Abtak Media Google News

બ્રહ્માકુમારી’ઝ દ્વારા ‘ક્રીએટીંગ માય ડેસ્ટીની’ સેમિનાર યોજાયો

બ્રહ્માકુમારીઝ સંસ્થા દ્વારા એક વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આંતરરાષ્ટ્રીય સ્પીકર શિવાની દીદીની અઘ્યક્ષતામાં સેમીનાર કાલાવડ રોડ સ્થિત સ્વામીનારાયણના ભારતી દીદી તથા બોલીવુડના ફિલ્મસ્ટાર સુરેશઓબોરોઇ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સેમિનારનો વિષય ‘ક્રિયેટીંગ માઇ ડેસ્ટીની’ હતો. આ તકે ખૂબજ મોટા પ્રમાણમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું.

Dsc 8686સેમીનારના ઉદ્બોધક તરીકે ફિલ્મકાર સુરેશ ઓબોરાઇએ જણાવ્યું હતું કે, બાળપણથી માંડી અને કેટલા જન્મોથી તે પોતાની ડેસ્ટીની એટલે કે ભાગ્ય બનાવી રહ્યા છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, તે વ્યક્તિગત રીતે માનતા કે જે કરવાનું હોય તે કરવાનું જ, અને સમજવાનો અને સમજાવવાનો સમય નહતો. વ્યક્તિગત જીવનમાં એવી એકપણ ચીજ નહીં હોઇ જે તેમનામાં ન હોઇ. વધુમાં તેઓએ કહ્યું કે, તેમના ઘરમાં દેવાનંદ અને બોડી બિલ્ડરના ફોટો નથી હોતો. ખરા અર્થમાં મહેનત કરવાથી જ ફળ મળે છે. બધા પ્રકારના ભૌતીક સુખોથી શાંતિ નથી મળતી. જ્ઞાન જ મહત્વનું છે. જ્ઞાન રાજયોગ અને મેડીટેશન મારફતે મળતું હોઇ છે. અંતે તેઓએ કહ્યું હતું કે, તેમનો મુખ્ય પ્રશ્ર્ન એ હતો કે નોર્મલ કેમ થયું, તેઓ સંસ્કારોથી દુ:ખી હતા, પોતાના સંસ્કારોને ચેન્જ કરવા માટે ઘણુબધુ કર્યુ, મંદિર, મસ્જીદ, ગુ‚દ્વારા બધે જ ગયા પરંતુ કોઇ જ ફરક ન પડ્યો. તેઓએ પોતાનું વ્યાખ્યાન એક શાયરી કરતા પૂર્ણ કર્યુ હતું.

“કલમકો સમસેર બના સકતે હમ,

પાની પે તસ્વીર બના સકતે હમ,

તકદીર બનાને કી બાત કેસે હો,

તકદીર કી ભી તકદીર બના સકતે હે હમ

એવી જ રીતે આંતરરાષ્ટ્રીય સ્પીકર કુ.શિવાની દીદીએ લોકો સાથે વાર્તાલાપ કરતા જણાવ્યું હતું કે, જ્ઞાન આપણે બધા દરરોજ સાંભળીએ છીએ, પરંતુ જ્ઞાન મેળવવા માટે ગૃપ હોવું જ‚રી છે. જેનું મુખ્ય કારણ એ છે કે બધાની કમ્બાઇન એનર્જી મળીને એનર્જી એબ્સોર્બ થાઇ છે. તમામ લોકોના જો હકારાત્મક વાઇબ્રેશન મળતા થઇ જાય તો સંસારમાં જે દુ:ખ પ્રસ્થાપિત છે તે પણ હટી જાય છે. કહેવાય છે કે પરમાત્માની એક બુંદ આપણામાં ઉતારી તો નશીબ બદલી જાઇ છે. વધુમાં તેઓએ કહ્યું હતું કે, દૂર બેઠા હોઇ પરંતુ મનથી નજીક હોઇ તો પણ પરમાત્માને પ્રાપ્ત કરી શકાય છે..

Dsc 8701

જ્યારે નજીક બેઠા હોઇ, પણ મનથી દૂર હોઇ ત્યારે પરમાત્માને પણ પ્રાપ્ત નથી કરી શકતા. એટલે કહેવાનો ભાવાર્થ એ છે કે આટલી જો હકારાત્મક એનર્જી મળે તો સૃષ્ટીનું વાતાવરણ બદલી જાઇ. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, આપણે જીવનની સ્ક્રિપ્ટ લખતા હોઇ છીએ, કે આપણે શું જોઇએ છીએ, પરિવારને શું જોઇએ છીએ, ઘણીવાર જીવનમાં લખેલી સ્ક્રિપ્ટ પ્રમાણે થાઇ છે, કોઇક વાર એવો સીન બને છે કે સ્ક્રિપ્ટ બદલી જાઇ છે. કોઇક વાર કોઇક એટલો ભરોસો મૂકી દે છે જે ભરોષો ટૂટી પણ જાઇ છે, ત્યારે જ્યારે કોઇક પર ભરોષો નથી મૂકતો તો તે ભરોષો પણ નથી તોડતા. લોકો માને છે કે ‘જેવી પરિસ્થિતિ હોઇ તેવી મનની સ્થિતિ બની જાય છે’. લોકો ડિસ્ટર્બ થઇને રસોઇ બનાવે છે, પરંતુ ખુશી સ્વરૂપે ભોજન આરોગવુ છે. પૃથ્વી ગ્રહ હાલ પૂર્ણ રૂપથી ડિસ્ટર્બ છે. કલયુગ કાળને ડિસ્ટર્બ કરવા વાળા મનુષ્ય જ છે અને લોકો ડિસ્ટર્બન્સ, તણાવ, ઇનસિક્યુરીટી જેવા શબ્દોને નોર્મલ કહેવા માંડ્યા છે અને સાચી ખુશીને એબનોર્મલ કહેવાઇ છે.

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, આપણે એનર્જીને રિફલેક્ટ કરી શકયે છીએ, આપણે એનર્જીને એબ્સોર્બ કરી શકીએ છીએ.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.