Abtak Media Google News

કોડીનાર ના આલિદર ખાતે  ડી.કે. અને શક્તિ ગ્રુપ આયોજીત ઓલ ઈન્ડિયા ઓપન વોલીબોલ ટુરનામેન્ટ નું ભવ્ય આયોજન કરવામાં આવેલ હતું જેમાં થી ભારત ના જુદા જુદા રાજ્યો થી વોલીબોલ ની ૧૬ જેટલી ટીમ આવેલ હતી જેમાં દરેક ટીમે પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન આપેલ હતું અને એફ.એમ.ગ્રુપ વતી ગુજરાત ના શ્રેષ્ઠ યુવા વોલિબોલના ખેલાડીઓ એવા અમીન સુરતી અને સાહિલ જેવા ખેલાડીઓ ભાગ લેવા ઉતરેલા અને વોલિબોલના દરેક બોલને શરૂઆત થઈ અંત સુધી રોમાંચિત બનાવેલ હતું .એફ.એમ.ઇલેવન નું ફાઇનલ મા મહારાષ્ટ્ ના માલેગાંવ ની  પ્રખ્યાત ખુરશીદ ઇલેવન ટીમ સાથે હતું જેમાં સરવીસના છેલ્લા દડા સુધી રોમચીત રમત જોવા મળેલ હતી અને એફ.એમ.ઈલેવને જોરદાર વજય મેળવેલ હતું જ્યા ખૂબ મોટી સઁખ્યામાં પ્રેક્ષકોની હાજરી હતીએફ.એમ.ઇલેવન ના પ્રોજેકટ હેડ  તરીકે ગીર સીમનાથ મુસ્લિમ સમાજના પ્રથમ પ્રમુખ હાજી ફારૂકભા મોલાના અને મુસ્લિમ સમાજના યુવા નેતા અને શિક્ષક  અફઝલ સર તેમજ ફિશ.મર્ચન્ટ એસો.ના પ્રમુખ રફીકભાઈ મૌલાના  હતા.આ ટુર્નામેન્ટમાં આસ પાસ ના વિસ્તાર મા ઘણા સામાજીક અને રાજકીય રાજકીય લોકો હાજર રહયા હતા જેમાં ખાસ આકર્ષનું કેન્દ્ર ગીર સોમનાથ ની યુવા પોલીસ અધિકારોની ટીમ હતી જેમની હાજરી એ લોકોમાં વધુ ઉત્સાહ ભરેલ હતું.જેમાં પોલીસ અધિકારી ચૌહાણ સાહેબ,મોઢવડિયા સાહેબ તેમની ટીમ સાથે હાજર રહયા હતા અને રમતવિરોને પ્રોત્સાહિત કર્યા હતા.આ તકે વેરાવળ શહેરના ખેલ પ્રેમીઓ ઇરફાનભાઈ ધુલીયા,જુબેર કકાસીયા,હાજી પંજા,હાજી ઉસ્માન મેમણ,મુદ્દસરભાઈ શેખ હાજર રહેલ હતા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.