Abtak Media Google News

આજથી બે સદી પહેલા આપણે દેશ નાના ગામડાઓ અને નાના નગરોનો બનેલો હતો આ ગામો અને નગરો મોટા ભાગે કોઇને કોઇ નદીના કિનારે વસવાટ કરતા હતા. કારણકે તે સમયે જળએ મનુષ્યની પહેલી મહત્વની જરુરીયાત હતી. તે સમયે પાણી નદી કિનારે અથવા તો કુવામાંથી ભરીને લાવવુ પડતુ હતું. પાણી લાવવા માટે પહેલા માટીની ગાગર બનાવી હતી પછી ધાતુની શોધ થતા ધાતુના ઘડા બનાવવામાં આવ્યા. જેને ‘કળશ’ પણ કહેતા હતા. આ સમયે વાહનવ્યવહાર અને મુસાફરી પગપાળા કે બળદગાડામાં થતી હતી. પાણી ભરેલો કળશ હર્યાભર્યા જીવનનું સુંદર પ્રતિક છે.

મનુષ્ય જ્યારે ખેતી કરવા લાગ્યો ત્યારે તેને માટી અને પાણીનું મહત્વ સમજાયુ. ધન-ધાન્ય આ બે વસ્તુના સંયોજનથી જ મેળવી શકાતુ હતું. આથી જ્યારે સૌ પ્રથમ માટીનો ઘડો બનાવ્યો ત્યારે તેમા પાણી જ ભરવાનો મનુષ્યનો આશય હતો આ મિલનથી ખુશ થતા મનુષ્યનો આશય હતો આ મિલનથી ખુશ થતા મનુષ્યએ પાણીના સંગ્રહ માટે અનેક પ્રકારના ઘડા-કળશ બનાવ્યા અને જીવંતતાના પ્રતિક તરીકે સૌ પ્રથમ તેને તેમાં વૃક્ષના પાન અને શ્રીફળનો શુશોભન તરીકે ઉપયોગ કર્યો. કળશ એ મનુષ્યથી પ્રાથમિક જરુરિયાતનું પ્રતીક છે. આથી જ હિન્દુ રીત-રીવાજમાં જ્યારે પણ કોઇ પૂજા કે કોઇ શુભ કામ થાય છે. ત્યારે મંગળ કળશની સ્થાપના કરવામાં આવે છે.

મોટા અનુષ્ઠાન, યજ્ઞ વગેરે તો પુત્રવતી સૌભાવ્ય ધરાવતી મહિલાઓ મોટી સંખ્યામાં મંગળ કળશ લઇને શોભાયાત્રાઅમાં નીકળે છે. તે સમયે સજ્જન અને માતૃત્વ  બંનેની પુજા એક સાથે થાય છે. સમુદ્ર મંથન એ સમુદ્રજીવન અને બધા જ દિવ્ય રત્નોની ઉપલબ્ધીઓનો સ્ત્રોત છે સૃષ્ટિના નિર્માણકર્તા વિષ્ણુ, રુદ્ર અને બ્રહ્મા ત્રિગુણાત્મક શક્તિ માટે આ બ્રહ્માંડરુપી કળશમાં પ્રાપ્ત છે. બધા જ સમુદ્ર, ધરતી, દ્વીપ, બ્રહ્માંડનાં સંવિધાન અને ચાર વેદોએ આ કળશની અંદર સ્થાન લીધુ છે. તેથી કળશનું મહત્વ હિન્દુ સમાજમાં વધારે જોવા મળે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.