Abtak Media Google News

ગુજરાતમાં કુલ મળીને ૧૮૫ નદીઓ છે અને તેને ત્રણ વિભાગમાં વહેંચી શકાય છે.

– અરવલ્લી પર્વતમાળાની નદીઓ.

– સાબરમતી અને મહી નદીઓ

– દક્ષિણમાં તાપી અને નર્મદા નદીઓ

– અરવલ્લીની પર્વતમાળાની નદીઓ :-

Arvalli
arvali

બનાસ, સરસ્વતી અને રુપેણ આ ત્રણેય કુવારીકાઓ છે. જે કચ્છના નાના રણમાં જઇને સમાઇ જાય છે. રુપેણ નદી ટૂંગા પર્વતમાંથી નીકળીને સાબરકાંઠા અને મહેસાણા જીલ્લામાં વહે છે. સરસ્વતી મહીકાંઠાની ટેકરીઓમાંથી નીકળે છે તે બનાસકાંઠા અને મહેસાણામાં થઇને વહે છે. આ નદીની લંબાઇ ૧૫૦ કિ.મી. છે. બનાસ નદી ઉદેપુરની ટેકરીઓમાંથી નીકળે છે. તેની લંબાઇ ૨૭૦ કિ.મી. છે.

 

– સાબરમતી અને મહી નદીઓ :

Sabarmatiસાબરમતી અરવલ્લીની ટેકરીઓમાંથી નીકળે છે. તે સાબરકાંઠા અને ખેડા જીલ્લામાં થઇને વહે છે. તે ૩૦૦ કિ.મી. લાંબી છે. સાબરમતી નદીને ખારી, ભોગાવો, શેઢી, માઝમ, ચાંધેરી, મેશ્રે, વાત્રક મળે છે. વેકેરીયા પાસેથી તેને હાથમતી મળે છે. અને તે પણ સાબરમતી તરીકે ઓળખાય છે.

મહી નદી મધ્ય ગુજરાતની નર્મદા અને તાપી બાદ ત્રીજા નંબરની મોટી નદી છે. આ નદી વિધ્ંયના પર્વતમાં મેહદ સરોવરમાંથી અંઝેરા નજીકથી નીકળે છે. આ નદી ૫૦૦ કિ.મી. જેટલી લાંબી છે.

– દક્ષિણમાં તાપી અને નર્મદા નદીઓ :

Narmadha River
narmadha river

મધ્યપ્રદેશમાં બિલાસપુર જીલ્લામાંના વિધ્યં પર્વતમાંથી અમર કટક નામના ડુંગરમાંથી નીકળે છે. ગુજરાતની સૌથી મોટી નર્મદાની લંબાઇ ૧૨૮૦ છે. આ હાકેશ્રર પાસે ગુજરાતમાં પ્રવેશ કરે છે. આ મધ્યપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્રમાં થઇને વહેતી હોવાથી સહિયારી નદી છે. ગુજરાતની અંદર આનો પટ ૧૫૦ કિ.મી. જેટલો છે. નર્મદા નદી પર નવાગામ પાસે નર્મદા યોજના વિકસાવવામાં આવેલ છે. આ દેશની સૌથી મોટી બહુ હેતુક યોજના છે. નર્મદા નદીને કિનારે કબીરવડ જેવા બેટ અને શુક્લતીર્થ જેવા ધાર્મિક સ્થળો પણ વિકસેલા છે.

નર્મદા બાદ તાપી ગુજરાતની બીજી સૌથી મોટી નદી છે. તે પણ મધ્યપ્રદેશમાંથી નીકળે છે. તેની કુલ લંબાઇ ૭૫૨ કિ.મી. છે. તાપી હરણકાણ નામના સ્થળેથી ગુજરાતમાં પ્રવેશે છે. આ નદી પર કાંકરાપાર અને ઉકાઇ પાસે બંધ બાંધીને સિંચાઇ કરવામાં આવે છે.

દક્ષિણ ગુજરાતની અન્ય નદીઓમાં ઢાંઢર, વિસ્વમીત્રા, કીમ, પૂર્ણા, અંબિકા, બંકી, ઔરંગા, પાર કોલક, મીંઢોળા અને દમણગંગાને ગણાવી શકાય છે. દમણગંગા ગુજરાતની દક્ષિણમાં આવેલી સૌથી મોટી નદી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.