Abtak Media Google News

ફિટનેસ કિંગ વિરાટે સોશિયલ મીડિયા ઉપર પોતાની ફિટનેસ સ્કીલ્સનો વીડિયો શેર કર્યો

એક પછી એક સફળતાની સિદ્ધિઓ સર કરનાર વિરાટ ખેલાડી કોહલી હંમેશા હિટ અને ફિટ રહે છે ત્યારે સાઉથ આફ્રિકાના પૂર્વ ક્રિકેટ કેપ્ટનને લાગે છે કે કોહલી ટેસ્ટ ક્રિકેટને જીવંત રાખે છે. કોહલી ફકત ‘વિરાટ’ નહીં ‘ક્રિકેટનો શહેનશાહ’ છે.

આફ્રિકન ક્રિકેટર ગ્રેમી સ્મીથે કહ્યું હતું કે, ભારતીય ટીમ, ભારતીય કેપ્ટન માટે ૨૦૧૮નું વર્ષ ખુબ જ સારું રહ્યું છે. વિરાટે આ વર્ષે ફાસ્ટેસ્ટ ૧૦,૦૦૦ના કલબનું ટાઈટલ મેળવતા તે વિશ્વભરનો ટોચનો બેટસમેન બની ચુકયો છે. વર્લ્ડ ક્રિકેટમાં ખુબ જ અલ્પ સંખ્યામાં સુપર સ્ટાર ખેલાડીઓ છે. જેમાં એકાદ-બે ઈંગ્લેન્ડના હશે.

જાગમોહન દાલમીયા એન્યુઅલ કોન્કલેવમાં સ્મિથે કહ્યું હતું કે, વિરાટ શહેનશાહ છે. ટેસ્ટ ક્રિકેટમાં પણ તે પોતાનો રસ દાખવતા સારું પ્રદર્શન કરે છે જે ટેસ્ટ મેચોને જીવંત રાખે છે. ભારત એવો દેશ છે જેમાં અને આઈપીએલના ચાહકો મોટી સંખ્યામાં છે ત્યારે વિરાટ ટેસ્ટ મેચોમાં પણ પફોર્મ કરીને ક્રિકેટમાં ટેસ્ટને પ્રોત્સાહન આપે છે.

સાઉથ આફ્રિકામાં કેપ્ટન્સી દરમ્યાન સ્મીથે ૧૧૭ ટેસ્ટ મેચો રમી છે. સ્મીથે વધુમાં કહ્યું હતું કે, ટેસ્ટ મેચોમાં કુકાબુરા દડાના ઉપયોગથી પ્રેક્ષકો તેમજ ખેલાડીઓ બન્નેમાં નિરાશા આવે છે. કુકાબુરા બોલ થોડા લાંબા સમય બાદ સોફટ થઈ જતા તે સ્વીંગ થતો નથી અને ટેસ્ટ ક્રિકેટ રસહિન બને છે.

વિરાટનો ‘હિટનેસ’ ફંડા તેની ફિટનેસ સ્કીલ્સ જ છે તેવું કહી શકાય. વિરાટ તેના સારા પ્રદર્શનથી સતત સિઘ્ધીઓના શિખરો સર કરી રહ્યો છે. માટે જ અનબિટેબલ વિરાટ તેના ફિટનેસ રૂટીનને કયારેય ચુકતો નથી. વેસ્ટ ઈન્ડિઝ સામેની પાંચ ઓડિઆઈ બાદ વિરાટે તેની ફિટનેસ સ્કીલ્સનો વિડીયો સોશિયલ મિડીયા ઉપર પોસ્ટ કરીને કેપ્શન આપ્યું હતું. વધુ મજબુતી મેળવવાની તક માટે હું હંમેશા ભુખ્યો રહુ છું. છેલ્લી ઓડિઆઈ ભારતની ધરતી ઉપર છઠ્ઠી સફળ સીરીઝ રહી હતી. આ અંગે વિરાટે કહ્યું હતું કે, આ વખતે સીરીઝમાં બોલેરોએ રંગ રાખ્યો હતો.

તાજેતરમાં જ કોહલી ફાસ્ટેસ્ટ ૧૦,૦૦૦ ઓડિઆઈ રન બનાવનાર ખેલાડી રહ્યો છે ત્યારે ગ્લેમર હોય કે મેદાનમાં દમદાર પ્રદર્શન કોહલીનું એક જ મંત્ર ‘ફિટ હૈ તો હીટ હૈ’ લાગુ પડે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.