કોફતા પાકિઝા: મોઢામાં પાણી લાવી દેતી લિજ્જતદાર વાનગી બનાવવાની સરળ રીત

સામગ્રી

 • પનીર – ૬૦ ગ્રામ
 • બાફેલા બટાકા – ૨૦ ગ્રામ
 • મકાઈનો લોટ – ૫ ગ્રામ
 • આદું લસણની પેસ્ટ
 • મીઠું જરૂર મુજબ
 • ગરમ મસાલો એક ચમચી
 • કાજુના ટુકડા ૨૦ ગ્રામ
 • તળવા માટે તેલ
 • ડુંગળી ૧૦ ગ્રામ
 • ટામેટા – ૫૦ ગ્રામ
 • લીલી ઈલાયચી – ૧/૨ નંગ
 • તજના ટુકડા – ૧/૨ નંગ
 • લવિંગ – ૩/૪ નંગ
 • તમાલપત્ર – ૧ નંગ
 • કસૂરિમેથી – ૨ ચમચી
 • ફ્રેશ ક્રીમ – ૨ ચમચી
 • પાલક – ૩૦ ગ્રામ
 • બટર – ૫ ગ્રામ
 • લાલ મરચાં પાવડર

બનાવની રીત

સૌ પ્રથમ કોફતા બનાવવા માટે એક વાસણમાં છીણેલા બટાકા અને પનીર લો હવે તેમાં મીઠું , મરી પાવડર , કાજૂ ટુકડા, એલચી પાવડર , કોર્ન ફ્લોર ઉમેરી મિશ્રણ તૈયાર કરો. હવે તૈયાર થયેલા મિશ્રણના કોફતા શેઇપના નાના નાના બોલ્સ વાળો, ત્યારબાદ એક પેનમાં તેલ ગરમ કરવા મુકો તેલ ગરમ થાય એટલે એક પછી એક કોફતા તાળો. ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી કોફતા તળવા.

પાલક બેઇઝ ગ્રેવી

પાલક બેઇઝ ગ્રેવી બનાવવા માટે એક પેનમાં  થોડું તેલ ગરમ કરો હવે તેમાં આખું જીરું નાખો ,ત્યારબાદ તેમાં આદુ લસણની પેસ્ટ, ઝીણા સમારેલા લીલા મરચા , પાલકની પેસ્ટ ધાણાજીરું પાવડર, લાલ મરચું પાવડર, ગરમ મસાલો, થોડુંક બટર, કુકિંગ ક્રીમ, કાસુરી મેથી ઉમેરી થોડીવાર હલાવો બસ તૈયાર છે પાલક બેઇઝ ગ્રેવી.

બંને ગ્રેવી તૈયાર થઈ જાય એટલે કોફતા પર ગ્રેવી નાખી તેની ઉપર કુકિંગ ક્રીમ નાખી ગાર્નિશ કરો

ટામેટા બેઇઝ ગ્રેવી

એક કડાઈમાં એકાદ ચમચી જેટલું તેલ લઈ તેમાં જીરું ,તજના ટુકડા , લવિંગ તમાલપત્ર , સમારેલી ડુંગળી નાખી થોડીવાર સાંતળો. ત્યારબાદ તેમાં ટામેટા મીઠું , ધાણા પાવડર ,ગરમ મસાલો, લાલ મરચું પાવડર ,ઉપરાંત ટામેટાની પેસ્ટ અને કાજુની પેસ્ટ નાખી ધીમા તાપે હલાવો.બસ તૈયાર છે ટામેટા બેઇઝ ગ્રેવી.

Loading...