Abtak Media Google News

ભારતીય રાજકારણમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું આગવું મહત્વ છે. તમામ મુખ્ય પક્ષો પોતાનો પાયો મજબૂત કરવા માટે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે. જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે આવતીકાલે એટલે કે, રવિવારે 28 તારીખે મતદાન પ્રક્રિયા હાથ ધરાશે આ માટે તંત્ર દ્વારા તમામ તૈયારીને પણ આખરીઓપ આપી દેવામાં આવ્યો છે. રાજકોટ જિલ્લા પંચાયતની 36 બેઠકો માટે મતદાન થશે જેમાં 9 લાખથી વધુ મતદારો પોતાના મતનો ઉપયોગ કરશે.

ચૂંટણી પંચ દ્વારા રાજકોટ જિલ્લામાં કુલ 1,141 મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે. રાજકોટ જિલ્લામાં 49,3,073 પુરુષ મતદારો અને 44,8,332 મહિલા મતદારોની યાદી નોંધાયેલી છે. જેમાં તાલુકા પ્રમાણે વાત કરવામાં આવે તો રાજકોટ તાલુકાની છ બેઠકમાં 168 મતદાન મથક અને 13,1,674 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.

તો અન્ય તાલુકાની વાત કરીએ તો ગોંડલની પાંચ બેઠકોમાં 160 મતદાન મથક પર 13,9,372 મતદારોની સંખ્યા છે. જેતપુરની ચાર બેઠકમાં 120 મતદાન મથક પર 10,4,284 મતદારોની સંખ્યા છે. તો ધોરાજીની બે બેઠક માટે 62 મતદાન મથક અને 54,852 મતદારોની સંખ્યા છે. જામકંડોરણા તાલુકાની 2 બેઠક માટે 79 મતદાન મથક પર 60,697 મતદારોની સંખ્યા છે. ઉપલેટા તાલુકાની 3 બેઠક માટે 92 મતદાન મથક પર 76,943 મતદારોનીસ સંખ્યા છે.

કોટડાસાંગાણી તાલુકાની બે બેઠક માટે 85 મતદાન મથક અને 66,796 મતદારોની સંખ્યા છે. તો પડધરી તાલુકાની બે બેઠક માટે 87 મતદાન મથક પર 62,207 મતદારોની સંખ્યા છે. લોધિકાની પાંચ મેઠક માટે 59 મતદાન મથક અને 43,449 મતદારોની સંખ્યા છે. જસદણ તાલુકાની પાંચ બેઠક માટે 133 મતદાન મથક અને 11,7294 મતદારોની સંખ્યા છે. સાથે જ વિંછિયા તાલુકાની ત્રણ બેઠક માટે 59 મતદાન મથક અને 83889 મતદારોની સંખ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.