Abtak Media Google News

આપણા શરીરનું સામાન્ય તાપમાન ૯૮.૬ ડિગ્રી ફૅરનહાઇટ એટલે કે ૩૭.૩ ડિગ્રી સેલ્સિયસ જેટલું હોવું જોઈએ. આ આઇડિયલ તાપમાન છે, પણ દરેક સ્વસ્થ વ્યક્તિના શરીરનું તાપમાન ચોવીસે કલાક એકસરખું નથી રહેતું.

જે નિશ્ચિત રિધમ મુજબ નક્કી થાય છે  તે શરીરની આંતરિક વ્યવસ્થાનું એક ચક્ર હોય છે. શરીરની ખાવાપીવા, ઊંઘવા-ઊઠવાની નિશ્ચિત વ્યવસ્થાને સર્કાડિયન રિધમ કહે છે. સ્વસ્થ વ્યક્તિના શરીરમાં ૨૪ કલાક દરમ્યાન દિવસ-રાતના ચોક્કસ સમયે તેમ જ પરિસ્થિતિઓના આધારે પરીસ્થીતીમાં બદલાવો આવતા રહે છે જે શરીરના તાપમાનમાં પણ બદલાવ લાવે છે. દરેક વ્યક્તિના શરીરમાં દિવસ દરમ્યાન ૦.૯ ડિગ્રી ફૅરનહાઇટ જેટલી ઊંચનીચ થતી રહેતી હોય છે.

સામાન્ય રીતે ઢળતી સાંજે એટલે કે સાંજે ચારથી છ વાગ્યાના સમયગાળા દરમ્યાન શરીરનું તાપમાન વધુ હોય છે અને વહેલી સવારે ચાર વાગ્યાની આસપાસ શરીરનું તાપમાન સૌથી ઓછું હોય છે. સ્ત્રીઓમાં આખા મહિના દરમ્યાન અલગ-અલગ શારીરીક ક્રીયાનું પ્રમાણ વધતું-ઘટતું રહે છે એને કારણે માસિકચક્રના ચોક્કસ દિવસો દરમ્યાન હૉમોર્નલ બદલાવો મુજબ વહેલી સવારના અને સાંજના શારીરિક તાપમાનમાં પણ બદલાવ આવે છે.

X1 1518618041 Jpg Pagespeed Ic Fx5Scrg0Fa 1518784343

શરીરને તાવ આવ્યો હોય તો થાક અને માંદગી ફીલ થતી હોય છે, પણ રોજબરોજની દિનચર્યામાં શરીરના તાપમાનમાં આવતા બદલાવો એટલા સહજ અને નૉર્મલ હોય છે કે તાપમાનમાં થતા બદલાવોને કારણે વ્યક્તિને સારું અને સ્વસ્થતા નથી થતી.

અલગ-અલગ સીઝન મુજબ પણ શરીરના તાપમાનમાં બદલાવ આવે છે. આને મેડિકલ ભાષામાં સર્કેન્યુઅલ રિધમ કહે છે. મૉડર્ન અભ્યાસોમાં તો એટલે સુધી કહેવાયું છે કે અલગ-અલગ મોસમી વિસ્તારોમાં રહેતા લોકોના શરીરના તાપમાનમાં પણ બદલાવ હોય છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.