Abtak Media Google News

મંદિર ની ઘંટી આરતીની થાળી, નદીને કિનારે સુરજની થાળી,જિંદગીમાં આવે ખુશીની વસંત,બધાને રાંધણ છઠ્ઠની શુભકમના.

શ્રવણ મહિનામાં ચોથથી લઈને શરૂ થતા પર્વ નું આપણે ત્યાં ખૂબ મહત્વ છે.

રાંધણ છઠ્ઠનું મહત્વ:

  • રાંધણ છઠ્ઠ એ શીતળા સાતમ સાથે સંકળાયેલો તહેવાર છે સાતમના આગલા દિવસને આપણે રાંધણ છઠ્ઠ કહીએ છીએ, રાંધણ છઠ્ઠના દિવસે રાંધી લીધા પછી બહેનો સગડી, ચૂલા, ગેસ વગેરે…..ની પૂજ કરે છે. અને બીજા દિવસે એટ્લે શીતળા સાતમના દિવસે પ્રાત:કાળમાં ઊઠી ઠંડા પાણીએ સ્નાન કરી સગડી કે ચૂલા વગેરે લિપિ-ગુપી તેમાં આંબો રોપી કુતકૃત્ય વિધિ કરે છે.
  • સગડી, ગેસ કે ચૂલા એ તો ઘરના દેવતા છે. ભારતની સંસ્કૃતિ આ અગ્નિદેવના ઉપકરણે કેમ ભૂલી શકે? માટે સ્ત્રીઓ શીતળા સાતમને દિવસે સગડી તથા સાધન નું પૂજન કરીને કૃતાગ્નતા અનુભાવે છે.
  • ભારતની વિવિધ સંસ્કૃતિ માં એક અહમ અંગ તહેવારો છે.

રાંધણ છઠ્ઠના દિવસે આંબા ના રોપની પરમપરા:

  • આંબાના રોપનું રહસ્ય એ છે કે બધા કુટુંબીજનો ને આમ્રવૃક્ષની શીતળતા મળતી રહે અને આંબાના પરિપક્વ ફળ જેવો મધુર સ્વાદ રસોઈમાં સૌને મળતો રહે તેવી ભવ્ય ભાવના સાથે સાધનને પવિત્ર ગણી તેની પૂજા કરવામાં આવે છે.
  • આથી સ્ત્રીઑ સગડી, ઘંટી, સરવણી, સૂપડું વગેરે સેવાને સાધનોની શ્રધ્ધપૂર્વક પૂજા કરે છે. તેમજ ખેડૂત હળની તથા અન્ય ખેતીના ઓજારોની પૂજા કરે છે. જ્યારે વેપારી ત્રાજવા અને ચોપડાઓનું પૂજન કરે છે. અને પંડિત કે વિધ્ધવાન વર્ગ પોતાના પુસ્તકનું પૂજન કરે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.