Abtak Media Google News

મેષ રાશી :  Aries 1 3

તમારી ઊર્જાનું સ્તર ઊંચું રહેશે. કેટલાક લોકો માટે પ્રવાસ દોડધામભર્યો અને તાણયુક્ત પુરવાર થશે-પણ આર્થિક રીતે વળતર આપશે. તમારા પરિવાર સાથે જડતાપૂર્વક વર્તન ન કરતા-તેનાથી શાંતિ જોખમાઈ શકે છે. આજે તમને તમારા મિત્રની ગેરહાજરીમાં તેની સુવાસ વર્તાશે. તમે જો ઘણા સમયથી કામના સ્થળે મુશ્કેલી અનુભવતા હશો તો આજનો દિવસ ખરેખર સારો રહેશે. ઝળહળતો અને ખડખડાટ હાસ્યથી ભરેલો દિવસ જ્યારે મોટા ભાગની ઘટનાઓ તમારી ધારણા મુજબ આકાર લેશે. આજે કામના સ્થળે તમારા ઉપરી (બૉસ) તમારા વખાણ કરે એવી શક્યતા છે.

વૃષભ રાશી : Taurus 1 2

આજે તમારે હળવાશ અનુભવવાની તથા નિકટના મિત્રો અને પરિવારના સભ્યો વચ્ચે ખુશી શોધવાનો પ્રયાસ કરવાની જરૂર છે. સટ્ટા અથવા અણધાર્યા લાભ દ્વારા તમારી આર્થિક હાલત સુધરશે. દૂરનાં કોઈ સગાં તરફથી લાબા સમયથી તમને જે સંદેશની અપેક્ષા હતી તે આવશે અને તેમાં આખા પરિવાર અને ખાસ કરીને તમારી માટે સારા સમાચાર હશે. ભૂતકાળની ખુશખુશાલ યાદો તમને વ્યસ્ત રાખશે. તમારી અપેક્ષા મુજબ કામ ન કરવા બદ્દલ તમે તમારા હાથ નીચેના લોકોથી ખાસ્સા નારાજ થાવ તેવી શક્યતા છે. સાનુકૂળ ગ્રહો તમને આજે ખુશ થવાના અનેક કારણો આપશે. નજીકના ભૂતકાળમાં જે કંઈપણ થયું છે તેમ છતાં તમારા જીવનસાથી આજે તમારી માટેની તેની સારી લાગીઓ આજે પ્રદર્શિત કરશે.

મિથુન રાશી :

મિથુન 4 1 2

તમારા દિવસની શરૂઆત થોડાક વ્યાયામ સાથે કરો-તમે તમારી જાત અંગે સારી અનુભૂતિ કરો એ સમય આવી ગયો છે-તેને તમારી દૈનિક ક્રિયાનો નિયમિત હિસ્સો બનાવો અને તેને વળગી રહો. તમે જો લાંબા-ગાળા માટે રોકાણ કરશો તો તમને નોંધપાત્ર લાભ મળશે. પારિવારિક જવાબદારીઓનો ડુંગર ખડકાશે-તેના કારણે તમારા મગજ પર તાણ વધશે. ઉત્સાહજનક દિવસ કેમ કે આજે તમને તમારા પ્રિયપાત્રનો કૉલ આવશે. નવું સાહસ લલચાવનારૂં તથા સારૂં વળતર આપનારૂં હશે. તમે આજે કેવું અનુભવો છો તે અન્યોને જણાવવા ઉતાવળા ન બનો. આજે તમે તમારા જીવનસાથી સાથે તમારા જીવનનો શ્રેષ્ઠતમ દિવસ વિતાવશો.

 

કર્ક રાશી :કર્ક 4 1 1 2

સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ બેચેની લાવી શકે છે. આજે તમે સારૂં એવું ધન કમાશો-પણ ખર્ચમાં વધારાને કારણે બચત કરવામાં તમને મુશ્કેલી પડશે. પરિવારમાં તમારો પ્રભુત્વવાળો અભિગમ બદલવાનો સમય પાકી ગયો છે. તેમની સાથે સંપૂર્ણ સહકારપૂર્વક કામ કરી જીવનના ચડાવ-ઉતાર તેમની સાથે શૅર કરો. તમારો બદલાયેલો અભિગમ તેમને અમર્યાદ આનંદ આપશે. ગુપ્ત બાબતો તમારી પ્રતિષ્ઠાને હાનિ કરી શકે છે. તમે તમારી યોજનાઓ વિશે સૌને જણાવ્યા કરશો તો તમે તમારા પ્રૉજેક્ટને બરબાદ કરી મુકશો. આજે તમે નવા વિચારોથી તરબતર હશો તથા પ્રવૃત્તિની તમારી પસંદગી તમારી અપેક્ષા કરતાં અનેક ગણો વધારે લાભ અપાવશે. તમે તમારી હતાશાને કારણે આજે કદાચ તમારા જીવનસાથી સાથે ઝઘડશો, જો કે એની પાછળ ખરેખર કોઈ કારણ નહીં હોય.

સિંહ રાશી:સિંહ 4 1 2

આજે સ્વાસ્થ્ય બરાબર રહેશે. વિવિધ સ્થળેથી આર્થિક લાભ મળી રહેશે. બાળકો તમને ઘરના કામમાં મદદ કરશે. તમારી ઊર્જાનું સ્તર ઊંચું રહેશે-કેમ કે તમારૂં પ્રિયપાત્ર તમને અસીમ પ્રેમ આપે એવી શક્યતા છે. કામના સ્થળે મામલો ઉકેલવા માટે તમારે તમારૂં બુદ્ધિચાતુર્ય તથા તમારી વગ વાપરવાની જરૂર છે. પ્રવાસ,મનોરંજન તથા લોક સાથે હળવું-મળવું આજે તમારા એજેન્ડા પર રહેશે. માત્ર નાનકડા પ્રયાસને કારણે, આજનો દિવસ તમારા લગ્નજીવનનો શ્રેષ્ઠતમ દિવસ સાબિત થશે.

કન્યા રાશી :કન્યા 4 1 1 2

મિત્ર અથવા કોઈ ઓળખીતાનું સ્વાર્થી વર્તન તમારી માનસિક શાંતિને હણી નાખશે. એક નવો આર્થિક સોદો પાર પડશે અને નાણાંનો નવો ધોધ વહેતો થશે. તમારા દિવસનું આયોજન સંભાળપૂર્વક કરજો-મદદ લેવા માટે જેમના પર તમે વિશ્વાસ મુકી શકતા હો એવા લોકો સાથે વાત કરો. પ્રેમ જીવન આજે વિવાદાસ્પદ બની શકે છે. તમારી કમાવવાની ક્ષમતા કઈ રીતે વધારવી તે માટેની જાણકારી તથા શક્તિ તમારામાં હશે. તમે જો ઉતાવળે નિષ્કર્ષ પર આવશો તથા બિનજરૂરી પગલાં લેશો તો આજનો દિવસ નારાજ કરનારો સાબિત થશે. આજે તમે તમારા જીવનસાથીની કઠોર અને બિનધાસ્ત બાજુનો અનુભવ કરશો, જે તમને અસ્વસ્થ કરી મુકશે.

તુલા રાશી :તુલા 4 1 2

તમારી માટે આધ્યાત્મિકતાની મદદ લેવા માટેનો સમય પાકી ગયો છો કેમ કે તમારી માનસિક તાણ પર સામો હુમલો કરવાનો એ શ્રેષ્ઠ વિકલ્પ છે. આર્થિક સમસ્યાઓ રચનાત્મક રીતે વિચારવાની તમારી ક્ષમતાને હાનિ પહોંચાડશે. ઘરના વાતાવરણમાં તમે કોઈ ફેરફાર કરો તે પૂર્વે અન્યોની મંજૂરી છે કે નહીં તેની ખાતરી કરો. તમારા પ્રિયપાત્રથી દૂર રહેવું ખૂબ જ મુશ્કેલ બની રહેશે. તમે તમારૂં કામ સારી રીતે કર્યું છે-અને હવે તમારી સામે આવતા લાભને એકઠા કરવાનો સમય આવી ગયો છે. અપાર રચનાત્મકતા અને ઉત્સાહ તમને વધુ એક લાભકારક દિવસ તરફ દોરી જશે. તમે પરિવારના સભ્યો સાથે મુશ્કેલ સમયનો સામનો કરશો, પણ દિવસના અંતે તમારા જીવનસાથી તમને આલિંગન આપી તમને રાહત આપશે.

વૃશ્ચિક રાશી :વૃશ્ચિક 4 1 2

અસીમ જીવનની મહાન ભવ્યતાને માણવા માટે તમારા જીવનને વધુ ઉત્કૃષ્ટ બનાવો. ચિંતાની ગેરહાજરી આ દિશામાં પ્રથમ પગલું છે. સંયુક્ત સાહસો તથા શંકાસ્પદ આર્થિક યોજનાઓમાં રોકાણ કરતા નહીં. દૂરનાં કોઈ સગાં તરફથી અણધાર્યા સમાચાર તમારો દિવસ ઝળહળતો કરી મુકશે. પ્રેમની ઊર્જા તમને પ્રેમ કરવાનું કારણ આપે છે. આગળ પડતા લોકો સાથે હળવા-મળવાથી તમારા સારા વિચારો અને યોજનાઓ બહાર આવશે. સાવચેતીભર્યાં પગલાંનો દિવસ-જ્યારે તમને મગજ કરતાં દિલની વધુ જરૂર પડશે. પોતાના જીવનમાં તમારું સ્થાન શું છે તે વર્ણવતા કેટલાક સુંદર શબ્દો સાથે તમારા જીવનસાથી આજે તમારી પાસે આવશે.

ધન રાશી :ધન 4 1 2

નિરાશાવાદી અભિગમ ટાળવો જોઈએ કારણ કે તે તમારી શક્યતાઓને ન માત્ર ન્યૂનતમ કરશે બલ્કે તમારા શરીરની સંવાદિતામાં પણ ખલેલ પહોંચાડશે. અન્યો પર વધુ પડતો ખર્ચ કરશો એવી શક્યતા છે. તમે ઉજવણીના મૂડમાં હશો તથા પરિવારના સભ્યો તથા મિત્રો પાછળ નાણાં ખર્ચવા તમને ગમશે. આખા બ્રહ્માંડની તમામ ખુશીઓ એ બે વ્યક્તિઓ વચ્ચે હોય છે જેઓ એકમેકના પ્રેમમાં હોય છે. હા, તમે જ એ નસીબવંત છો. તમારા બૉસ નોંધ લે એ પૂર્વે બાકી રહેલા કાયર્યો પૂરાં કરો. મજા માટેની ટ્રીપ સંતોષકારક રહેશે. તમારા જીવનસાથી સાથે આ તમારો સૌથી રોમેન્ટિક દિવસ બની રહેશે.

મકર રાશી :મકર 4 1 2

સ્વાસ્થ્યની દૃષ્ટિએ આ સમયગાળો ખરાબ રહેશે આથી તમે શું ખાવ-પીઓ છો તે અંગે સાવચેત રહેજો. આજે કરેલું રોકાણ તમારી સમૃદ્ધિ તથા આર્થિક સુરક્ષામાં વધારો કરશે. જીવનસાથી તમારી સંભાળ લેશે. પ્રેમ હકારાત્મક કંપનો દેખાડશે. તમારી કાર્યકુશળતા વધારવા માટે નવી પદ્ધતિનો સ્વીકાર કરો-તમારી શૈલી અને કામ કરવાની નવી રીતો તમને નિકટથી જોનારા લોકોમાં રસ જગાડશે. કાયદાકીય સલાહ મેળવવા માટે વકીલની મુલાકાત લેવા માટે સારો દિવસ. એવું જણાય છે કે તમને તમારા જીવનસાથી તરફથી વિશેષ ધ્યાન મળશે.

કુંભ રાશી :કુંભ 4 1 2

તમારો શંકાશીલ સ્વભાવ તમને કદાચ પરાજયનો ચહેરો દેખાડી શકે છે. તમે જો બધું જ બરાબર કરશો તો આજે તમે વધારાના નાણાં કમાઈ શકશો. સામાજિક કાર્યક્રમોમાં હાજર રહેવાની તકો મળવાની શક્યતા છે-જે તમને વગદાર લોકોના નિકટ સંપર્કમાં લાવી શકે છે. પ્રેમ જીવન ગતિશીલ હશે. આજે નવી ભાગીદારી આશાસ્પદ ઠરશે. પ્રવાસ કરવાના હો તો એ વાતની ખારતરી કરી લે જો કે તમામ મહત્વના દસ્તાવેજો તમારી સાથે છે. ઘણા લાંબા સમય બાદ, તમને તમારા જીવનસાથી સાથે વિતાવવા સારો એવો સમય મળશે.

મીન રાશી :મીન 4 1 1 1

જીવનસાથીની તબિયત વિશે યોગ્ય દરકાર તથા ધ્યાન આપવું પડશે. સમજદારીપૂર્વક રોકાણ કરો. બાળકો તથા પરિવાર પર આજે તમારૂં ધ્યન કેન્દ્રિત રહેશે. આંખો કદી જૂઠું બોલતી નથી અને તમારા સાથીની આંખો તમને આજે કશું બહુ ખાસ કહી જશે. વરિષ્ઠપદે કામ કરતા લોકો તરફથી કેટલાક વિરોધ ઊભા થશે- આમ છતાં-તમારી માટે મગજ ઠંડુ રાખવું મહત્વનું સાબિત થશે. તમારા દેખાવ અને વ્યક્તિત્વને નીખારવા કરેલા પ્રયત્નો તમારા સંતોષ મુજબનું પરિણામ આપશે. જ્યાં સુધી લગ્નજીવનનો સવાલ છે, પરિસ્થિતિ આસાધારણપણે તમારી તરફેણમાં આવતી હોવાનું જણાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.