Abtak Media Google News

રક્ષાબંધનનો તહેવાર આવવામાં બસ થોડા જ દિવસો બાકી રહ્યા છે હિંદુ સમાજમાં શ્રાવણી પૂર્ણિમાના દિવસે બધી જ બહેનો પોતાના ભાઇના કાંડે રાખડી બાંધી તેની સર્વ પ્રકારની રક્ષા ઇચ્છે છે .ભાઈ બહેનનો આ તહેવાર સુરક્ષાનું વચન લઈને આવે છે એક તરફ જ્યાં બહેન તેના ભાઈને પ્રેમ અને વિશ્વાસથી રાખડી બાંધે છે ત્યાં ભાઈ પોતાની પૂરી જિંદગી બેનની રક્ષા કરવાનું વચન આપે છે1532953706 Rakhi

રક્ષાબંધનના દિવસે બહેન ભાઈના માથા પર તિલક લગાવી તેની લાંબી ઉંમર માટેની પ્રાર્થના કરે છે કહેવાય છે કે એ એક દોરી જે રાખડી સ્વરૂપ છે તેનો સંબંધ અટુટ હોય છે

Hdwallpapers88.Comરક્ષાબંધનનો ઇતિહાસતો આપણને મહાભારત સમયથી જ જોવા મળે છે ભગવાન શ્રીકૃષ્ણના કાકી શ્રુતદેવી એ શિશુપાલ નામના એક બાળકને જન્મ આપ્યો હતો. ત્યારના સમયમાં એવું માનવામાં આવતું હતું કે જેના સ્પર્શથી બાળકનો દેખાવ બદલાય તેના દ્વારા જ તેનું મૃત્યુ નિશ્ચિત હશે. એક વખત શ્રીકૃષ્ણ તેમના કાકીના ઘરે આવ્યા હતા. જ્યારે તેમને શિશુપાલને હાથમાં લીધો ત્યારે તે બાળક સુંદર તેમજ તેજસ્વી બન્યું…શ્રુતદેવી આ બદલાવ જોઈને ખૂબ જ ખુશ થઈ પરંતુ તેનું મૃત્યુ શ્રીકૃષ્ણના હાથોથી થવાના કારણે તે તે ખૂબ જ ચિંતીતિ થઈ ગયા હતા.તેમણે ભગવાન શ્રીકૃષ્ણને ખૂબ જ પ્રાર્થના કરી તે શિશુપાલની ભૂલો માફ કરે અને તેને શ્રીકૃષ્ણના હાથે સજા ના આપે ..ત્યારે ભગવાન શ્રીકૃષ્ણએ તેમને વચન આપ્યું કે તે શિશુપાલની ૧૦૦ ભૂલો માફ કરી આપશે પરંતુ તે જો ૧૦૦ કરતાં વધારે ભૂલો કરશે તો તેને આવશ્યક હું સજા આપીશ…Words Vs Weapons

શિશુપાલ મોટો થઈને ચેદી નામનો એક રાજા બની ગયો તે એક રાજા હોવાની સાથે ભગવાન શ્રીકૃષ્ણનો સંબંધી પણ હતો.પરંતુ તે ખૂબ જ ક્રૂર રાજા હતો તેના રાજયના લોકોને ખૂબ જ પીડા તેમજ દુખો આપવા લાગ્યો અને વારંવાર ભગવાન શ્રીક્રુષ્ણને ચૂનોતી આપવા લાગ્યો એક વખત તેને ભરી સભામાં ભગવાન શ્રીક્રુષ્ણની ટીકા કરી…ત્યારે જ શિશુપાલએ તેની ૧૦૦ ભૂલોની સીમા પર કરી નાખી હતી તુરંત જ ભગવાન શ્રીક્રુષ્ણએ તેના સુદર્શન ચક્ર દ્વારા તેને તેની સજા આપી.જ્યારે ભગવાન શ્રીક્રુષ્ણએ ક્રોધમાં સુદર્શન ચક્ર શિશુપાલ પર ફેક્યું ત્યારે તેમની આંગળી પર પણ ચોંટ લાગી હતી.Screenshot 1 5ભગવાન શ્રીક્રુષ્ણના આસપાસના લોકો તેમના માટે તે ઘાવ પર કઈક બાંધવા માટે અને ઘાવ પર કઈક લગાડવા માટે લેવા ગયા ત્યારે દ્રોપદીએ આજુબાજુ કશું જોયા વિના પોતાની સાડી માથી ભગવાન શ્રીક્રુષ્ણને પટ્ટી લગાવી આપી ત્યારે ભગવાન શ્રીક્રુષ્ણએ દ્રોપદીને કહ્યુંકે ધન્યવાદ બહેન તે મારા કષ્ટમાં મારો સાથ આપ્યો અને હું પણ તારા કષ્ટમાં તારો સાથ આપીશ અને તેમણે આ રીતે દ્રોપદિને વચન આપ્યું. જ્યારે કૌરવએ ભરી સભામાં દ્રોપદિના ચીરહરણ કર્યા ત્યારે ભગવાન શ્રીક્રુષ્ણએ પોતાની બહેન દ્રોપદિની રક્ષા કરી અને તેમનું વચન નિભાવ્યું આ રીતે રક્ષાબંધનની શરૂઆત થઈ હતી ત્યારથી જ બધી બહેન પોતાના ભાઈના કાંડા પર રાખડી બાંધે છે અને આ પર્વ મનાવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.