંભળ્યું હોય. બુધવારે ઓસ્ટ્રેલીયા સામે રમાયેલી ત્રીજી અને છેલ્લી વન-ડેમાં કોહલીએ ૬૩ રન સાથે પોતાના કેરીયરના ૧૨૦૦૦ રન પુરા કર્યા છે અને આ સાથે તેઓ સૌથી ઝડપી ૧૨૦૦૦ રન પુરા કરનારો વિશ્ર્વનો પ્રથમ બેટ્સમેન બની ગયા છે. વાત કરીએ સચિન અને કોહલીની તો સચિને ૩૦૦ ઈનીંગમાં ૧૨૦૦૦ રન પુરા કર્યા જ્યારે કોહલીએ માત્ર ૨૪૨ ઈનીંગમાં જ ૧૨૦૦૦ રન પુરા કર્યા છે. બન્નેની તુલના કરીએ તો કોહલી કે સચિનમાં ‘વિરાટ’ કોણ?

સચિન અને કોહલીની સરખામણી એક એવી વસ્તુ છે કે જે લાંબા સમય સુધી ચાલશે. કોહલી સચિનના ૪૯ વર્ષના વન-ડે રેકોર્ડને તોડવાની કતારમાં જ છે. હાલના ભારતીય ટીમના સુકાની કોહલી સચિનના રેકોર્ડની બરોબરી કરવા ફકત ૬ સદીઓ દૂર છે. સચિને વન-ડેમાં ૩૦૦ ઈનીંગમાં ૧૨૦૦૦ રન પુરા કર્યા છે જ્યારે કોહલી માત્ર ૨૪૨ ઈનીંગમાં જ આ સિદ્ધી મેળવી લીધી છે. બન્નેની તુલનાની વાત કરીએ તો સચિને વન-ડેમાં બાઉન્ટ્રી અને સીક્સરથી રન બનાવ્યા છે. જ્યારે કોહલીની વાત કરીએ તો તેણે સિંગલ-ડબલ પર વધુ ફોકસ કરી ૧૨૦૦૦ રનની સિદ્ધી પ્રાપ્ત કરી છે. સચિન કરતા કોહલીની રન દોડવાની ઝડપ વધુ છે જેને કારણે તે સૌથી ઝડપી ૧૨૦૦૦ રને પહોંચ્યો છે. આ ઉપરાંત બીજીબાજુ વાત કરીએ તો બન્ને બેટ્સમેનોની તુલનામાં જ્યારે સચિને ક્રિકેટજગતમાં પગપેસારો કર્યો ત્યારે ટીમ ઈન્ડિયા સ્ટ્રગલ કરી રહી હતી અને કોહલીએ ક્રિકેટજગતમાં પગપેસારો કર્યો ત્યારે ટીમ ઈન્ડિયા ફૂલફેઈઝમાં જઈ રહી હતી. જો કે પહેલાના સમયમાં ફીટનેશનો ઈસ્યુ વધારે હતો અને ટેકનોલોજી ઓછી હતી. જેમ જેમ સમય જતો ગયો તેમ તેમ ક્રિકેટ જગતમાં અનેક ફેરફારો આવતા ગયા અને હાલમાં અનેક ટેકનોલોજી અને ફીટનેશ લેવલ પણ ઉપર આવ્યું છે જેના કારણે કોહલી તમામ મેચમાં રન મશીનની જેમ રન વરસાવી રહ્યો છે.

આપેલા ગ્રાફમાં સ્પષ્ટ દેખાય છે કે, ગોહલી ૧૦૦૦ થી ૧૨૦૦૦ વન-ડે રનમાં સચિનની તુલનામાં સતત આગળ હતો. કોહલીએ ૧૧૦૦૦ વન-ડે રન ૨૨૨ ઈનીંગમાં જ પુરા કર્યા હતા. જ્યારે સચિને ૧૧૦૦૦ રન ૨૭૬ પારી રમીને પુરા કર્યા હતા. ચોગ્ગાની વાત કરીએ તો જ્યારે સચિન તેંડુલકરે પોતાના ૧૨૦૧૫ રન પુરા કર્યા ત્યારે ૧૨૪૯ ચોગ્ગા ફટકાર્યા હતા જ્યારે વિરાટ કોહલીએ ૧૨૦૪૦ રન પુરા કર્યા ત્યારે ૧૧૩૦ ચોગ્ગા ફટકાર્યા છે.

ઘર આંગણે અને વિદેશની ધરતી પર સચિન-કોહલીના રનની સરખામણી

 

કોહલી અને સચિન વચ્ચે રસપ્રદ વાત એ પણ છે કે, ૧૨૦૦૦ વન-ડે રનને ધ્યાનમાં રાખીને વિદેશમાં વધુ રન ફટકાર્યા છે. જેમાં કોહલીએ ૭૧૭૫ અને સચિને ૮૦૦૦ રન કર્યા છે. સચિને ૨૦૦૩ના વિશ્ર્વકપમાં પાકિસ્તાન સામેની વન-ડે મેચમાં ૧૨૦૦૦ રન પુરા કર્યા હતા. જેમાં તેઓએ વિરેન્દ્ર સહેવાગ સાથે ફીફટી મારી ૯૮ રન બનાવ્યા હતા અને આ મેચ ભારતે ૨૭૪ રને જીતી હતી અને સચિને છ છગ્ગા ફટકાર્યા હતા અને મેન ઓફ ધ મેચ બન્યો હતો. બુધવારે કોહલીએ ઓસ્ટ્રેલીયામાં રમાયેલા છેલ્લા વન-ડેમાં ૬૩ રન બનાવ્યા હતા અને પોતાના કેરીયરના ૧૨૦૪૦ રન પુરા કર્યા હતા.

સચિને ૩૦૦ ઈનીંગમાં ૧૨૦૧૫ રન બનાવ્યા હતા. જેમાં ઘરેલુ ક્રિકેટમાં ૪૦૧૫ અને વિદેશમાં ૮૦૦૦ રન બનાવ્યા હતા. જેની તુલનામાં કોહલીએ ૨૪૨ ઈનીંગમાં ૧૨૦૪૦ રન પુરા કર્યા છે. જેમાં ઘરેલું ક્રિકેટમાં ૪૮૬૫ અને વિદેશમાં ૭૧૭૫ રન બનાવી રેકોર્ડ નોંધ્યો છે. જો કે વિદેશમાં રમાયેલા વન-ડેમાં સચિને કેપ્ટન કોહલીની તુલનામાં ૮૨૫ રન ફટકાર્યા છે. આ ઉપરાંત સચિને વન-ડેમાં ૧૨૦૧૫ રન પુરા કર્યા ત્યારે ૧૩૫ છગ્ગા ફટકાર્યા હતા. જયારે વિરાટ કોહલીએ ૨૪૨ ઈનીંગમાં ૧૨૦૪૦ રન પુરા કર્યા હતા ત્યારે ૧૨૪ છગ્ગા ફટકાર્યા છે. સચિન અને કોહલી બન્ને રન મશીનની દોડમાં આવે છે. સચિન ટેસ્ટ અને વન-ડેમાં પોતાના બેટથી બધાને પ્રફુલ્લીત કર્યા હતા. ત્યારે વિરાટે નવી જનરેશનના ક્રિકેટપ્રેમીઓમાં ખાસ જગ્યા ધરાવે છે. આ જ કારણ છે કે, વિરાટ સચિનને આઈડલ માને છે અને આ બન્ને વચ્ચે વારંવાર સરખામણી થતી હોય છે.

વન ડેમાં ૧,૦૦૦થી ૧૨,૦૦૦ રન પુરા કરવા કોણે કેટલી ઈન્ગિંસ રમી?

સચિને ૨૦૦૩માં પોતાના કેરીયરના ૧૨૦૦૦ રન પુરા કર્યા ત્યારે તેની સ્ટ્રાઈક રેટ ૮૬.૬૫ની હતી. જેમાં ઘરેલું ક્રિકેટમાં ૪૦૧૫ રન સાથે તેની સ્ટ્રાઈક રેટ ૮૮.૫૫ની હતી. જ્યારે વિદેશમાં ૭૬.૬૯ની સ્ટ્રાઈક રેટથી સચિને પોતાના ૧૨૦૦૦ રન પુરા કર્યા હતા. જ્યારે કોહલીએ ૧૨૦૪૦ રન બે દિવસ પૂર્વે જ પુરા કર્યા હતા ત્યારે કોહલીની સ્ટ્રાઈક રેટ ૯૩.૨૪ની છે. જેમાં ઘરેલું ક્રિકેટમાં કોહલીની સ્ટ્રાઈક રેટ ૯૬.૮૯ અને વિદેશમાં ૯૦.૪૩ની સ્ટ્રાઈક રેટથી કોહલીએ આટલા રન ફટકાર્યા છે.

સૌથી ઝડપી ૧૨૦૦૦ રન કરવાવાળા કોહલી વિશ્ર્વના પ્રથમ બેટ્સમેન બની ગયો છે. અગાઉ સચિન, રીકી પોન્ટીંગ, કુમાર સાંગાકારા, સનથ જયસુર્યા અને મહિલા જયવર્ધનના નામના સૌથી ઝડપી ૧૨૦૦૦ રન પુરા કરવાનો રેકોર્ડ હતો જો કે કોહલીએ બુધવારે પોતાની ૨૪૨મી વન-ડે ઈંનીંગમાં જ ૧૨૦૦૦ રન પુરા કર્યા સૌથી ઝડપી રન બનાવવાનો રેકોર્ડ પોતાના નામે નોંધ્યો છે.

Loading...