Abtak Media Google News

નિટ માટે કતાર અને મઘ્યપૂર્વના વિસ્તારોમાંથી ૪૦૦૦ જેટલા વિઘાર્થીઓનું રજીસ્ટ્રેશન

સમગ્ર વિશ્ર્વમાં કોરોના વાયરસનો કાળો કહેર વરતાઇ રહ્યો છે. કોરોનાને કારણે ભારતમાં લોકડાઉન કરવામાં આવતાં શિક્ષણ, વ્યવસાય, પરિવહન સંપૂર્ણ રીતે બંધ થઇ હતું. શાળા, કોલેજોમાં વાર્ષિક પરીક્ષાઓ બાકી રહી ચુકી છે. ડોમેસ્ટીક તેમજ ઇન્ટર નેશનલ ફલાઇટો બંધ કરી દેવાતા ઘણા પ્રવાસીઓ વિઘાર્થીઓ વિદેશોમાં ફસાયા હતા. ત્યારે નીટની પરીક્ષા લેવા માટે વિદેશમાં વસતા ભારતીય વિઘાર્થીઓને પરીક્ષા દેવા માટે વિદેશમાં સેન્ટર આપવાની માંગ કરીછે.

કોરોના વાયરસને કારણે ઘણી પરીક્ષાઓ રદ થઇ છે ત્યારે ડોકટરો માટે લેવાતી નેશનલ એબીજીબીલીટીકમ સેન્ટરન્સ પરીક્ષા માટે વિદેશમાં રહેતા ભારતીય વિઘાર્થીઓએ જે તે દેશમાં કેન્દ્ર આપવા અથવા તો પરિક્ષા મૌકુફ રાખવા માટેની સુપ્રિમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. દોહા કતાર જેવા દેશોમાં રહેતા ભારતીય વિઘાર્થીઓના વાલીઓ દ્વારા કરેલા હાઇકોર્ટમાં પીટીશન કરી હતી. અને કેન્દ્ર આપવા અથવા પરિક્ષા મુલત્વી માટેની રજુઆત કરી હતી.

કતાર તેમજ મઘ્યપૂર્વના દેશોમાં નીટ યુજી પરીક્ષા માટે ૪ હજાર વિઘાર્થીઓ નોંધાયેલા છે. કતારમાં ભારતીય દુતવાસવામાંથી એફિડેવીજ્ઞટ મેળવવા અને જામીન ભરવા માટે ની કાર્યવાહી કરવામાં હાલ કોરોના વાયરસને કારણે મુશ્કેલી પડી રહી છે. લોકડાઉનમાં ભારતીય વિઘાર્થીઓને ભારત લાવવા માટે સરકાર દ્વારા વંદે ભારત મિશન અંતર્ગત પાછા વાળવાની કવાયત હાથ ધરવામાં આવી છે જો કે તેમાં નોંધાયેલા વિઘાર્થીઓને પરત આવવાની સુવિધા મળી નથી. જોકે આ મિશનની દેતું. મુશ્કેલીમાં મુકાયેલા લોકો પરપ્રાંતિય મજૂરો તબીબી ઇમરજન્સીમાં રહેવા લોકોને તેમજ વિદેશની વિવિધ યુનિવર્સિર્ટીઓમાં ફસાયેલા વિદ્યાર્થીઓને પરત લાવવા માટેનું આ સમય ભારત સરકાર દ્વારા કરવામાં આવ્યું હતું.

અરજદારો વિદ્યાર્થીઓ ભારતીય સંઘને કતાર અને અન્ય મધ્યપૂર્વ દેશોમાં જયાં સુધી સ્થીતી સ્થાને ના પડે ત્યાં સુધી પરિક્ષા  મુલતવી રાખવા અથવાતો જે તે સ્પવીએ પરિક્ષા કેન્દ્રની માંગ કરવામાં આવી છે.

કેરળ મુસ્લિમ સંસ્કૃતિ કેન્દ્રના મહામંત્રી અબ્દુલ અઝીમ દ્વારા કરવામાં આવેલી અરજીને ચીફ જસ્ટિસ એસ. મણીકુમાર અને ન્યાયધીશ શાજી પી.શૈલીની કેરલ હાઇકોર્ટ ડિવિઝન બેંચે ગઇકાલે ફગાવી દીધી હતી. અને ઓવરસ્કાસ પરિક્ષણ કેન્દ્રી શકય નથી તેમ જણાવ્યું હતું. સાથે સાથે નિર્દેશિકા મુજબ વિદ્યાર્થીઓને રાજયમાં પાછા લાવી શકાશે.

જીટીયુ સહિત રાજ્યની તમામ યુનિવર્સિટીની પરીક્ષાઓ મોકૂફ પેરામેડીકલ-મેડીકલની પરીક્ષા યોજાશે

રાજ્યની યુનિવર્સિટીમાં છેલ્લા સેમની પરીક્ષાનો નિર્ણય ગઈકાલે બપોરે કેબિનેટની બેઠકમાં લેવાયો હતો. જો કે આ નિર્ણય લેવાયાના ૨ કલાક બાદ જ કેન્દ્રએ પરીક્ષા મોકૂફ રાખવાનો આદેશ આપ્યો હતો. જેના પગલે જીટીયું સહિત રાજ્યની તમામ પરીક્ષાઓ હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે. સાથોસાથ રાજ્યમાં ડીગ્રી-ડિપ્લોમા ઇજનેરીની પરીક્ષા પણ મોકૂફ રાખી છે. જ્યારે ગુજરાત યુનિવર્સિટી દ્વારા હાલમાં લેવાતી નર્સિંગ, ફિઝ્યોથેરાપીની પરીક્ષા યથાવત રાખવામાં આવી છે. આ ઉપરાંત ચાલુ માસે એમબીબીએસ અને ડેન્ટલની પણ પરીક્ષા લેવામાં આવશે. એમસીઆઈએ પરીક્ષા લેવા મંજૂરી આપી છે કેમ કે કોરોનાના સંક્રમણ કાળમાં મેડિકલ-પેરામેડિકલ સ્ટાફ પાસ થાય તેમને સીધા મેડિકલ સેવામાં મૂકી શકાય.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.